________________
આપ્તવાણી-૯
૧૬૭ પ્રશ્નકર્તા : બધાં જોડે હળીમળીને રહેવું એમ આપે કહ્યું ને, પણ મને તો એમાં તિરસ્કાર જેવું રહે છે.
દાદાશ્રી : આ તિરસ્કાર છે તેથી આવું થઈ ગયું છે ને ! માટે હવે તિરસ્કાર કાઢી અને બધાંની જોડે હળીમળીને ચાલો તો મહીં ‘કોમનસેન્સ’ વધે. તિરસ્કાર તો ગાયોભેંસોનોય ના કરાય, તો આ મનુષ્યની જોડે કેમ કરાય ? અને છત નથી કશીય ! તમારે છત હોય ને તિરસ્કાર કરતા હોય તો ઠીક છે, કે ‘ભઈ, બહુ છતવાળા માણસ છે તે તિરસ્કાર કરે !” પણ આ તો છત પણ નથી.
છત કોને કહેવાય ? કે વહુ જોડે પૈણે, પણ આખી જિંદગી સુધીમાં થોડીઘણી ધમાલ થાય, પણ રોજ ધમાલ ના થાય. એનું નામ છત કહેવાય. ને આ છત વગરનો હોય તે પૈણે અને પેલી વહુ ત્યાં આગળ આવી અને વહુ આમ કરીને પેલી બાજુ બેઠાં, એટલે તાળું શી રીતે ઉઘાડવું એ આવડે નહીં. તો પેલી વહુનું શું થાય ?
- સૂર મેળવતાં મેળવતાં... આ તો વહુ જોડે વઢવાડ થઈ હોય તો પછી પાંચ દહાડા સુધી બોલે નહીં. જરાક અમથી થોડી કંઈ ભાંજગડ પડી. તો ના બોલે. હવે ત્યાં બીજું કશું એને આવડે નહીં, એટલે શી રીતે તાળું ઉઘાડે ? એમ ને એમ તાળું તો કટાયા કરે. અને પેલા મિયાંભાઈ તો બીબીનાં તાળાં તરત ખોલી નાખે. ‘કોમનસેન્સ’ એટલે સૂર મળતો આવે.
પ્રશ્નકર્તા ઃ સૂર મળતો આવે એટલે શું ?
દાદાશ્રી : એ અમારા જેવી જ રીત હોય. અમે જે રીતે પકડતા હોઈએ એવી અમારી નજીકની રીત પ્રમાણે વર્તે. મિયાંભાઈ શું કહેશે ? બીબી જોડે ભાંજગડ હું પાડું જ નહીં ને ! એ ભાંજગડ પાડે, પણ હું ભાંજગડ ના પાડું.”
‘કોમનસેન્સ’વાળો હોય અને પછી એમ ના હોય કે ‘મારે આવું થયું ત્યાં આગળ હવે શું કરવું ?” એવું જો ‘એપ્લાય” ના થતું હોય તો એ “કોમનસેન્સ’ જ ન્હોય.
૧૬૮
આપ્તવાણી-૯ એ અથડામણ ટાળે ! પ્રશ્નકર્તા: ‘કોમનસેન્સ’વાળો હોય એટલે બધે ઊકેલ કરી નાખે ને ?
દાદાશ્રી : ‘કોમનસેન્સ’વાળો હોય એ તો બધા બહુ જાતના ઉકેલ લાવે, વ્યવહારની બધી ગૂંચો કાઢી નાખે.
પ્રશ્નકર્તા : એને અથડામણ થાય ?
દાદાશ્રી : અથડામણ ઓછી થાય. અથડામણ નહીં કરવા દેનારી વસ્તુ હોય તો ‘કોમનસેન્સ’ જ !
પ્રશ્નકર્તા : એટલે અથડામણ થાય ત્યાં ‘કોમનસેન્સ' જ ના કહેવાય.
દાદાશ્રી : એવું નહીં, પણ એ ‘કોમનસેન્સ' ઓછી કહેવાય. પ્રશ્નકર્તા : પણ જ્ઞાની સિવાય અથડાયા વગર તો કોણ રહે ?
દાદાશ્રી : પણ એટલે ‘કોમનસેન્સ’ હોયને, તો અથડાય નહીં. ‘કોમનસેન્સ’વાળો તો તરત મેળવી દે, અવળું થયું હોય તોય ફેરવી નાખે. તરત જ, એને કશી વાર ના લાગે. એનું નામ જ “કોમનસેન્સ” ને ! “એવરી હેર એપ્લીકેબલ'!
પ્રશ્નકર્તા : પણ જ્યાં રાગ-દ્વેષ આવે ત્યાં ‘કોમનસેન્સ’ ઊડી જાય ને ?
દાદાશ્રી : ‘કોમનસેન્સ’ એ અનુભવની વાત છે. એ રાગ-દ્વેષને લાગતી વળગતી નથી. સંસારનો, વ્યવહારનો અનુભવ હોય ને, તે કોમનસેન્સ'!
તો રોકાય સ્વછંદ ! પ્રશ્નકર્તા: વ્યવહારના પ્રસંગમાં જ્યાં ‘ડિસીશન” લેવાનું હોય, ત્યાં પેલી વ્યવહારિક સુઝ કામ લાગે કે નહીં ?