________________
આપ્તવાણી-૮
આપ્તવાણી-૮
દાદાશ્રી : “ઈલેક્ટ્રિકલ બોડી’ હોય તો જ ‘ચાર્જ થાય, નહીં તો આ “ઈલેક્ટ્રિકલ બોડી’ ના હોય તો આ કશું ચાલે જ નહીં. ‘ઈલેક્ટ્રિકલ બોડી’ હોય ને આત્મા, હોય ના તો ય કશું ના ચાલે. આ બધાં સમુચ્ચય ‘કોઝિઝ' છે.
પ્રશ્નકર્તા : જ્યારે જીવ મરી જાય છે ત્યારે તૈજસ શરીર કેવી રીતે એની સાથે જાય છે ?
દાદાશ્રી : તેજસ શરીર ક્યાં સુધી હોય ? કર્મની સિલક હોય ત્યાં સુધી, કર્મની સિલક ખલાસ થઈ ગઈ કે તેજસ શરીર ના આવે. એટલે એ આખા ભવપયત ઠેઠ સુધી રહે છે. દરેક જીવમાત્રમાં, ઝાડમાં, બધાંમાં તેજસ શરીર હોય છે, એ તેજસ શરીર ના હોય તો એનું ગાડું શી રીતે ચાલે ? તેજસ શરીરને અંગ્રેજીમાં કહેવું હોય તે ‘ઈલેક્ટ્રિકલ બોડી’ કહેવાય. અને ‘ઈલેક્ટ્રિસિટી’ વગર તો આ ઘરમાં ચાલે એવું જ નથી ને આંખે દેખાય જ નહિ. ‘ઈલેક્ટ્રિસિટી’ બંધ થઈ ગઈ કે થઈ રહ્યું, બધું ખલાસ થઈ જાય !
એવું છે ને, આ પાણી હોય ને નીચે સ્ટવ સળગાવો, તો શેર પાણી હોય તો ય ખલાસ થઈ જાય ને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : આ પાણી એ સ્થૂળ સ્વરૂપ છે ને જે ઊડી જાય છે એ સૂક્ષ્મ સ્વરૂપ છે. એવી રીતે આ દેહ જે સ્થૂળ સ્વરૂપ છે તે આપણને દેખાય, પેલું સૂક્ષ્મ સ્વરૂપ આપણને દેખાય નહીં. પણ પેલું સૂક્ષ્મ શરીર એ આના જેવું ને જેવું જ છે, બીજુ કશું ફેર જ નથી. સૂક્ષ્મ શરીર એટલે જ ‘ઈલેક્ટ્રિકલ બોડી !'
પ્રશ્નકર્તા : પણ જે વખતે જીવ જાય છે તે વખતે કાશ્મણશરીર ને તેજસ શરીર એની સાથે કેવી રીતે જાય છે ? બીજા સાથે કેમ ના જાય ?
દાદાશ્રી : જે પાણી આપણે બાળ્યું ને, એ પાણીમાં જ ‘હાઈડ્રોજન ને ‘ઓક્સિજન” બેઉ ભેગું ઊડે ને ! પછી એ ય છૂટું પડી જાય. પણ ઊડે ત્યારે બેઉ સાથે ઊડે. પણ પાછું છૂટું પડે ને પાછું ભેગું થાય. આ હિસાબ છે. કર્મના હિસાબે ‘ઇલેક્ટ્રિકલ બોડી’ ચોંટેલું જ રહે છે. એટલે
બીજી ભેળસેળ ના થાય. એ ‘ઇલેક્ટ્રિકલ બોડી’ આખા ભવપર્યત એક જ રહે છે અને એમાં બહારનો બીજો કોઈ એને અડે નહીં. જેમ આ શરીરમાં બીજું શરીર અડવા દેતું નથી તેવું પેલું સૂક્ષ્મ શરીરનું છે, આ સ્થૂળ શરીર આંખે દેખાય છે અને સૂક્ષ્મ શરીર આંખે ના દેખાય એવું હોય છે, બીજો કોઈ ‘ડિફરન્સ’ નથી. એમાં આકાર બધું એવું, ફક્ત આ સ્થૂળ દેહ દેખાય ને પેલું સૂક્ષ્મ શરીર ના દેખાય એટલું જ. એટલે એમાં કશું ભેળસેળ થાય નહીં, આ સૂક્ષ્મ શરીર બીજાને ભેગું થાય નહીં. આમાં ય મમતા છે ને, એવી ત્યાં આગળ સૂક્ષ્મદેહમાં ય મમતા છે, બધું જ છે !!
એવું છે કે, જ્યાં સુધી સંસાર અવસ્થા છે ત્યાં સુધી સૂક્ષ્મ શરીર જોડે રહે જ. સંસાર અવસ્થા એટલે ભ્રાંતિની અવસ્થા. એ છે ત્યાં સુધી સૂક્ષ્મ શરીર રહે છે.
પ્રશ્નકર્તા : તો સૂક્ષ્મ દેહમાં આત્મા છૂટો છે કે બંધાયેલો છે ?
દાદાશ્રી : છૂટો જ છે, બંધાયેલો નથી. વ્યવહાર આત્મા બંધાયેલો છે અને ખરેખર આત્મા બંધાયેલો નથી. વ્યવહારમાં તમે ઉપયોગમાં લો છો એ આત્મા બંધાયેલો છે.
પ્રશ્નકર્તા : આ જે જન્મ લે છે ફરીથી, એ સૂક્ષ્મદેહ લે છે ને ?
દાદાશ્રી : હા, એટલે આપણે આ અહંકાર લે છે એમ કહો ને ! સૂક્ષ્મ દેહને તો ઓળખતા નથી, કોઈ દહાડો સૂક્ષ્મ દેહ જોયું નથી. સૂક્ષ્મ દેહ શબ્દ બોલતાં શીખેલા એ તો ચોપડીમાં વાંચીને. એટલે અહંકાર જ જન્મ લે છે, એમ કહો ને ! અહંકારને ઓળખો કે ના ઓળખો ? અહંકાર જ દેહ ધારણ કરે છે ફરી ફરી. એક વ્યવહાર આત્મા છે અને એક ખરો આત્મા છે. ખરો આત્મા બંધાયેલો નથી, એ ચોખ્ખો જ છે.
એટલે અહંકારની જ ભાંજગડ છે આ. અહંકાર જતો રહે તો મોક્ષ થઈ જાય. બસ, આટલી ટૂંકી વાત સમજણ પડશે ને ?
સૂક્ષ્મદેહ એ જે કહો છો તે, એ જ બીજા અવતારમાં જાય છે. એ તો પુરાવો આપણને સમજણ પડે ને ? બાકી સૂક્ષ્મને તો શી રીતે ઓળખો ? સૂક્ષ્મ વસ્તુ જુદી છે, એ તો ‘જ્ઞાની'ઓ જાણે. આ તો આપણાં