________________
આપ્તવાણી-૮
૨૦૫
૨૦૬
આપ્તવાણી-૮
જોઈએ.
વૈજ્ઞાનિક દ્રષ્ટિથી તો શું છે, એ પણ તમને કહી દઉં ! વૈજ્ઞાનિક દ્રષ્ટિ તો શું કહે છે કે, ‘આ દુનિયામાં એક પણ પરમાણુ ઘટતું નથી. ગમે એટલું નાશ થયા કરે તો ય એક પરમાણુ ઘટતું નથી તેમ એક પરમાણુ વધતું નથી.’ પણ લોકોને ઘેર તો કપરકાબી તૂટી ગયાં એટલે કકળાટ થાય કે ના થાય ? કપડાં બળી ગયાં તો કકળાટ થાય ને ? આ ઘર બળી ગયું તો ય દુઃખ થાય કે ના થાય ? એટલે એને વિનાશી કહ્યું. એમાં આત્મા કંઈ બળતો નથી !!
પ્રશ્નકર્તા : વિનાશી એટલે ‘વેધર ઇટ ઇઝ ઓન્લી ચેન્જ ઓફ સ્ટેટ’ ?
દાદાશ્રી : વિનાશી એટલે અવસ્થાઓનો વિનાશ થાય છે. વસ્તુ વિનાશી નથી, તત્ત્વ વિનાશી નથી. પણ આ અવસ્થાઓ જે ઉત્પન્ન થાય છે એ અવસ્થાઓ નાશ થાય છે. જગતના લોકો પણ અવસ્થામાં જ ગૂંચાયેલા છે એટલે એમને વિનાશી જ કહેવું પડે.
આ લોકો જો ડૉકટર પાસે જાય, ને કહે ડૉકટર સાહેબ, ‘મને તાવ આવ્યો છે. હવે ત્યાં આગળ પેલો ડૉકટર કહેશે, “અવિનાશી છે.” એટલે થઈ રહ્યું, પેલાને તો બિચારાને ગભરામણ થઈ જાય. એટલે આપણે કહીએ કે, ‘તાવ વિનાશી છે, જતું રહેશે !” આપને સમજાયું હું શું કહેવા માગું છું તે ?
પ્રશ્નકર્તા : હા, હવે સમજાયું !
દાદાશ્રી : અવસ્થા માત્ર વિનાશી છે. એ અવસ્થાઓમાં જગત આખું રચેલું રહે છે. એ અવસ્થામાં રહેવાથી અસ્વસ્થ થાય છે. અવસ્થામાં પોતાનો’ મુકામ કરવાથી અસ્વસ્થ થાય છે. અને પોતાના સ્વરૂપમાં, ‘પરમેનન્ટમાં રહેવાથી સ્વસ્થ થાય.
એટલે વસ્તુની અવસ્થાઓ વિનાશી છે અને મૂળ વસ્તુ અવિનાશી છે. એ તો ‘જ્ઞાની પુરુષ' જ મૂળ તત્ત્વની વાત જાણે છે. પણ લોક તો અવસ્થામાં જ પડેલાં છે !
વિનાશી ધર્મમાં, “અવિનાશી'તી ભ્રાંતિ ! હવે જ્યાં સુધી માણસને ભ્રાંતિ છે, ત્યાં સુધી પેલું વિનાશી અને અવિનાશી એક રૂપે વર્તે. એક રૂપે વર્તે ત્યારે શું કરે ? “આ જાણું છું હું અને આ કરું છું હું એવું બોલે. એટલે બન્નેના ધર્મો ભેગા બોલે, વિનાશીના ધર્મો અને અવિનાશીના ધર્મો બન્ને ભેગું બોલે અને ભેગું બોલે, એનું નામ જ ભ્રાંતિ ! પછી ‘હું જ ચંદુભાઈ છું” એવું બોલે. ‘પોતે’ અવિનાશી હોવા છતાં ય પણ ‘પોતે’ ‘હું જ ચંદુભાઈ છું' એવું બેભાનપણાથી બોલે છે. એનું કારણ શું ? કે અવિનાશી અને વિનાશી બે એકત્ર થઈ ગયું છે, એકાકાર થઈ ગયું છે. એટલે એકાકારથી આ ભ્રાંતિ ઉત્પન્ન થઈ છે.
પ્રશ્નકર્તા : પણ એ ભ્રાંતિ તો અવિનાશીની જ બનાવેલી છે ને?
દાદાશ્રી : બનાવેલી કોઈએ નથી, અવિનાશી બનાવે નહીં આ. સમજ પડી ને ?! આ શ્રાંતિ તો વૈજ્ઞાનિક કારણોથી ઊભી થઈ ગયેલી છે. બાકી કોઈ ભ્રાંતિ બનાવે નહીં !
પ્રશ્નકર્તા : એ વ્યક્તિમાં વિનાશી અને અવિનાશી બન્ને સાથે હોય, તો જે વર્તન કરતા હોય એ તો અવિનાશીનું જ હોય ને ? કારણ કે અવિનાશીનું જ સામ્રાજ્ય ચાલે છે ને ?!
દાદાશ્રી : સામ્રાજ્ય અવિનાશીનું છે જ નહીં બિલકુલે ય ! વર્તને ય અવિનાશીનું નથી. આ તો સામ્રાજ્ય જ આખું વિનાશીનું છે. એટલા માટે અમે વિનાશી ને આ અવિનાશી, એમ બે ભાગ જુદા પાડી આપીએ. પાપો ભસ્મીભૂત કરીએ તો એ બે ભાગ જુદા પડે, તો પછી બને છૂટાં પડી જાય. પછી આત્મા જ્ઞાતા-દ્રષ્ટા રહે. એટલે અવિનાશી એના મૂળ સ્વભાવમાં આવી જાય અને વિનાશી જે છે એ આ ક્રિયામાં રહે. આ વિનાશીને જાણવાનો સ્વભાવ નથી. લાગણીનો કે એવો કોઈ સ્વભાવ આ વિનાશીમાં નથી. પછી વિનાશી છે તે આ ક્રિયાઓમાં રહે અને અવિનાશી જ્ઞાતાદ્રષ્ટા રહે, બેઉ પોતપોતાના સ્વભાવમાં રહે. અને આ ભ્રાંતિમાં તો શું કરે છે? ‘જાણું છું હું અને કરું છું હું', એટલે પછી આ ક્રોધ-માન-માયા