________________
આપ્તવાણી-૮
૩૯
આપ્તવાણી-૮
આ દેહ ‘ચાર્જ થયેલો છે. દેહમાં ચેતન છે જ નહિ. ચેતન તો મહીં અંદર છે, ચેતન આત્મામાં જ છે. દેહ તો ‘ચાર્જ થયેલું ચેતન છે !
માણસમાં ઊંઘવાની ય શક્તિ નથી, જાગવાની ય શક્તિ નથી, જવાની ય શક્તિ નથી, આવવાની ય શક્તિ નથી, કોઈ પણ પ્રકારની શક્તિ એનામાં નથી. મનુષ્યમાં ફક્ત ‘ચાર્જ' કરવાની શક્તિ છે અને તે ય પોતાની સ્વતંત્ર શક્તિ નથી, એ ‘ડિસ્ચાર્જ'ના ધક્કાથી ‘ચાર્જ થઈ જાય છે ! જો ‘ચાર્જ કરવાની એની સ્વતંત્ર શક્તિ હોત ને, તો તો પછી કોઈ દહાડો મોક્ષે જઇ શકત જ નહિ. કારણ કે પછી એ ગુનેગાર ગણાય અને ગુનેગાર થયો એટલે મોક્ષે જઇ શકે નહિ.
આ તો પોતાને એમ લાગે છે કે ‘હું કરું છું !' પણ એ ‘ડિસ્ચાર્જના ધક્કાથી થાય છે, બહુ દબાણ આવે એટલે પછી ‘ચાર્જ થઇ જાય છે એટલે મુખ્ય અજ્ઞાનતા નડે છે ! જો અજ્ઞાનતા જાય તો મુક્તિ હાથવેંતમાં છે !!
કારણો' થયે પરિણામે પરિભ્રમણ ! પ્રશ્નકર્તા : મરણ પછી આત્માની કેવી સ્થિતિ હોય છે !
દાદાશ્રી : અત્યારે છે એવી ને એવી જ સ્થિતિ હોય છે. એની સ્થિતિમાં કંઈ ફેર પડવાનો નથી. ફક્ત અહીંથી મરે ત્યારે આ સ્થળ દેહ છોડી દે છે, બીજું કશું છોડતો કરતો નથી. બીજા સંયોગો જોડે જ લઇ જાય છે. બીજા ક્યા સંયોગ ? ત્યારે કહે, ‘કર્મો બાંધ્યાં છે ને તે, પછી ક્રોધ-માન-માયા-લોભ અને સૂક્ષ્મ શરીર, એ બધું જોડે જ જવાનું. આ સ્થળ દેહ એકલો અહીં પડી રહે છે. આ કપડું નકામું થયું એટલે છોડી દે છે.
પ્રશ્નકર્તા : અને બીજો દેહ ધારણ કરે છે ?
દાદાશ્રી : હા, બીજું કપડું બદલે છે ફક્ત, બીજો કશો ફેરફાર થતો નથી. કારણ કે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી બીજ નાખ્યા જ કરે, બીજ નાખ્યા પછી જ આગળ ચાલે, અને જ્ઞાન થાય પછી છુટકારો થાય. ‘પોતે કોણ છે” એનું ભાન થાય ત્યારે છૂટકારો થાય !
મૃત્યુ પછી જન્મ ને જન્મ પછી મૃત્યુ છે. બસ, આ નિરંતર ચાલ્યા
જ કરે છે. હવે આ જન્મ ને મૃત્યુ કેમ થયેલાં છે ? ત્યારે કહે, ‘કોઝિઝ એન્ડ ઇફેક્ટ, ઈફેક્ટ એન્ડ કોઝિઝ'; કારણો અને કાર્ય, કાર્ય અને કારણએમાં જો કારણોનો નાશ કરવામાં આવે તો આ બધી ‘ઇફેક્ટ બંધ થઈ જાય, પછી નવો જન્મ ન લેવો પડે !”
અહીં આગળ આખી જિંદગી ‘કોઝિઝ’ ઊભાં કરેલાં હોય એ તમારાં ‘કોઝિઝ” કોને ત્યાં જાય ? અને ‘કોઝિઝ’ કરેલાં હોય એટલે એ તમને કાર્ય ફળ આપ્યા વગર રહે નહીં. ‘કોઝિઝ' ઊભાં કરેલાં, એવું તમને પોતાને સમજાય ?
દરેક કાર્યમાં ‘કોઝિઝ' ઊભાં થાય છે. તમને કોઈએ નાલાયક કહ્યું તે તમને અહીં ‘કોઝિઝ’ ઊભાં થાય કે ‘તારો બાપ નાલાયક છે.’ એ તમારું ‘કોઝિઝ' કહેવાય. તમને ‘નાલાયક' કહે છે એ તો કાયદેસર કહી ગયો અને તમે એને ગેરકાયદેસર કર્યું એ ના સમજાયું આપને ? કેમ બોલતા નથી ?
પ્રશ્નકર્તા : બરોબર છે.
દાદાશ્રી : એટલે ‘કોઝિઝ’ આ ભવમાં થાય છે, એની ‘ઇફેક્ટ’ આવતે ભવ ભોગવવી પડે છે !
આ તો ‘ઇફેક્ટિવ’ મોહને ‘કોઝિઝ” મોહ માનવામાં આવે છે. તમે એવું ફક્ત માનો જ છો કે ‘હું ક્રોધ કરું છું.’ પણ આ તો તમને ભ્રાંતિ છે ત્યાં સુધી જ આ ક્રોધ છે. બાકી, એ ક્રોધ છે જ નહિ, એ તો ‘ઇફેક્ટ' છે. અને ‘કોઝિઝ” બંધ થઇ જાય એટલે ‘ઇફેક્ટ’ એકલી જ રહે છે અને ‘કોઝિઝ’ બંધ કર્યો એટલે ‘હી ઇઝ નોટ રીસ્પોન્સિબલ ફોર ઈફેક્ટ’ અને ‘ઇફેક્ટ’ એના ભાવ બતાવ્યા વગર રહેવાની જ નથી.
ભવ પરિભ્રમણ ભાંગે “જ્ઞાતી' ! હકીકત સ્વરૂપમાં શું છે ? મૂળ આત્મા જે છે, યથાર્થ આત્મા, એ શુદ્ધ ચેતન છે અને એ જ પરમાત્મા છે, ને જગત આખું જેને ચેતન માને છે તે નિશ્રેતન ચેતન છે. લોખંડનો ગોળો તપ્યો હોય તે અગ્નિ જેવો થાય,