________________
આપ્તવાણી-૮
ને ?
૨૮૭
શુદ્ધતાતી શંકા શમે શી રીતે ?
પ્રશ્નકર્તા : પુદ્ગલ અને આત્મા જ્યારે જુદાં થાય ત્યારે મુક્ત થાય
દાદાશ્રી : પુદ્ગલને કશું લેવાદેવા નથી. આત્મા પોતાનું સ્વરૂપ સમજે, એનું ભાન થાય તો પ્રગટ થાય, ને એ ચાખે એટલે કામ થઈ ગયું. એટલે આત્માને ને પુદ્ગલને લેવાદેવા નથી. આ ‘ચંદુભાઈ’ તો આત્માની બહાર છે. આત્માથી તો કેટલે ય દૂર ગયા ત્યારે ‘હું ચંદુભાઈ છું’ એવું બોલે છે.
આખા સંસારકાળમાં આત્મા, આત્મા જ રહ્યો છે ને સહેજે ય ચાલ્યો નથી. છેક છેલ્લે જ્યારે મોક્ષે જવાનું થાય છે ને, તો ય ગતિસહાયક તત્ત્વ એને લઈ જાય છે. એમાં આત્મા, આત્મા જ રહે છે. મારું કહેવાનું કે આત્માને કશું અડચણ પડે એવું નથી, એવો આ સંસારકાળ છે. પણ એ તો મહીં અહંકાર ઊભો થાય છે, તે બધું વેઠે છે, શાતા વેદે છે ને અશાતા ય વેદે છે. એ વેદનથી ઊભું થયું છે આ બધું; રોંગ બિલીફ ઊભી થઈ છે. ‘આત્મા ફેરફાર નથી થયો, આત્મા કંઈ બગડ્યો નથી. અહીં અમે એની ભ્રાંતિ ઊડાડી દઈએ છીએ ને આત્મા તો આખો આપી દઈએ છીએ !'
કોઈ પૂછે કે, “મહાવીર ભગવાન જેવો આત્મા અજ્ઞાનીનો છે ?’ હા, દ્રવ્ય, ગુણ, પર્યાયથી સર્વથા. પણ એને જ્યાં સુધી અહંકાર જાય નહિ ત્યાં સુધી નિઃશંકતા ઉત્પન્ન થાય નહિ ને ! કારણ કે શંકા કરનારો જ અહંકાર છે. એટલે એ અહંકાર છે ત્યાં સુધી કોઈ જીવ નિઃશંક થઈ શકે નહિ ને એની શંકા જાય નહિ ! ‘જ્ઞાની પુરુષ’ સિવાય કોઈની શંકા જાય નહિ. ‘જ્ઞાની પુરુષ’ શંકા નિર્મૂળ કરી આપે તો એ નિઃશંક થાય !
‘દર્શત’ બદલાયું, ‘આત્મા' તહીં !
પ્રશ્નકર્તા : તો પછી આત્મા ઉપર બીજાં તત્ત્વો અસર કરી શકે ? દાદાશ્રી : કરે જ છે ને ! આ બધી બીજાં તત્ત્વોએ જ અસર કરી છે ને ! એટલે જ્યારે અહીંથી પોતે સિદ્ધક્ષેત્રમાં જાય છે કે જ્યાં બીજાં તત્ત્વો
આપ્તવાણી ૮
નથી, એટલે ત્યાં એની કશી અસર ના થાય. જ્યાં સુધી બીજાં બધાં તત્ત્વો છે ત્યાં સુધી અસર થયા કરે છે. પણ ‘જ્ઞાની પુરુષ’ એને અસરમુક્ત કર્યા પછી ‘એ’ મોક્ષે જતો રહે. છતાં આખા વ્યવહારકાળમાં ‘આત્મા' જરા ય બગડ્યો નથી. ફક્ત જે ભ્રાંતિ પડી ગઈ છે, જે દર્શન ઊંધું થઈ ગયું છે તે દર્શન ‘જ્ઞાની પુરુષ’ છતું કરી આપે, એટલે ‘એ’ અસરમુક્ત થઈ જાય ને પછી મોક્ષે ચાલ્યો જાય છે.
૨૮૮
હવે એ દર્શન કેવી રીતે ઊંધું થઈ ગયું છે ? આ ઉત્તર પ્રદેશમાં જઈએ, ત્યાં માંકડાં બહુ થાય છે. તેને પકડવા એ લોકો શું કરે છે ? એક સાંકડા મોઢાનો ઘડો હોય, એમાં ચણા નાખી અને ઝાડ નીચે મૂકી આવે. તે પછી માંકડા એ ચણા લેવા ઝાડ પરથી નીચે ઉતરે ને ચણા લેવા માટે ઘડામાં હાથ ઘાલે. તે ચણા લેતી વખતે હાથ ધીમે રહીને દબાવીને ઘાલે. પણ ચણા લીધા અને મુઠ્ઠી વાળી એટલે પછી હાથ બહાર નીકળે નહિ, પછી ચીસાચીસ કરી મૂકે. તો ય પણ એ હાથની મુઠ્ઠી ના છોડે ! એ શું જાણે ? કે મને મહીંથી આ કોઈકે પકડ્યો છે, એવું એને લાગ્યા કરે. મહીં હાથ ઘાલ્યો ત્યારે મેં ઘાલ્યો હતો, પણ હવે આ નીકળતું કેમ નથી ? માટે એને ભ્રાંતિ પડી જાય છે, સમજણની આંટી પડી જાય છે કે કોઈકે
મને પકડ્યો.' એટલે ચીસાચીસ કરે, પણ મુઠ્ઠી નથી છોડતો ! એવું આ લોકો, જગત આખું ય ચીસાચીસ કરે છે, પણ મુઠ્ઠી નથી છોડતું. તિવેડાતી રીતિ તોખી !
એવું છે, હંમેશાં આ દ્રષ્ટિ તો કેવી છે ? આમ બેઠાં હોય તો આપણને એક જ લાઈટને બદલે બે લાઈટ દેખાય. આંખ જરા આમ થઈ જાય તો બે દેખાય કે ના દેખાય ? હવે ખરેખર તો એક જ છે. છતાં બે દેખાય છે. આપણે રકાબીમાં ચા પીતાં હોઈએ તો ય ઘણી વખત રકાબીની અંદર એ સર્કલ હોય ને, તે બબ્બે દેખાય. એનું શું કારણ ? કે બે આંખો છે, એટલે બધું ડબલ દેખાય છે. આ આંખો ય જુએ છે અને પેલી મહીંલી આંખો ય જુએ છે. પણ તે મિથ્યાદ્રષ્ટિ છે. એટલે આ બધું ઊંધું દેખાડે છે. જો છતું દેખાડે તો બધી ઉપાધિ રહિત થાય, સર્વ ઉપાધિ રહિત થાય. વીતરાગ વિજ્ઞાન એવું છે કે સર્વ દુઃખોનો ક્ષય કરનારું છે,