________________
આપ્તવાણી-પ
૧૬૯
૧૭૦
આપ્તવાણી-૫
યાદ આવતું નથી. તો છેલ્લી ઘડીએ શું કરવું જોઈએ કે પોતે આત્મામાં રહી શકે ને મોક્ષે જઈ શકે ?
દાદાશ્રી : ખરું કહે છે, છેલ્લી ઘડીએ આમાંનું કશું યાદ ના આવે. છેલ્લી ઘડીએ તો આખી જિંદગીનું સરવૈયું યાદ આવે. સરવૈયામાં તો બધું આલેખાય, તમે દેરાસરમાં દર્શન કરવા ગયા હો, તો એ ખાતુંય મોટું હોય. તો એ થોડું ઘણું હાજર થાય ! નહીં તો છોડીઓ દેખાય કે આ પૈણાવાની રહી ગઈ. ત્યારે છોકરાઓ કહે, ‘કાકા, નવકાર મંત્ર બોલો.” ત્યારે કાકા કહેશે, ‘અક્કલ વગરનો છે.” અલ્યા, જવાનો થયો. હવે તો પાંસરો મરને ! આ અક્કલનો કોથળો વેચવા જાય તો ચાર આનાય ના આવે ! અત્યારે જવાની તૈયારીઓ થઈ રહી છે, ઠાઠડી બાંધવાની તૈયારીઓ કરે છે, ત્યારે આ પાછો હિસાબ કાઢે છે ! કઈ જાતનો છે ?
એટલે છેલ્લી ઘડીએ જિંદગીનું સરવૈયું આવે છે. બીજું કશું ચાલે નહીં માટે, ‘આ’ પહેલું કરી લેવું.
દાદા ભગવાન કોણ ? પ્રશ્નકર્તા : ‘દાદા ભગવાન' કોણ ?
દાદાશ્રી : આ દેખાય છે તે ‘દાદા ભગવાન' ન હોય. તમને જે યાદ આવે છે તે ખરા ‘દાદા ભગવાન' છે ! આ જે દેખાય છે, તે તો ‘એ. એમ. પટેલ' છે અને મહીં બેઠા છે પ્રગટ પરમાત્મ સ્વરૂપ, તે ‘દાદા ભગવાન’ છે !
પ્રશ્નકર્તા : એ ‘દાદા ભગવાન? ક્યારે હાજર હોય ?
દાદાશ્રી : નિરંતર હાજર જ છે. આ બધાને નિરંતર હાજર રહેવાના !
પ્રશ્નકર્તા : પણ આપશ્રીને ‘દાદા ભગવાન' કેમ કહે છે ?
દાદાશ્રી : તે આપશ્રી તમે કોને ઓળખો છો ? આ જે દેખાય છે, તેમને કહો છો ? તમે તો એને જ ઓળખો ને ? ‘આપશ્રી’ મને
કહો છોને એ શું છે ? આ જે દેખાય છે, એ તો ભાદરણ ગામના પટેલ છે, અને ‘કોન્ટ્રાક્ટ’નો ધંધો કરે છે. ‘દાદા ભગવાન’ તો અંદર જે વ્યક્ત થયા છે, આત્મા વ્યક્ત થયો, પ્રગટ થયો, એ ‘દાદા ભગવાન છે, જેને સંસારીઓ ‘પ્રગટ પુરુષ' કહે છે !
પ્રશ્નકર્તા : માણસ કદાપિ ઇશ્વર કે પરમાત્મા થઈ શકતો નથી, છતાં માણસ પાસે, પોતે ઇશ્વર કે પરમાત્મા હોવાનો દાવો કરે, ઇશ્વરી ચમત્કાર હોવાનો દાવો કરે, એ શું બરાબર છે ?
દાદાશ્રી : એ દાવો કરવાની જરૂર જ નથી ! ‘પરમાત્મા છું' એવો કોઈથી દાવો કરાય જ નહીં, છતાં કરે તો એ મૂર્ખ કહેવાય.
લોકો મને ભગવાન કહે, પણ ભગવાન કોને કહેવાય ? આ દેહને કોઈ દહાડોય ભગવાન ના કહેવાય. આ તો પટેલ છે. આ દેખાય છે તે “દાદા ભગવાન’ ન હોય. ‘દાદા ભગવાન' તો મહીં પ્રગટ થયા છે તે છે, દેહધારીને ભગવાન કેમ કરીને કહેવાય ?!
પ્રશ્નકર્તા : ભગવાન વ્યક્તિ રૂપે કે શક્તિ રૂપે ?
દાદાશ્રી : બન્ને સાચા છે, પણ વ્યક્તિ રૂપે પૂજે તેને વધારે લાભ મળે. વ્યક્તિ રૂપે એટલે જ્યાં ભગવાન વ્યક્ત થયા હોય ત્યાં ! મનુષ્ય એકલામાં જ ભગવાન વ્યક્ત થઈ શકે, બીજી કોઈ યોનિમાં ભગવાન વ્યક્ત થઈ શકે નહીં. આત્મા એ જ પરમાત્મા છે, પણ વ્યક્ત થવો જોઈએ. વ્યક્ત થઈ જાય, ફોડ પડી જાય પછી ચિંતાઓ જાય, ઉપાધિઓ જાય.
પ્રશ્નકર્તા : ભગવાન વ્યક્ત ક્યાં થાય ? દાદાશ્રી : ભગવાન વ્યક્ત થાય એવા નથી. એ અવ્યક્તરૂપે રહેલા
પ્રશ્નકર્તા : તમારા જેવામાં જ ભગવાન વ્યક્ત થાય, બીજે કશે વ્યક્ત થાય નહીં, એટલા માટે અહીં આવ્યા છીએ.
દાદાશ્રી : એ તો બીજે થાય નહીં, કો'ક જ ઘરે અજવાળું પૂરું