________________
આપ્તવાણી-૮
આપ્તવાણી-૮
ઘટે નહીં. આ જડ પરમાણુ છે ને, તે ય ઘટે નહીં ને વધે નહીં. આપણે અહીં આગળ ગમે એટલાં બાળી મેલીએ ને, કાપી નાખીએ, તો ય એક પરમાણુ વધઘટ ના થાય ! બધું તેનું તે જ રહે !!
પ્રશ્નકર્તા : તો પછી નવા ઉત્પન્ન કેવી રીતે થયાં ? મનુષ્યોની વસ્તી વધી ને ?!
દાદાશ્રી : આ જાનવરમાંથી ઓછાં થયા એ બધા અહીં મનુષ્યમાં આવ્યાં. પણ તે પાછાં ‘રીટર્ન ટિકિટ’ લઈને આવેલાં છે, જ્યાંથી નીકળ્યા ત્યાંથી “રીટર્ન ટિકિટ' લઈને આવેલાં છે, ‘પણ અહીં આવીને કામ શું કરશો ?” ત્યારે કહે, ‘અમે તો લોકોનું બધું ભોગવી લઈશું, અણહક્કનું ભોગવીશું અને મકાનો બાંધી આપીશું. રોડ બાંધી આપીશું. પુલો બાંધી આપીશું ને મહેનત કરીને મરી જઈશું.’ એટલે હતાં ત્યાંના ત્યાં જ પાછાં જવાનાં છે ! આ ભેળસેળ કરે છે ને એ ત્યાં જવા માટે માર્ક મેળવે છે, આટલા માર્ક મળે એટલે પાછાં ત્યાં જતાં રહે !
સૃષ્ટિના સર્જત-સમાપતની સમસ્યા ! પ્રશ્નકર્તા: ભગવાન આ જીવરૂપી જગત ક્યારે સમેટી લેશે ? અને તે વખતની સ્થિતિ કેવી હશે ?
દાદાશ્રી : ભગવાન આ જગત સમેટવાને શક્તિવાન જ નથી. ઊલટાં ભગવાન જ આ જગતમાં ફસાયા છે તે છટવા માટે ફર્યા કરે છે ! ‘જ્ઞાની પુરુષ' પાછાં રસ્તો દેખાડે ત્યારે નીકળી જાય. જગત સમેટી લેવાને શક્તિવાન કોઈ છે જ નહીં આ જગતમાં !
વિશેષભાવે થઈને ઊભું થયું છે. જ્ઞાનથી એ ઊડી જાય છે !
આ જગત કોઈએ બનાવ્યું નથી. બનાવનાર કોઈ છે નહીં. અહીં બધાં આ ઘરાં ને બધું કોણ બનાવે છે ? કંઈ પટેલ બનાવે છે ? પટેલ તો પૈસા આપી શકે. એ ઘરાં પછી સુથાર, કડિયા, લુહાર, એ બધાં બનાવે. એવું આ ભગવાન કંઈ લુહાર કે કડિયો છે ? એ તો ભગવાન છે. એની હાજરીથી બધું ચાલ્યા કરે છે. જેમ પેલી પટેલની હાજરીથી બધું મકાન થયાં કરે છે એમ ભગવાનની હાજરીથી આ જગત બધું ચાલ્યા કરે છે અને કશું કરવું ના પડે !
આ પરમાણુમાં એટલા બધા ગુણ છે ને, આ પુદ્ગલ એ છે તે જડ વસ્તુમાં અનાત્મ વિભાગમાં એટલા બધા ગુણ છે, કે આ આંખોને એ બધું એની મેળે જ થઈ જાય. કોઈને કશું કરવું ના પડે. આ ગાયની, ભેંસોની, બકરીની આંખો કેવી તેજવાળી હોય ?! વાંદરાની આંખો કેવી હોય ?! એ બધું એની મેળે જ થઈ જાય છે, પ્રકૃતિ એની મેળે જ થઈ જાય છે !
એ વિજ્ઞાન શું છે, તે અમે જ્ઞાની પુરુષે જાતે દેખેલું, એટલે પોતે જાણે પણ એનું વર્ણન કરી શકાય નહીં. શબ્દોથી એનું વર્ણન હોતું નથી એ. અને શાસ્ત્રોમાં ય ફોડ પડ્યો નથી. બાકી મૂળ ફોડ જુદો છે આનો !
એટલે આવું ને આવું કાયમ જગત રહેશે. એને ‘સાયન્ટિફિક રીતે સમજવું હોય તો મારી પાસે આવજો. બાકી તમારી બુદ્ધિથી આ જગત મપાય એવું છે જ નહિ, કારણ કે આ જગતમાંથી જીવો મોક્ષે ય જાય છે, અને છતાં જગત આવું ને આવું જ રહેવાનું ! એ અજાયબી બધી સમજવી હોય તો અહીં મારી પાસે આવજો. આ જગતને સમેટી લેનાર કોઈ છે નહિ !
આ દુનિયા ભગવાને બનાવેલી નથી. એ ફોરેનના સાયન્ટિસ્ટ મને પૂછતા હતા કે, ‘ગોડ ઈઝ ક્રિયેટર. અમારા ક્રાઈસ્ટે કહ્યું છે એ તમે કેમ ના પાડો છો ?” ત્યારે હું કહું છું, ‘ગોડ ઈઝ ક્રિયેટર ઇઝ કરેક્ટ બાય ક્રિશ્ચિયન્સ યુ પોઈન્ટ, બાય ઇન્ડિયન વ્યુ પોઈન્ટ, બાય મુસ્લિમ વ્યુ પોઈન્ટ; નોટ બાય ફેક્ટ.’
એટલે આ જગત ભગવાને બનાવેલું છે નહીં. આ જગતમાં ભગવાન એવી વસ્તુ એક છે નહીં, આ તો “ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ છે. અને “ધી વર્લ્ડ ઈઝ ધી પઝલ ઇટસેલ્ફ.” ‘ઇસેલ્ફ પઝલ’ થયેલું છે આ. એ ‘પઝલ' કેવી રીતે થયેલું છે એ અમે જોઈને બોલીએ છીએ, એ તત્ત્વો આમ બધાં ભેગાં થાય છે ત્યારે એમાં બે તત્ત્વોને લઈને આ ‘જે' ઉત્પન્ન થયેલું છે, ‘તે’ જ્ઞાન કરીને નાશ થઈ જાય છે. અજ્ઞાને કરીને ઊભું થયું છે, અજ્ઞાન એટલે વિશેષભાવ, એટલે