________________
આપ્તવાણી-૮
૨૧૩
૨૧૪
આપ્તવાણી-૮
એવું છે, આ વિચારણા છે ને, તે આત્મા પ્રાપ્ત કરતાં સુધી વિચારણા કરવાની છે અને પછી વિચારણા હોતી નથી. કારણ કે વિચારણા એ તો મનનો ધર્મ છે. એટલે આત્મધર્મ પામ્યા પછી મનોધર્મની જરૂર નથી. પછી તો દેહધર્મ, મનોધર્મ, બુદ્ધિના ધર્મ, અંતઃકરણના ધર્મ, કોઈ ધર્મની જરૂર નથી. કારણ કે પોતાનો સ્વધર્મ પ્રાપ્ત થયો !
પ્રશ્નકર્તા ઃ તો સ્વધર્મમાં આવ્યા પછી કઈ જરૂર છે ?
દાદાશ્રી : સ્વધર્મમાં આવ્યા પછી બીજા કશાની જરૂર જ નથી. આ બધા મહાત્માઓ સ્વધર્મમાં આવેલા છે. એટલે ‘આમને’ વિચારની જરૂર નથી. પણ જ્યાં સુધી સ્વધર્મમાં આવ્યો નથી ત્યાં સુધી વિચારની ય જરૂર છે.
પ્રશ્નકર્તા : કારણ કે કૃપાળુદેવે કહ્યું કે “કર વિચાર તો પામ.”
દાદાશ્રી : હા, ‘કર વિચાર તો પામ’ કહ્યું. પણ એ વિચાર બધા આવરણ છે. છતાં કૃપાળુદેવે કહ્યું છે એ બરોબર છે. એ વિચાર બહુ ઊંચા હોય છે, આ જગતનાં લોકો જે વિચાર કરે છેને એવા વિચાર નથી હોતા.
પ્રશ્નકર્તા : નહીં નહીં, એ નહીં, એકલા આત્માના જ વિચાર.
દાદાશ્રી : બસ, એકલા આત્મા સંબંધનાં જ વિચાર. અને તે પણ કેવા ? કે ‘લિંક તૂટે નહીં એવા હોય. એટલે આ વિચારધારામાં વિક્ષેપ ના પડે. એવા વિચારો હોય ત્યારે આત્માનું થોડું-ઘણું કંઈક સમજાય. બાકી આત્મા સમજવો બહુ અઘરો છે. અને “જ્ઞાની પુરુષ” મળે તો આત્મા સહેજમાં પ્રાપ્ત થાય એવું છે.
આ બધા “મહાત્માઓ’ આત્મા પ્રાપ્ત કરીને બેઠા છે. અને તમારો આત્મા આ બધાને દેખાય છે, દિવ્યચક્ષુથી તમારો આત્મા એ બધા જોઈ શકે છે.
સ્વધર્મ પ્રાપ્ત થયો એટલે મનોધર્મની જરૂર નહીં, કોઈ ધર્મની જરૂર નહીં, પછી દેહાધ્યાસ જ ના હોય ને ! દેહાધ્યાસ જ છૂટી ગયોને !
પ્રશ્નકર્તા : દેહાધ્યાસ તો હજુ અમને છૂટતો નથી. દાદાશ્રી : દેહાધ્યાસ એ દેહાધ્યાસથી શી રીતે છૂટે ? તમારે
દેહાધ્યાસ છોડવો છે અને તમે દેહાધ્યાસમાં છો, એટલે એ શી રીતે બને ? દેહાધ્યાસથી દેહાધ્યાસ જાય નહીં. કૃપાળુદેવે કહ્યું છે કે તરણતારણ થયા હોય એવા “જ્ઞાની” પાસે જજો, તો ઉકેલ આવશે !
“મોક્ષ' તા વર્તાવે, તે “મોક્ષદાતા' જ નહીં ! પ્રશ્નકર્તા : એ આત્મા જાણવાની કંઈ ચાવીઓ તો હશે ને ?
દાદાશ્રી : એની ચાવીઓ કશું ના હોય. એ તો ‘જ્ઞાની’ પાસે જઈ અને કહી દેવાનું કે, “સાહેબ, હું સાવ અક્કલ વગરનો મૂરખ માણસ છું. અનંત અવતારથી ભટક્યો, પણ આત્માનો એક અંશ, વાળ જેટલો મેં જાણ્યો નથી. માટે આપ મારી ઉપર આટલી કંઈક કપા કરો.” તો બસ, કામ થઈ ગયું. કારણ કે “જ્ઞાની પુરુષ’ એ તો મોક્ષનું દાન આપવા જ આવ્યા છે.
અને પછી લોક પાછા બૂમો પાડે કે, “તો અમારા વ્યવહારનું શું થાય?’ આત્મા જાણ્યા પછી જે બાકી રહ્યો એ બધો વ્યવહાર ગણાય અને વ્યવહાર માટે ય પાછું ‘જ્ઞાની પુરુષ' પાંચ આજ્ઞા આપે કે, ‘ભઈ, આ મારી પાંચ આજ્ઞા પાળજે. જા તારો વ્યવહારે ય શુદ્ધ અને નિશ્ચયે ય શુદ્ધ અને જોખમદારી બધી અમારી.”
અને મોક્ષ અહીંથી જ વર્તવો જોઈએ. અહીંથી મોક્ષ ના વર્તે તો એ સાચો મોક્ષ નથી. અહીં આગળ “મને ભેગા થયા પછી જો મોક્ષ તમને ના વર્તે તો એ ‘જ્ઞાની’ સાચા નથી ને એ મોક્ષે ય સાચો નથી, અહીં જ, આ પાંચમા આરામાં જ મોક્ષ વર્તાવો જોઈએ. અહીં જ આ કોટ-ટોપી સાથે મોક્ષ વર્તાવો જોઈએ. બાકી, ત્યાં તો વર્તાનું શું ઠેકાણું ? એટલે ‘જ્ઞાની પુરુષ' પાસે ‘પોતે' કેવી રીતે ‘આત્મા’ છે, એવું નક્કી કરાવી લેવાનું છે.
અતાદિથી “સ્વરૂપ’ તિર્ધારમાં જ ભૂલ! પ્રશ્નકર્તા: મને એમ લાગે છે કે આત્મસ્વરૂપનો નિર્ણય કરવામાં ઉતાવળ શું કામ કરવી ?
દાદાશ્રી : હા, ઉતાવળ કરવાની જરૂર નથી ! અહીં તો તમારે