________________
આપ્તવાણી-૮
ને કે આ કાચ ભાંગી જશે ? આ ચશ્મા તૂટી જશે ? માટે તમે ‘પરમેનન્ટ’ છો. અને આ ચશ્મા એ ‘ટેમ્પરરી’ વસ્તુ છે. ‘પરમેનન્ટ’ વસ્તુ જ ‘ટેમ્પરરી’ને ‘ટેમ્પરરી’ સમજી શકે. બાકી એક ‘ટેમ્પરરી’ વસ્તુ બીજી ‘ટેમ્પરરી’ વસ્તુને ન સમજી શકે. ‘ટેમ્પરરી’ ‘ટેમ્પરરી’ને શી રીતે સમજી શકે ? માટે ‘પરમેનન્ટ’ હોય તો જ ‘ટેમ્પરરી’ને ‘ટેમ્પરરી’ સમજી શકે. દુનિયામાં જો ‘પરમેનન્ટ’ વસ્તુ જ ના હોય ને તો પછી ‘ટેમ્પરરી’ને ‘ટેમ્પરરી’ કહેવાનો અર્થ જ ક્યાં રહ્યો ? એ ‘ટેમ્પરરી’ શાને માટે કહેવું પડે છે ? કંઈક ‘પરમેનન્ટ’ વસ્તુ છે માટે આપણે ‘ટેમ્પરરી’ કહીએ છીએ. નહીં તો બધું જ ‘ટેમ્પરરી’ હોત તો ? એટલે તમારી બુદ્ધિમાં આ વાત પહોંચે છે ?
પ્રશ્નકર્તા : હા, ‘પરમેનન્ટ’ વસ્તુ છે એટલે ‘ટેમ્પરરી' વસ્તુ પણ
છે.
૧૯૯
દાદાશ્રી : હા, ‘પરમેનન્ટ’ વસ્તુ અહીં છે, તેના આધારે આ બીજી વસ્તુઓ ‘ટેમ્પરરી’ કહેવાય છે, એને સમજાય છે કે ‘આ તકલાદી છે, આ તકલાદી છે. કાચનો પ્યાલો તકલાદી છે.’ એવું સમજાયને ? આ તાંબાનો લોટો હોય, તે તમારા હાથમાંથી પડી જાય તો તમે બહુ ભય ના લાગે. પણ કાચનો પ્યાલો પડી જાય તો શું થાય ?
પ્રશ્નકર્તા : પ્યાલો ફૂટી જવાની બીક લાગે.
દાદાશ્રી : હા. તે કાચનો આખો પ્યાલો ફૂટી જશે ને અને તાંબાનો પ્યાલો તો બહુ ત્યારે ગોબો પડશે, તે ગોબો ઉઠાવીશું ત્યારે હતો તેવો ને તેવો થઈ જશે, પણ એ બધું ય ‘ટેમ્પરરી’ છે. કોઈ પચ્ચીસ વર્ષ ચાલે, કોઈ પંદર વર્ષ ચાલે. આ દેહ છે, પોણો સો વર્ષ ચાલે. એ બધું ‘ટેમ્પરરી’ છે. તમે પોતે ‘પરમેનન્ટ’ છો. પણ તમારી જાતને ‘તમે’ ‘ટેમ્પરરી’ માની બેઠા છો. ‘હું ચંદુભાઈ છું, હું દેહ છું. હું આનો દીકરો થઉં’ એ બધી ભૂલ કાઢવા માગું છું. તમારે ભૂલ કાઢવી છે ને ?
આ લોકો બધાંને ‘ટેમ્પરરી’ કહે છે ને, તે બીજાને ‘ટેમ્પરરી’ કહેનાર ‘પોતે’ ‘પરમેનન્ટ’ હોય ! નહીં તો ‘ટેમ્પરરી' શબ્દ જ ના હોય. એટલે આ ‘ઇટસેલ્ફ’ જ ‘પ્રૂવ’ કરી આપે છે કે બીજાને ‘ટેમ્પરી’ બોલે છે, માટે એ ‘પોતે’ ‘પરમેનન્ટ’ છે. પણ એનું ‘પોતાનું’ ભાન નથી. છતાં લોક
આપ્તવાણી-૮
‘ટેમ્પરરી’ બોલે છે ને ! માટે આપણે તપાસ કરવી કે, આ ભલે ભાન નથી, છતાં ‘ટેમ્પરરી’ કહે છે. માટે એ ‘પોતે’ ‘પરમેનન્ટ’ છે. પણ એની પોતાની ભૂલ થાય છે, એ વાત જુદી છે.
૨૦૦
‘પોતાતા' ગુણ ક્યા ? તેમાં પણ ભૂલ !!
આ જ્ઞાન ખોવાઈ ગયેલું નથી. પણ આમ ‘પ્લસ-માઈનસ' કરે તો આ જ્ઞાન બધું પાછું જડી આવે એવું છે, પણ ‘જ્ઞાની પુરુષ' રસ્તા દેખાડે તો ! નહીં તો પોતાની કલ્પનામાં આવે નહીં, પોતાની મતિ એ બાજુ જાય નહીં. આ તો કેમ કરીને કમાવું, કેમ કરીને આમ કરું, તે વિષયોમાં ને પૈસામાં-એમાં જ બધી મતિ રોકાઈ ગઈ છે. એટલે ‘પોતે’ છે ‘પરમેનન્ટ’, પણ એનું ‘પોતાને’ ભાન નથી ! પોતે જે છે એનું તો ભાન હોવું જોઈએ કે ના હોવું જોઈએ ?
પ્રશ્નકર્તા : એ તો પોતાને ખબર હોય ને કે પોતાના ગુણ કેવા છે ?
દાદાશ્રી : ના. એવી કોઈને ય ખબર ના હોય. એવો એક પણ
માણસ નથી કે જેને પોતાના ગુણની ખબર હોય. એ જે પોતાના ગુણ કહે છે તે પારકાંના ગુણ છે. તમારા જેટલાં અત્યારે ગુણ તમને દેખાય છે, તે બધા તમારા ગુણ નથી, એ આરોપિત ગુણ છે ! તમારા ગુણ નથી, છતાં તમે કહો છો કે આ મારા ગુણ છે.
પ્રશ્નકર્તા : મારા થોડાં સારા ગુણો ય છે ને થોડાં ખરાબ ગુણે ય છે. દાદાશ્રી : ના. એ બેઉ આરોપિત ગુણો છે. અને સારા ગુણ, ખરાબ ગુણ એ બન્ને ખોટી વાત છે. બન્ને ‘કલ્ચર્ડ’ ગુણ છે ને ‘કલ્ચર્ડ’ વાત છે ! આ સારા-ખરાબ એ તમારા ગુણ જ નથી. તમારા ગુણ તો ઓર જાતના છે. એ એકુંય ગુણ તમે જોયો નથી, જાણ્યો નથી. લોકોએ પણ પોતાના ગુણ જાણ્યા નથી. પોતાના ગુણ જાણવા માટે આ બધાં લોકો ‘અહીં’ આવે છે! કારણ કે એમને ‘એન્ડલેસ' સુખ જોઈએ છે. આ ‘ટેમ્પરરી’ સુખ નથી જોઈતું !
અત્યારે જે ગુણો છેને એ ‘ચંદુભાઈ’ના ગુણો છે, એ ‘તમારા’