________________
૧૯૬
આપ્તવાણી-૮
ખંડ : ૨
કોણ છું ?' જાણવું કઈ રીતે ?
હવે, ફેરા ટળે કેમ કરીને ?! પ્રશ્નકર્તા : હવે જરા એ પૂછવું હતું કે જન્મ-મરણના ફેરા ટાળવા શું કરવું ?
દાદાશ્રી : હવે પાંચમાં આરામાં બોલ્યા ?! ચોથા આરામાં ફેરા ટળાય એવું હતું ત્યારે ત્યાં કર્યું નહીં ને તે ઘડીએ ચટણી ખાવા પડી રહ્યા. ખાલી ચટણી એકલી જ, ચટણી એકલાંનો જ શોખ, એટલા હારું પડી રહ્યા. જો ત્યાં નિરાંતે જન્મ-મરણના ફેરા ટળાય એવું હતું ત્યારે ત્યાં આગળ કર્યું નહીં. હવે અત્યારે આવ્યા તો ઉપાય ના રહ્યો આ ચટણી તો મળી, પણ ઉપાય રહ્યો નહીં. હવે ચટણી છૂટે એવું લાગે છે ?
પ્રશ્નકર્તા : છૂટી પણ જાય.
દાદાશ્રી : હા, જન્મ-મરણના ફેરા ટાળવા માટે “પોતે કોણ છેએનું જ્ઞાન પ્રાપ્ત થવું જોઈએ. સમકિત પ્રાપ્ત થવું જોઈએ.
પ્રશ્નકર્તા: આ જીવનનો હેતુ જ્યાં સુધી જણાય નહીં ત્યાં સુધી બધી વાતો અર્થ વગરની છે. એ હેતુ જ જાણવાનો છે. ત્યાં જ મૂળ પ્રશ્નની
વાત આવે છે.
દાદાશ્રી : હા. આ મૂળ પ્રશ્નની વાત ખરી છે. એવું છે કે, અત્યારે એક શેઠ છે, બહુ જ સુખી માણસ છે, મિલના માલિક છે. વાતો બધી કરેને ત્યારે મિલના બે હજાર માણસો હોય ને, પણ બધા લોકો ખુશ થઈ જાય. એવી વાતો હોય એમની, એવું ડહાપણ હોય. વિનય બહુ સુંદર હોય. પણ સાંજે પછી જરાક થાક્યા હોય, ને પેલી શીશી પીવે પછી કેવા થાય ? એ પછી બ્રાંડીનો કેફ ચઢ્યા કરે, એટલે પોતાની અવસ્થા બધી ભૂલતા જાય. પોતાની જાગૃતિ બધી ડીમ થતી જાય, પછી અંધત્વ ઊભું થાય.
પ્રશ્નકર્તા : દારૂનાં કેફમાં બધું ભાન ભૂલી જાય, એવું આધ્યાત્મમાં લોકો કઈ રીતે ભાન ભૂલે છે ?
દાદાશ્રી : આધ્યાત્મમાં આ મોહનો દારૂ ચઢેલો છે, તે ઊતરતો નથી. એ દારૂમાં લોકો બોલી રહ્યા છે. આ તમે બધી વાતોચીત કરી રહ્યા છો ને, તે મોહનો દારૂ પીને બોલી રહ્યા છો. આ બધા ‘મહાત્મા’નો તો દારૂ ઉતારી આપ્યો છે. પણ તમારે તો ઉતાર્યો નથી અને કેફમાં ને કેફમાં બોલ્યા કરો છો. એટલે એ દારૂ જ્યારે ઉતરી જશે ત્યારે ‘આ જીવનનો હેતુ શું છે' એ બધું સમજાશે, તરત માલમ પડી જશે. જેમ પેલા શેઠને દારૂ ઉતરી જાય પછી શેઠ હતા તેના તે જ છે ને ! પછી કેવી સુંદર વાતો કરે પાછાં ! એટલે આમાં બાંડીનો દારૂ ચઢેલો છે, અને જગતને છે તે મોહનો દારૂ ચઢેલો છે, બ્રાંડીવાળાને તો બે-ત્રણ ઘડા ઠંડું પાણી રેડી દઈએ ને, તો કેફ ઉતરી જાય. અને આમાં તો મોહનો દારૂ તો ઉતરે જ નહીં ને અને પછી હિમાલયમાં જાવ કે ગમે ત્યાં જાવ, પણ જ્યાં જુઓ ત્યાં દારૂ પીધેલાં જ હોય. ઘર-બૈરી-છોકરાં બધું છોડી દે, પણ ‘હમ” ન છૂટે. એ ‘હમ, હમ, હમ'માં જ હોય. જ્યારે ‘હમ' જાય ત્યારે પરમાત્મા થયો. ‘તમે પોતે ‘પરમાત્મા’ જ છો. પણ એનું ‘તમને’ ભાન નથી, જાગૃતિ નથી ને !!
પ્રશ્નકર્તા : આપણે મૂળ વાત પર આવીએ કે, દુનિયામાં મનુષ્યોએ શા માટે જીવવું જોઈએ ?
દાદાશ્રી : મોક્ષને માટે જીવવું જોઈએ. છતાં ય પણ સમજણ ના