________________
આપ્તવાણી-૮
પછી શું કહે છે કે, ‘કર્તા મીટે તો છૂટે કર્મ, એ છે મહાભજનનો મર્મ.’ મહાભજનનો મર્મ ક્યો ? કર્મ છૂટે નહીં તો કર્મના આધીન કર્તા ને કર્તાના આધીન કર્મ, કર્મના આધીન કર્તા ને કર્તાના આધીન કર્મ. કેવી ઘટમાળ છે ? ‘કોઝીઝ એન્ડ ઈફેક્ટ, ઈફેક્ટ એન્ડ કોઝીઝ, કોઝીઝ એન્ડ ઈફેક્ટ, ઈફેક્ટ એન્ડ કોઝીઝ.’ એમાં આ બધા લોકો કર્તાપણું શીખવાડે છે, કર્તા કરાવડાવે છે. ‘આ છોડો, સારું કરો.’ હવે એક બાજુ કર્મ છોડવા છે અને એક બાજુ આ કરવું છે.
પ્રશ્નકર્તા : વિરોધાભાસ.
૧૪૧
દાદાશ્રી : હા, એટલે આ ગાડી કાશીએ પહોંચે નહીં. તે કેટલાંય અવતારથી લોકોની ગાડીઓ પહોંચતી જ નથી. હે ય... નિરાંતે ક્યા ગામમાં ય પડી હોય, તે કાશીએ કોઈની પહોંચી જ નથી. તેથી હું તમને કાશીનો પાસપોર્ટ કાઢી આપું છું ને ! એ પાસપોર્ટ જ તમને કાશીએ લઈ જશે. ગાડીનાં પૈડાં નહીં લઈ જાય, પણ આ પાસપોર્ટ જ લઈ જશે. કારણ કે ‘કર્તાપણું’ છૂટી જાય. એટલે પછી રહ્યું જ શું આ દુનિયામાં ?
અવળી માન્યતાઓ, ‘જ્ઞાતી’ જ છોડાવે !
પ્રશ્નકર્તા : મારું એવું માનવું છે કે આ બધું જે કરાવે છે, તે જીવ
કરાવે છે.
દાદાશ્રી : પણ કરનાર કોણ ? જીવ કરાવે તો કરનાર કોણ ? ખરી રીતે તો આ જીવે ય નથી કરાવતો.
પ્રશ્નકર્તા : ના, જીવ જ કરાવે છે.
દાદાશ્રી : એ તો તમને લાગે એવું કે આ જીવ કરાવે છે. પ્રશ્નકર્તા : એટલે થાય કે જીવને પહેલાં કંટ્રોલમાં લો, તો પછી આગળ જવાય.
દાદાશ્રી : અરે, જીવ કરાવતો જ નથી ને બિચારો ! જીવમાં સંડાસ જવાની શક્તિ ય નથી. એ તો અટકે ત્યારે ખબર પડે કે આ મારી શક્તિ નથી. પછી ડૉક્ટર દવા આપે ત્યારે સંડાસ જવાનું ચાલુ થાય.
આપ્તવાણી-૮
પ્રશ્નકર્તા : પણ આપણને અંદરથી કહે છે ને સંડાસ જવાનું પછી સંડાસ જાય છે ને ?
૧૪૨
દાદાશ્રી : એ તો વાત ખરી છે. પ્રેરણા તો અંદરથી જ થાય છે. પણ જીવને સંડાસ જવાની સત્તા પોતાની નથી. જીવ બીજી સત્તાથી ચાલે છે. આમાં આત્માની ય સત્તા નથી. અંદરથી કહે છે એ બરોબર છે. એનો અર્થ શું કહેવા માંગે છે ? મહીં જે પ્રેરણા થાય છે ને, એ પ્રેરણા થાય એટલે મન તરત જ ઇન્દ્રિયોને કહી દે કે આમ કરવું છે. એટલે બધી ઇન્દ્રિયો તૈયાર થઈ જાય. એટલે અંદરની પ્રેરણા શક્તિથી બધું ચાલ્યા કરે છે.
પ્રશ્નકર્તા : પણ જીવને ‘કંટ્રોલ’માં લો તો જ આગળ જઈ શકાય
ને ?
દાદાશ્રી : આ જીવને ‘કંટ્રોલ’માં લઈ તો જુઓને ! આ તો સંડાસ
જવાની ય શક્તિ નથી. જીવવાની ય શક્તિ નથી ને મરવાની ય શક્તિ નથી. જો મરવાની શક્તિ હોતને તો મરત જ નહિ. પણ એવી કોઈ શક્તિ જ નથી.
પ્રશ્નકર્તા : એ શક્તિ કોની પાસે છે ?
દાદાશ્રી : એ શક્તિ જ આ હું તમને બતાવું છું ને એ શક્તિથી જ આ જગત ચાલી રહ્યું છે.
પ્રશ્નકર્તા : એ શક્તિને અમે ભગવાન કહીએ છીએ.
દાદાશ્રી : હા, એને જગત ભગવાન કહે છે. પણ એ શક્તિ તો જડશક્તિ છે. એ જડશક્તિ છે એટલે આપણે એને ભગવાન નથી કહેતા. જગતનાં લોકોને તો સમજણ નથી ને ? એટલે એને જ ભગવાન માને છે, ભગવાન સિવાય બીજું કરે જ કોણ ? પણ એ બીજી શક્તિ કરે છે. એ હું તમને દેખાડી દઈશ !
પ્રશ્નકર્તા : હું તો બીજું એમ પણ સમજતો હતો કે જીવ એટલે બધા આવરણવાળો જે છે એને જીવ કહેવાય. અને આવરણો જેમ જેમ તૂટતાં જાય એટલે જીવાત્મામાંથી આત્મા બને.