________________
આપ્તવાણી-૮
સંયોગોને લીધે થયેલું છે અને તેથી ‘બિલીફ’ આખી બદલાઈ ગઈ છે. ‘સ્વરૂપ’ તો તેનું તે જ છે, પણ ‘બિલીફ’ બદલાઈ છે કે આ શું થઈ ગયું ?! આ ચકલી અરીસાને ચાંચો નથી મારતી ? ચકલી અરીસામાં ચાંચો મારે છે ને ? હવે માણસ એવું ના મારે. કારણ કે એ જાણે છે કે આ તો મારો જ ફોટો છે. પણ ચકલીની ‘બિલીફ’ બદલાઈ છે કે આ બીજી ચકલી આવી છે એટલે એને ચાંચો માર માર કરે છે. પણ બહુ દહાડા અનુભવ થાય ને એટલે પછી એ ‘બિલીફ’ તૂટી જાય. એવી આ ‘બિલીફ’ જ બદલાયેલી છે. આખી ‘બિલીફ’ જ ‘રોંગ’ થઈ ગઈ છે, એટલે અહંકાર ઊભો થઈ ગયો ને એટલે બુદ્ધિ ઊભી થઈ ગઈ. અને બુદ્ધિ ઊભી થઈ ગઈ એટલે બુદ્ધિના આધારે, બુદ્ધિની ‘લાઈટે’ ચાલે છે, ને પેલું મૂળ ‘લાઈટ’ બંધ થઈ ગયું. એટલે આ ગૂંચાયું છે બધું ! આત્મામાં કશો ફેરફાર થયો નથી. આત્માનું બગડ્યું ય નથી કે આત્માને કશી અસરે ય થઈ નથી.
૫૧
માણસ બહાર નીકળે છે, તે પડછાયો પાછળ પાછળ ફરે છે ને ? આ બધું પડછાયાના જેવું જ છે. કોઈક માણસ પડછાયામાં આમ આમ કરે, એક આંગળી ઊંચી કરે, બે આંગળી ઊંચી કરે, આમતેમ જોયા કરે, તો આપણે ના સમજીએ કે આનું મગજ જરા ગાંડું થઈ ગયું છે ? એવું પાછું પોતાનું ભાન થાય એટલે કશું બન્યું ના હોય તેમ સંજોગોમાંથી છૂટી જાય છે પછી. એટલે આ સંજોગો ભેગા થયા છે, બીજું કશું નથી. અને પડછાયો કાઢી નાખવા માટે રોડ ઉપર દોડદોડ કરે તો પડછાયો જતો રહે ? ના. એ તો આમ દોડે તો પાછળ દેખાય, નહિ તો આમનો ફરે તો ય પાછો દેખાય. તે પેલો ગમેતેમ પાછો ફરે ને તો ય કંઈનું કંઈ દેખાયા જ કરે ને ? એટલે પડછાયો એને છોડે નહિ. હવે એને કોઈ બતાવે કે ‘તું ઘરમાં પેસી જાને’ તો પડછાયો બંધ થઈ જશે !
એટલે આ તો ખાલી ‘બિલીફ’ ‘રોંગ’ થઈ ગયેલી છે, બાકી બીજું કશું છે નહીં. આત્માએ કર્મ બાંધ્યાં નથી ને આ તો બધું ઠોકાઠોક ચાલેલું છે. કર્મ બાંધે તો તો આ એનો કાયમનો સ્વભાવ થઈ જાય અને કાયમનો સ્વભાવ પછી જાય જ નહીં. આ તો બધી અવળી સમજણ ઠોકી બેસાડેલી છે. ભગવાને કહ્યું જુદું ને લોકો સમજ્યા જુદું. ભગવાને કહેલાનો એક અક્ષરે ય લોક સમજી શકતાં નથી અત્યારે ! કશું છૂટતું નથી ને પાર
આપ્તવાણી-૮
વગરની ચિંતા-ઉપાધિઓ એને અસર કર્યા જ કરે છે. ‘જ્ઞાનીપુરુષ’ જાણે કે આ બધું શું છે ! મહાવીર ભગવાન જાણતા હતા, પણ કહે શી રીતે ? ખુલ્લું ના કહેવાય. આટલાંક જ માણસો વચ્ચે હું ખુલ્લું કહું, પણ પાંચસો માણસો વચ્ચે ખુલ્લું ના કહેવાય. આપણે બંધાયેલાને કહીએ કે, ‘તું મુક્ત જ છે', તો શી દશા થાય બિચારાની ? એનાં અનુભવમાં આવે નહીં ને ઊંધું કરે !
પર
આ ચકલીને અરીસામાં કશું કરવું પડે છે ? અરીસાનો સંયોગ ભેગો થયો કે મહીં ચકલી ઊભી થઈ જાય. આંખો, ચાંચ બધું સાથે, ને બહારવાળી ચકલી જેવું કરે એવું જ મહીંવાળી ચકલી કરે. એવું આત્મા સંજોગોથી ઘેરાયેલો છે ! જેમ સૂર્યનારાયણના સંજોગથી પડછાયો ઊભો થાય છે તેમ આ તો સંજોગથી ‘પોતાનું સ્વરૂપ’ ઊંધું દેખાય છે. બાકી આ બધા સંજોગથી કોઈ છૂટા થયેલાં હોય તે આપણને મુક્ત કરી આપે, બીજો કોઈ મુક્ત કરી આપે નહીં. એ પોતે જ બંધાયેલો, શી રીતે મુક્ત
કરી આપે ?!
આત્મા ક્યાંથી આવ્યો ? તે આ ‘રીલેટિવ’માં મારે કહેવું પડ્યું કે આત્મા સમસરણ માર્ગમાં છે. માર્ગે જતાં આ જાતજાતના સંયોગો ભેગા થાય છે, તે સંયોગોના દબાણથી જ્ઞાન વિભાવિક થયું. બીજું કશું આત્માએ કર્યું જ નથી. આ તો જ્ઞાન વિભાવિક થયું ને એટલે જેવો ભાવ થયો તેવો આ દેહ ઘડાઈ ગયો. એમાં આત્માને કશું કરવું પડ્યું નથી. પછી જેવો કલ્પે એવો થઈ જાય; કલ્પે એવો થઈ જાય અને પછી ગૂંચાયું ! પછી કાયદેસર આવી ગયું; ‘વ્યવસ્થિત'ના નિયમમાં આવી ગયું. પછી ‘બેટરી’માંથી ‘બેટરી’, ‘બેટરી’માંથી ‘બેટરી’ એમ ‘સાયકલ’ ચાલી. જયારે ‘જ્ઞાની પુરુષ' ‘બેટરી’ છોડાવડાવે ત્યારે છૂટકારો થાય. આ મન-વચન-કાયાની ત્રણ ‘બેટરી’ ખસેડી નાખે એટલે આવી ‘બેટરી’ ‘ચાર્જ’ ના થાય અને જૂની ‘બેટરી’ ‘ડિસ્ચાર્જ’ થયા કરે !
આથી ‘જ્ઞાતીઓ’એ કહ્યું, અતાદિ-અનંત !!
આ તો આત્માને એવા સંજોગ ભેગા થયા છે ! આ જેમ અત્યારે આપણે અહીં બેઠા છીએ, ને બહાર નીકળી એ તો એકદમ ધુમ્મસ વરસે