________________
આપ્તવાણી-૮
૨૮
આપ્તવાણી-૮
કલાકમાં ‘સેલ્ફ રીયલાઇઝ’ કરી આપીશું. આ બાવા થઈને હિમાલયમાં જવાનું નથી. અહીં તો હેય, ખાઈ-પીને મોજ કરવાનું ને “સેલ્ફ’નું રીયલાઇઝ’ રહે !
પ્રશ્નકર્તા : પણ એવું કહે છે ને, કે આત્મા દરેક વખતે મનુષ્ય દેહ જ ધારણ કરે છે
દાદાશ્રી : ના, ના, ના. એ તો બધા લોકોએ કહેલું ખરું કે મનુષ્યમાંથી મનુષ્ય જ થાય , એવું લોકોએ આશ્વાસન આપ્યું કે જેમ ઘઉંમાંથી ઘઉં થાય છે તેમ મનુષ્યમાંથી મનુષ્ય થાય છે. એટલે લોકો જાણે કે ‘ઠીક છે, મનુષ્ય થવાના છીએ ત્યારે તો વાંધો જ નથી ને ! એટલે જેટલી લાંચ લેવી હોય એટલી લઈ લો, જેટલી ચોરી કરવી હોય એટલી ચોરી કરી લો ? પણ એ એવું નથી.
અહીં તો કાયદો એ છે કે જેણે અણહક્કનું લીધું, તેને બે પગના ચાર પગ થશે. પણ તે ય કાયમનું નથી. વધારેમાં વધારે બસ્સો વર્ષ અને બહુ ત્યારે સાત-આઠ અવતાર જાનવરમાં જાય અને ઓછામાં ઓછો તો પાંચ જ મિનિટમાં જાનવરમાં જઈને પાછો મનુષ્યમાં આવી જાય. કેટલાક જીવ એવા છે કે એક મિનિટમાં સત્તર અવતાર બદલાય, એટલે એવાં ય જીવ છે. માટે જાનવરમાં ગયાં એ બધાંયને સો-બસ્સો વર્ષનું આયુષ્ય નહીં મળવાનું.
પ્રશ્નકર્તા : મનુષ્યગતિના જીવો આ કારણ શરીર, કષાયો સાથે લઈને જાય. પણ નીચલી ગતિના જીવો શું લઈને આવે ?
દાદાશ્રી : એવું છે ને, એ તો ‘લોડ’ ઉતારવા ગયા છે. જે ‘લોડ” ભેગો કર્યો હતો ને, જે દેવું કર્યું હોય તે દેવું ઉતારવા જવું પડે. અને લેણું કર્યું હોય તો લેણું ઉતારવા જવું પડે. ‘ક્રેડિટ’ કર્યું હોય તો દેવગતિમાં જવું પડે, અગર તો અહીં મનુષ્યમાં રાજા થવું પડે. અને દેવું કર્યું હોય તો બળદ થઈને આપણે વાળવું પડે. ભેંસ થઈને વાળવું પડે, કૂતરું થઈને વાળવું પડે. હવે કેટલાકને એ દેવું એક અવતારમાં પુરું ના ય થાય, તે કૂતરાનો અવતાર પૂરો થાય તો ય પાછું દેવું બાકી હોય તો પાછો ગધેડાનો અવતાર આવે. પછી દેવું બાકી હોય તો પાછો શિયાળનો અવતાર આવે. પણ એ આઠ
જ અવતાર આવે. નવમો અવતાર ના આવે એવો. આઠ અવતારમાં એનું દેવું પૂરું થઈ જાય, અને પછી પાછો મનુષ્યમાં આવે. - માણસ અહીંથી મરી જાય, ત્યારે એની પાછળ લઈ જનારા માણસો, એવા ચાર-પાંચ નિષ્પક્ષપાતી માણસ હોય. તેની વાત સાંભળો. પક્ષપાતી એટલે, એનાં ઘરનાં માણસો ય પક્ષપાતી કહેવાય અને વિરોધી માણસો ય પક્ષપાતી કહેવાય. પેલા વિરોધી માણસો વિરોધી બોલે અને ઘરના માણસો સારું બોલ બોલ કરે. અને નિષ્પક્ષપાતી માણસ હોય તે બોલે કે ‘ભઈ, આ તો દેવ જેવો માણસ હતો.’ તે એ જ એની ગતિ કહી આપે છે. અને કેટલાકને માટે લોકો કહેશે, “અરે, એ રાક્ષસ જેવો હતો.’ જેવા અભિપ્રાય અહીં આગળ લોક બાંધે છે, એ જ એની ગતિની નિશાની !
મોક્ષની જરૂર તો કોને, કે... પ્રશ્નકર્તા : એક માણસ મરી ગયો પછી એને બીજો દેહ તરત જ મળે છે તો પછી લોકો મોક્ષને માટે શા માટે પ્રયત્ન કરે છે ?
દાદાશ્રી : જેને આ સંસારની ચિંતા થતી હોય અને એ ચિંતા ના ગમતી હોય, સહન ના થતી હોય તેને માટે મોક્ષની જરૂર છે. જેને આ ચિંતા ગમતી હોય તેને તો મોક્ષની કંઈ જરૂર જ નથી ને ! એટલે દરેકને મોક્ષની જરૂર જ નથી. આ ફોરેનવાળાને ચિંતા સહન થાય છે, એમને મોક્ષની જરૂર જ નથી. આપણે અહીંના અમુક માણસોને ચિંતા સહન થાય છે, તો એમને ય મોક્ષની જરૂર નથી. બાકી જેને ચિંતા સહન થતી ના હોય, જેને અહીં સંસારમાંથી ભાગી છૂટવા જેવું લાગતું હોય, તેમને મોક્ષની જરૂર છે.
આવા રહ્યા નિયમ કુદરતતા !! પ્રશ્નકર્તા : મૃત્યુ પછી દરેક જીવને જન્મ હોય ?
દાદાશ્રી : કોઈ પણ જીવને મૃત્યુ પછી જન્મ જ હોય. મૃત્યુ પછી કોઈક જ, જે ‘જ્ઞાની પુરુષ' હોય અને જેને પ્રવૃત્તિમાં ય નિવૃત્તિ હોય તેને મુક્તિ છે !