________________
આપ્તવાણી-૮
૫૪
આપ્તવાણી-૮
તો તમે ને હું સામસામે પણ ના દેખાય. એવું બને કે ના બને ?
પ્રશ્નકર્તા : હા, બને.
દાદાશ્રી : હા, તે ધુમ્મસ પડે છે તેથી દેખાતું બંધ થઈ જાય છે. એવું આ આત્માને સંજોગોરૂપી ધુમ્મસ પડેલી છે, એટલા બધા સંજોગો ઊભા થાય છે ! અને પેલી ધુમ્મસ કરતાં તો આ અનંત જાતનાં પડ છે. એ એટલાં બધાં ભયંકર આવરણો છે, તે એને ભાન થવા દેતું નથી. બાકી, આત્મા કશું આવ્યો ય નથી ને ગયો ય નથી. આત્મા પોતે જ પરમાત્મા છે ! પણ ભાન જ થવા દેતું નથી, એ ય અજાયબી છે ને ! અને એ ‘જ્ઞાની’એ જોયેલું છે, જે છૂટાં થયા છે એમણે જોઈ લીધું છે !!!
એટલે આ બધા બુદ્ધિના પ્રશ્નો છે. પ્રશ્ન માત્ર બુદ્ધિના છે, ને બુદ્ધિ ખલાસ થાય ત્યારે આ જ્ઞાન થાય એવું છે ! લોક તો કહે છે, ‘આની આદિ કઈ ?” અલ્યા, આદિ શબ્દ તું ક્યાંથી શીખી લાવ્યો ? એ બધા વિકલ્પ છે, ‘જ્ઞાની'ઓએ આમના વિકલ્પો શમાવવા માટે એમ કહ્યું કે, અનાદિ-અનંત છે !'
પ્રશ્નકર્તા: ‘અનાદિ-અનંત’નો અર્થ ના સમજાયો.
દાદાશ્રી : અનાદિ-અનંત એટલે શું ? કોઈ પણ વસ્તુ ગોળ હોય ને, તેની શરૂઆત જડે નહિ અને અંતે ય ના જડે ! આ માળામાં અંત જડે ખરો ? શરૂઆત પણ ના જડે ને ? એટલે એને અનાદિ-અનંત કહ્યું. લોકોને એમની ભાષામાં સમજણ પાડવી પડે ને ?
બાકી, એવું કશું બનતું જ નથી. અત્યારે પણ પોતે પરમાત્માપદમાં જ છે, પણ એને ભાન નથી. આ સંજોગોના ‘પ્રેસરને’ લઈને ભાન જતું રહ્યું છે. અત્યારે કોઈ ‘કલેક્ટર’ હોય, પણ ભાન જતું રહ્યું હોય ત્યારે આપણે પૂછીએ કે, ‘તમે કોણ છો ?” પણ એને પોતાનું ભાન ના હોય તો શું જવાબ આપે ?! અહીં જીવતા માણસને ભાન જતું રહે છે ને ? એવું આ ભાન બિલકુલ જ નથી રહ્યું. લોકોએ એમ કહ્યું તેમ અસરો થતી ગઈ, થતી ગઈ, ને તે પ્રમાણે માન્યું છે બધું !
સતાતતની શરૂઆત તે શી ? પ્રશ્નકર્તા : આત્માને કોણે બનાવ્યો ?
દાદાશ્રી : એને કોઈએ બનાવ્યો નથી. બનાવ્યો હોય ને તો તેનો નાશ થાય. આત્મા એ નિરંતર રહેનારી વસ્તુ છે, એ સનાતન તત્ત્વ છે. એનું ‘બીગિનિંગ’ થયું જ નથી. એનો કોઈ બનાવનાર નથી. બનાવનાર હોય તો તો બનાવનારનો ય નાશ થાય અને બનનારનો ય નાશ થાય.
પ્રશ્નકર્તા : આત્મા જેવી વસ્તુ શા માટે ઉત્પન્ન થઈ છે ?
દાદાશ્રી : એ ઉત્પન્ન જેવું થયું જ નથી. આ જગતમાં છ તત્ત્વો છે, તે તત્ત્વો નિરંતર પરિવર્તન થયા જ કરે છે ને પરિવર્તનને લઈને આ અવસ્થાઓ બધી દેખાય છે. અવસ્થાઓને લોક જાણે છે કે, “આ મારું સ્વરૂપ છે.’ એ અવસ્થાઓ વિનાશી છે અને તત્ત્વ અવિનાશી છે. એટલે આત્માને ઉત્પન્ન થવાનું હોતું જ નથી.
પ્રશ્નકર્તા એટલે એકલા આત્માને જ મોક્ષે જવાનું છે, બીજા બધાને કંઈ લાગતું નથી ?
દાદાશ્રી : આત્મા મોક્ષસ્વરૂપ જ છે, પણ આમાં આ બીજા તત્ત્વોનું દબાણ આવ્યું છે. તે તત્ત્વોમાંથી છૂટે એટલે મોક્ષ થાય ! ને પોતે મોક્ષ સ્વરૂપ જ છે. પણ અજ્ઞાને કરીને માન્યા કરે છે કે “હું આ છું, હું આ છું’, ને એથી ‘રોંગ બિલીફો'માં ફસાયા કરે છે ! અને જ્ઞાન કરીને છૂટે.
વ્યવહાર સશિતી અકબંધ વ્યવસ્થા ! પ્રશ્નકર્તા : નવા નવા આત્માઓ દુનિયામાં આવતા હશે કે જેટલા છે તેટલા જ આત્મા આ દુનિયામાં છે ?
દાદાશ્રી : તમે એવું પૂછવા માંગો છો કે આ મનુષ્યો વધી ગયા તે ક્યાંથી નવા આવતા હશે ?
પ્રશ્નકર્તા : ના, એમ નહીં. આ તો પહેલો આરો, બીજો આરો એમ બધા આરા થાય છે, તો તે વખતે જેટલા આત્મા હતા એ બધા જ આત્મા