________________
આપ્તવાણી-૮
છે, એને જીવાત્મા કહેવાય. અને એ જ આ ભૌતિક જગત કહેવાય. કારણ કે ભૌતિક હોય ત્યાં સુધી ભૌતિક રમણતા જ હોય. આપને સમજમાં આવ્યું ? તમને જુદું જોઇતું હોય. જુદું પાડવું હોય તો જુદું પાડી આપું. બાકી આ ભૌતિક જગત છે, તે જ આ જીવાત્મા છે. જેમાંથી આ ‘ટેમ્પરરી’ સુખો ખોળે છે, ‘રિલેટિવ’ સુખો ખોળે છે, એ બધું ભૌતિક જગત છે ! જ્યાંથી ખોળે છે એ બધું ય ભૌતિક જગત છે અને ખોળનારો પણ ભૌતિક
જગત છે. એ જો સમજાય તો કામ નીકળી જાય.
૧૩૧
પ્રશ્નકર્તા ઃ શરીરમાં જીવ પણ આવી ગયો, શરીરમાં આત્મા પણ આવી ગયો, અને શરીરમાં ભૌતિક જગત પણ આવી ગયું, ત્રણેયનું મિશ્રણ આવી ગયું.
દાદાશ્રી : બધું આવી ગયું. આ શરીરની મહીં તો આખું બ્રહ્માંડ આવી ગયું, કશું બાકી નથી.
પ્રશ્નકર્તા : તો હવે એને આપણે જુદું કેવી રીતે સમજવું ? જુદું પાડીને કેવી રીતે સમજવું ?
દાદાશ્રી : જુદું પાડવા માટે ‘સાયંટિસ્ટ’ થવું પડે. આ વીંટીમાં સોનું, તાંબુ અને બીજી બધી ધાતુઓ બે-ત્રણ ભેગી થઈ હોય તો એ ભેગી થયેલીને છૂટું પાડવું હોય તો શી રીતે જુદી પડી શકે ? ગમ્મે તે માણસ જુદી પાડી શકે ? આનો જાણકાર હોય તે એને જુદું પાડી શકે. એવું આના જાણકાર હોય તે જુદું પાડી શકે. બાકી, બીજા તો કોઈ જુદું પાડી શકે નહિ ને ! બાકી પોતે એમાં માથાકૂટ કરવા જાયને, તો માથાકૂટ અનંત અવતારની નકામી જશે, ને ઊલટું ચોપડવાની દવા પી જશે તો મરણ થશે. ચોપડવાની દવા પી જાય, તો એમાં ભગવાનનો શો દોષ ?
જીવ-આત્મા, તથી ભિન્ન કે અભિન્ન !
પ્રશ્નકર્તા : એ કહો કે જીવ અને આત્મામાં શો ફેર છે ?
દાદાશ્રી : સંસાર દશામાં છે ત્યાં સુધી જીવે છે-મરે છે, ત્યાં સુધી જીવ કહેવાય. સંસારદશામાં એટલે ‘હું સંસારી છું’ ને સંસારદશા પોતાની
આપ્તવાણી-૮
માને છે ત્યાં સુધી એ જીવે છે અને મરે છે, ત્યાં સુધી એ જીવ કહેવાય ! અને જીવવા-મરવાનું બંધ થયું ત્યાંથી શિવ કહેવાય, એ શુદ્ધાત્મા કહેવાય. જીવ હંમેશાં ય સંસારી હોય, કર્મસહિત હોય અને આત્મા કર્મરહિત હોય !
પ્રશ્નકર્તા : તો જીવ અને આત્મા, એ બે જુદાં જ થયાં ને ?
દાદાશ્રી : જીવ અને આત્મા ? ના. એનો એ જ આત્મા કર્મ સાથે હોય ત્યારે જીવ કહેવાય અને કર્મરહિત હોય તો આત્મા કહેવાય. કર્મ સાથે હોય ત્યારે જીવે-મરે, એ જીવ.
પ્રશ્નકર્તા : ને આત્મા તો અમર છે ને ?
૧૩૨
દાદાશ્રી : હા, એ તો અમર છે.
પ્રશ્નકર્તા : અને જીવ એને વળગેલો છે ?
દાદાશ્રી : નહિ, વળગેલો નથી. એવું છે; જીવાત્મા, આત્મા અને પરમાત્મા; એમાં હવે જીવાત્મા છે તે કર્મ સહિત અવસ્થા છે ને તે અહંકાર સહિત છે. દેહાધ્યાસરૂપી એ જીવાત્મા કહેવાય અને જેને અહંકાર ના હોય, જીવવા-મરવાનું ના હોય એ આત્મા.
પ્રશ્નકર્તા : અને પછી પરમાત્મા સ્ટેજ ક્યાં રહ્યું ?
દાદાશ્રી : પરમાત્મા તો, એ પોતાનાં સ્વરૂપનું ભાન થઈ ગયું એટલે આત્મારૂપ થઈ ગયો. અને પછી પરમાત્માપણું પ્રગટ થયા જ કરે. ‘ફુલ્લી’ પ્રગટ થાય એટલે ‘ફુલ’ પરમાત્મા થઇ ગયા.' એટલે જ્યારે તેરમું ગુંઠાણું પૂરું થઈ ગયું, કેવળજ્ઞાન થયું પછી તો ‘ફુલ’ પરમાત્મા જ થઈ ગયો !!
એટલે આ જીવ જે છેને એ આત્માની જ અવસ્થા છે, પણ ભ્રાંત અવસ્થા છે અને એને જીવ કેમ કહ્યો ? કે જે જીવે અને મરે એ અવસ્થાને જીવ કહેવાય છે. અને આત્મા શુદ્ધ ચેતનરૂપ છે, એ પોતે જ પરમાત્મા છે. પણ એ ભાન થવું જોઇએ. જ્યાં સુધી ભાન ના થાય, ત્યાં સુધી ‘હું આત્મા છું' એવી ય ખબર નથી. ‘હું તો જીવ છું’ એવું ભાન છે હજુ. આત્માની ભ્રાંત અવસ્થામાં જ ‘હું છું’ એટલે કે ‘હું જીવું છું, હું મરી