________________
આપ્તવાણી-૮
૨૪૯
૨૫૦
આપ્તવાણી-૮
શું કહેવા માંગીએ છીએ કે આ દેહાધ્યાસનાં અનુભવ કરતાં આ અનુભવ ન્યારો વર્તે છે. એટલે એવો અનુભવ વર્યા પછી આત્મા પ્રાપ્ત થયો કહેવાય. નહીં તો અનુભવ વર્ચો જ ના હોય તો આત્મા કેમ કરીને પ્રાપ્ત થાય ? એટલે અનુભવ શબ્દને વચ્ચે મૂકવો પડે, “એને પોતાને સમજાવવા માટે. કારણ કે સીધો આત્મા કહેવાય નહીં. અત્યારે જે અનુભવ છે, દેહાધ્યાસનો, તેના કરતાં કંઈ નવી જ જાતના અનુભવ થાય ત્યારે મનમાં એમ થાય કે પેલા અનુભવ કરતાં આ જુદો અનુભવ છે અને તે આત્મઅનુભવ છે એવી ‘તમને’ ખાતરી થાય. તો પ્રતીતિ બેસે, નહીં તો પ્રતીતિ પણ ના બેસે.
પ્રશ્નકર્તા : આપણે વિચારો ને લાગણીઓ અનુભવીએ છીએ, પણ આત્માનુભવ એ આ બીજા બધા અનુભવ પારની સ્થિતિ હોવી જોઈએ ને ?
દાદાશ્રી : આ બીજા બધાં અનુભવની પારની સ્થિતિ જ છે. જેમ આ અનુભવ આ પાર છે, તો પેલો અનુભવ પેલી પારનો હોય. એટલે આમાનો એક અંશ એમાં ના હોય અને એમાંનું એક અંશ આમાં ના હોય. આત્માનો અનુભવ સાવ ન્યારો જ રહે. તદન જુદો જ, એમાં તો ફેર નહીં. છતાં ‘પહેલો અનુભવ થવો જોઈએ.’ એવું એટલાં જ માટે કહેવામાં આવે છે કે એને કંઈક પ્રતીતિ બેસવાનું કારણ મળે અને પ્રતીતિ બેસે કે આત્મા જેવી વસ્તુ છે અને તે પેલાં કરતાં કંઈ જુદું છે. નહીં તો ત્યાં સુધી વસ્તુનું અસ્તિત્વ પણ માન્ય ના થાય. એટલે અનુભવ તો થવો જ જોઈએ !
વાત ગેડમાં આવે ત્યાં..... હું જે કહેવા માંગું છું એની ગેડ બેસવી, એટલે હું શું કહેવા માગું છું એ ‘ફુલ્લી’ સમજમાં આવી જાય. અને ‘ટુ ધી પોઈન્ટ’ પહોંચી જાય, એને હું ગેડ પડી કહું છું. લોકો નથી કહેતા કે, ‘હજી ગેડ નથી બેસતી ?”
એટલે ‘હું’ સમજાવવા માગું છું, તે જ ‘વસ્તુ’ એને તે જ સ્વરૂપે સમજાઈ, એનું નામ ગેડ બેઠી કહેવાય. હવે મારું ‘વ્યુ પોઈન્ટ” જુદું, એનું ‘વ્યુ પોઈન્ટ” જુદું, એટલે ગેડ બેસતાં વાર લાગે ! પણ ગેડ બેસવી જોઈએ,
તો કામ થાય !
પ્રશ્નકર્તા : એટલે તમે શબ્દ વાપરો છો; વાત પહોંચવી જોઈએ.
દાદાશ્રી : હા. વાત પહોંચવી જોઈએ. એટલે આપણે કહીએ છીએ ને, કે વાત પહોંચતી નથી ‘એને’ ! એનું’ ‘લેવલ' થોડું ઊંચું આવે, મારું” “લેવલ” થોડું નીચું આવે, ત્યારે ‘એને’ વાત ‘ફીટ’ થઈ જાય. નહીં તો ‘હું' ઊંચેથી વાત બોલ બોલ કરું તો ય બરક્ત ના આવે, એટલે વાત ‘ફીટ’ કરવા માટે ‘લેવલ’ કરવાં પડે !
એટલે ગેડ બેઠાં વગર તો કોઈ કામ થાય જ નહીં. આમાં બધાંને ગેડ જ બેસે છે ને ! ગેડ બેઠી કે પછી ચાલુ થઈ ગયું !!
આત્મજ્ઞાત ‘જ્ઞાતી' કહેથી... પ્રશ્નકર્તા : આત્મજ્ઞાન કેવી રીતે મળે ?
દાદાશ્રી : આત્મજ્ઞાની પાસેથી આત્મજ્ઞાન મળે. ‘પ્રત્યક્ષ’ મળે તો આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય.
પ્રશ્નકર્તા : હા, પણ સાચા જ્ઞાનીને કેવી રીતે ઓળખી શકાય ?
દાદાશ્રી : એમને આપણે છંછેડીએ તો અહંકાર ઊભો ના થાય, મમતા ઊભી ના થાય, તો સાચાં જ્ઞાની છે.
અગર તો ‘જ્ઞાની પુરુષ'ને પૂછી જોયું કે આપનો મોક્ષ થઈ ગયો છે? એમ પૂછવું આપણે એમને. એટલે ખબર પડે આપણને ! આ શાક લેવા જઈએ, તો વાસી છે બે-ત્રણ દહાડાનું કે આ તાજું છે, એવું આપણને ખબર ના પડતી હોય તો આપણે એને પૂછીએ કે, ‘ભઈ, આ તાજું છે કે વાસી છે, તે કહે.' એવી રીતે આપણે ‘જ્ઞાની પુરુષ'ને પૂછીએ કે ‘આપનો કંઈ મોક્ષ થઈ ગયો હોય તો અમે તમારી પાસે બેસીએ, નહીં તો બીજી દુકાને જઈએ અહીંથી ! એક દુકાને બેસી બેસીને આખી જિંદગી જતી રહે નકામી. એનાં કરતાં અમે દુકાન બદલી નાખીએ !' પુછવામાં શો વાંધો છે ?