________________
આપ્તવાણી-૮
૧૧૭
‘એકાંતે' અંતરાયા આતમજ્ઞાત !
હવે એક કહે છે આત્મા કર્તા નથી અને બીજા કહે છે કે આત્મા કર્તા છે, તે બંને બેઉ ખાડામાં પડ્યા છે. પેલા અદ્વૈતના ખાડામાં પડ્યા અને આ દ્વૈતના ખાડામાં પડ્યા ! આત્મા તેવો નથી. આત્મા દ્વૈતાદ્વૈત છે. આ દેહની અપેક્ષાએ દ્વૈત પણ છે અને પોતાની અપેક્ષાએ અદ્વૈત પણ છે. એટલે કોઈ અદ્વૈત ખાડો લે તો આત્મા ‘પ્રૂવ’ થતો નથી. અદ્વૈતવાળાને દ્વૈતનાં વિકલ્પો આવ્યા કરે. દ્વૈતવાળાને અદ્વૈતના વિકલ્પો આવ્યા કરે. હવે વિકલ્પોની પાર જઇ શકે નહિ. આત્મા દ્વૈતાદ્વૈત કહે, એટલે વિકલ્પોની પાર ગયો કહેવાય, નિર્વિકલ્પ કહેવાય.
એટલે ‘જ્ઞાની પુરુષ’ ‘જેમ છે તેમ’ કહે કે આત્મા દ્વૈતાદ્વૈત છે, શ્વેતે ય છે ને અદ્વૈતે ય છે. આ દ્વૈતાદ્વૈતનું વિશેષણ ક્યાં સુધી લાગુ થાય ? જ્યાં સુધી સંસારિક કામમાં છે ત્યાં સુધી દ્વૈત છે અને પોતાના સ્વ-ધ્યાનમાં છે ત્યારે અદ્વૈત છે. આ દેહ છે અને કેવળ જ્ઞાન પણ છે, ત્યાં સુધી દ્વૈતાદ્વૈત કહેવાય. લોકોને માણસે ય દેખાય ને લોકોને કેવળજ્ઞાની ય દેખાય. જેની જેવી દ્રષ્ટિ તે પ્રમાણે એવું દેખાય ! એટલે આત્મા અદ્વૈત ક્યારે ય થતો નથી. કારણ કે જો અહીંથી દેહ છૂટી જાય ને મોક્ષ થાય તો ત્યાં સિદ્ધગતિમાં ગયા પછી આ વિશેષણ એને રહેતું નથી. આ દેહ છે ત્યાં સુધી જ વિશેષણ છે. અને બેઉ કાર્ય કરે છે. માટે આપણે વિશેષણને ‘એક્સેપ્ટ’ કરવાં જોઈએ. આ તો અદ્વૈતના ખાડામાં પડ્યા તે એકાંતિક કહેવાયા ને દ્વૈતના ખાડામાં પડ્યા તે ય એકાંતિક કહેવાયા અને કોઈ પણ એકાંતિક માર્ગ ગ્રહણ કર્યો એટલે મોક્ષ હાથમાં આવે નહિ. એકાંતિક થયા, આગ્રહી થયા એટલે સત્ય વસ્તુ પ્રાપ્ત થાય નહિ. સત્ય વસ્તુ પ્રાપ્ત થવા માટે નિરાગ્રહ ઉપર જવું પડશે. આગ્રહ એ જ અહંકાર છે.
દરેકમાં સત્ય રહેલું જ છે, પણ એના પ્રમાણમાં છે. દરેક એનાં પ્રમાણમાં સત્ય હોય જ. અને આ વ્યવહારિક સત્ય જે છે ને, એ તો ભગવાનની ભાષામાં અસત્ય જ છે. આ તમે કહો છો ‘હું ચંદુભાઇ છું, હું ફલાણાનો મામો છું’ એ બધું ભગવાનની ભાષામાં અસત્ય ગણાય છે. એ સાપેક્ષિત છે, નિરપેક્ષ નથી !
આપ્તવાણી-૮
પક્ષમાં પડવું એ તો ખોટું જ છે, પક્ષ એટલે ‘સ્ટાન્ડર્ડ’ છે. અને ‘સ્ટાન્ડર્ડ’માં રહે તે એકાંતિક કહેવાય. છતાં લોકોએ તો જે નિયમ હોય ને, એટલામાં જ રહેવું જોઈએ. અને આત્યંતિકમાં નિયમ ના હોય, એ તો અનેકાંત હોય. એમાં કોઈ જાતનો ય આગ્રહ ના હોય. અને તે ‘એક્ઝેક્ટનેસ’ પર ચાલ્યા કરે. એનાથી આત્યંતિક કલ્યાણ થાય. બાકી, આ તો બધા પક્ષો એ ‘સ્ટાન્ડર્ડ' છે. નિષ્પક્ષપાતી થાય ત્યારે કામનું. ભગવાન નિષ્પક્ષપાતી છે ! નિષ્પક્ષપાતી થાય ત્યારે ‘આઉટ ઓફ સ્ટાન્ડર્ડ’ થાય.
૧૧૮
હું તો બધું જે ‘કરેક્ટ’ છે એ જ કહેવા આવ્યો છું. ને તમે એમ કહો કે ‘ના, મારું સાચું.’ તો હું તમારી જોડે બેસી ના રહું, મને એવી નવરાશ નથી. પછી તમારી જોડે વિતંડાવાદમાં ના પડું. ‘તમારા ‘વ્યુ પોઈન્ટ’થી તમે ‘કરેક્ટ' છો' એમ કહીને અમે છોડી દઈએ. તમારે જો
સાચું સમજવું હોય તો અમે સમજાવીએ, નહિ તો પછી ટાઇમ બગડે, ‘વેસ્ટ ઓફ ટાઇમ એન્ડ એનર્જી !' આવું તો ઘણાં લોકોની દ્રષ્ટિએ ઊંધું જ્ઞાન ફીટ થયેલું હોય, હું ક્યાં બધાને પાછો ફેરફાર કરવા જાઉં ? આ તો તમારે ‘હેલ્પ’ જોઈતી હોય તો તમારે મને પૂછવું.
એટલે દ્વૈત ને અદ્વૈત સમજવું જોઈએ. આ કાળમાં અદ્વૈત તો બોલાતું હશે ? અદ્વૈત તો પહેલાં ય નહોતું ! અને અદ્વૈત તો મારાથી પણ બોલી ના શકાય.
દરેક વાત જે છે એને કસોટી પર લીધા વગર ‘એક્સેપ્ટ’ કરીએ તેનો અર્થ જ નથી. કસોટી પર લેતાં ના આવડે તો ‘આ આમ જ છે.' એવું ના કહેવાય. ફોરેનના સાયન્ટિસ્ટો પણ ‘આ આમ જ છે' એવું ના કહે. એ કહેશે, અમને આ આમ લાગે છે.’
બ્રહ્મ સત્ય તે જગતે ય સત્ય, પણ....
આ તો વાત જ મૂળમાં ખોટી છે; ભ્રાંતિ જ છે આખી ! તે ય તદન ખોટું ય નથી. ઊંધી ગયો હોય ને મોઢું પહોળું હોય અને જરા મરચું નાખે તો ? તો પછી મિથ્યા લાગે ? બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા કહે છે, એવું મિથ્યા લાગે ખરું ? આ જગત ‘રિલેટિવ કરેક્ટ’ છે. અને બ્રહ્મ ‘રિયલ