________________
આપ્તવાણી-૮
આપ્તવાણી-૮
તો મોક્ષે જાય !
ગતિભટકામણતો કુદરતી કાયદો ! પ્રશ્નકર્તા : પણ એવું કહે છે ને, માનવજન્મ જે ચોર્યાસી લાખ ફેરા ભટકીને આવ્યા પછી મળ્યો છે, તે ફરી પાછું એટલું ભટકવાનું થાય ને પછી માનવજન્મ મળે ને ?
દાદાશ્રી : ના, એવું કશું નથી. એક ફેર મનુષ્યજન્મમાં આવ્યો ને પછી આખી ચોર્યાસી ફરવી પડતી નથી. એને જો પાશવતાના વિચાર આવે તો આઠ ભાવ એને પશુયોનિમાં જવું પડે, તે ય પાછું સો-બસ્સો વર્ષ માટે. પછી પાછો અહીંનો અહીં મનુષ્યમાં આવે છે. એક ફેરો મનુષ્ય થયા પછી ભટકવાનું બહુ હોતું નથી.
પ્રશ્નકર્તા : એક જ આત્મા ચોર્યાસી લાખ ફેરા ફરે ને ? દાદાશ્રી : હા, એક જ આત્મા. પ્રશ્નકર્તા : પણ આત્મા તો પવિત્ર છે ને ?
દાદાશ્રી : આત્મા પવિત્ર તો અત્યારે ય છે. ચોર્યાસી લાખ યોનિઓમાં ફરતાં ય પવિત્ર રહ્યો છેને ! પવિત્ર હતો ને પવિત્ર રહેશે !!
પ્રશ્નકર્તા : તો પછી એ ફરવાનું કારણ શું ?
દાદાશ્રી : આત્માને કોઈ કારણ નથી, એ તો આનંદમાં જ છે. જેને દુ:ખ હોય તેને દુઃખ કાઢવાની ઇચ્છા હોય. બાકી આત્મા તો આનંદમાં જ છે !
દાદાશ્રી : એવું કશું આ દુનિયામાં ઉત્પન્ન થયું નથી અને કશું વિનાશ થયું નથી. ઉત્પન્ન અને વિનાશ એ બધી ખાલી અવસ્થાઓ દેખાય. છે. મૂળ તત્ત્વને કશું જ થતું નથી. અવસ્થાઓમાં ભિન્નત્વ ભ્રાંતિવાળાંઓને દેખાય છે. મૂળ તત્ત્વમાં કશો ફેર થતો નથી.
આ તો વિપરીત બુદ્ધિ બધું દેખાડે છે. બુદ્ધિ જન્મ પામી છે. તે એન્ડ” થતાં સુધી બુદ્ધિ આમાં ફસાવ ફસાવ કરે છે. જો બુદ્ધિ “રીટાયર્ડ' થઇ જાય તો કામ કાઢી નાખે. પણ ‘રીટાયર્ડ’ થાય નહિ ને, એંસી વર્ષે યુ ‘રીટાયર્ડ” ના થાય !!
પ્રશ્નકર્તા : પાણી અને તાડી, એ બેમાં ભિન્નત્વ છે.
દાદાશ્રી : એ બધું ભિન્નત્વ હોય જ ને ! એ સ્વાભાવિક રીતે એનું ભિન્નત્વ હોય. તાડી ધોળી દેખાય પણ પીએ ત્યારે ચઢતી જાય અને પાણી ચઢે નહિ, સહુ સહુનો પ્રયોગ બતાવ્યા વગર રહે નહિ ને ?
પ્રશ્નકર્તા : દરેક જાતના જીવના કે મનુષ્યના આહારમાં ભિન્નત્વ રાખ્યું છે.
દાદાશ્રી : ભિન્નત્વ છે જ ! દરેક વસ્તુમાત્રમાં ભિન્નત્વ છે. બે રઇ હોય ને, તેમાં ય ભિન્નતા છે.
પ્રશ્નકર્તા: એ ભિન્નત્વ શા માટે ઉત્પન્ન થયું ? એ ન હોત તો સુખ જ હોત. - દાદાશ્રી : હા, પણ એ તો બધી કલ્પનાઓ છે ને ! આ બુદ્ધિ છે ને એ કલ્પનાઓ કરાવડાવે કે “આ ના હોત તો, આમ હોત તો આમ. થાત પણ એ શબ્દ જ ‘ડિક્ષનરીમાંથી કાઢી નાખવો જોઈએ. ‘આમ હોત તો આમ થાત’ એ શબ્દ જ ના હોવો જોઈએ, ‘ડિક્ષનરી’માં ય કોઈ દહાડો રાખશો નહિ.
પ્રશ્નકર્તા ઃ તો આ ભિન્નત્વ આત્મા પરમાત્માએ ઉત્પન્ન કર્યું ? જાણી બૂઝીને કર્યું કે આપોઆપ થઇ ગયું ?
દાદાશ્રી : નહીં, ભિન્નત્વ છે જ નહિ. એને દેખાય છે એ એની
ભિન્નતા ભાળી ભ્રાંતિમાં ... પ્રશ્નકર્તા : જગતમાં ભિન્નત્વ ઉત્પન્ન થયું, શા માટે ? ભિન્નત્વ ન હોય તો આત્માની એકતા જગતમાં બધે પ્રસરેલી હોત. જગતમાં સુખ અને દુઃખ એ પણ ભિન્નત્વ છે, પૈસાદાર અને ગરીબ એ પણ ભિન્નત છે. તો આ ભિન્નત્વ ઉત્પન્ન શા માટે થયું ?