________________
આપ્તવાણી-૫
૧૭૧
૧૭૨
આપ્તવાણી-૫
થઈ જાય. પછી એ અજવાળા પરથી બીજા બધા દીવાઓ સળગે. એક દીવામાંથી બીજા દીવા થાય. પણ ઓચિંતો દીવો તો કો'ક જ ફેરો થાય ! અમને આ સુરતના સ્ટેશન પર ઓચિંતો દીવો થયેલો !
પ્રશ્નકર્તા : આપનો વ્યવહાર જે છે તે પણ શુભ વ્યવહારમાંથી જ ઉત્પન્ન થાય છે ને ?
દાદાશ્રી : સંસારમાં એક શુભ વ્યવહાર છે અને એક અશુભ વ્યવહાર છે. જગતના લોકો એકલા શુભ વ્યવહારમાં રહી શકે નહીં, એ શુભાશુભમાં રહે ! સંતો શુભ વ્યવહારમાં રહે અને જે ચાર વેદથી ઉપર ગયેલા હોય એવા “જ્ઞાની પુરુષ' શુભાશુભ વ્યવહારથી પર એવા શુદ્ધ વ્યવહારમાં હોય !
પ્રશ્નકર્તા : ગુરુ કોને કહેવાય ?
દાદાશ્રી : ભૂલવાળો ગુરુ હોય નહીં. પણ તે કેવી ભૂલો હોય? તો ચલાવી લેવાય ? કે જે ભૂલો બીજા કોઈનેય નુકસાનકારક ના હોય. પોતે જ જાણે કે આ ભૂલ હજી મારામાં રહી છે, એટલે કે સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ ભૂલો હોય. નહીં તો પરમાત્મા ને એમનામાં ફરેય શો રહ્યો ?
‘જ્ઞાની પુરુષ' પોતે દેહધારીરૂપે પરમાત્મા જ કહેવાય. જેને એક પણ સ્થૂળ ભૂલ નથી કે એક પણ સૂક્ષ્મ ભૂલ નથી.
જગત બે જાતની ભૂલ જોઈ શકે : એક સ્થળ અને એક સૂક્ષ્મ. સ્થૂળ ભૂલો બહારની પબ્લિક પણ જોઈ શકે અને સૂક્ષ્મ ભૂલો બુદ્ધિજીવીઓ જોઈ શકે. આ બે ભૂલો ‘જ્ઞાની પુરુષ' પાસે ના હોય !
પ્રશ્નકર્તા : ‘જ્ઞાની પુરુષ' કયા પુણ્યના આધારે મળે ?
દાદાશ્રી : પુણ્યાનુબંધી પુણ્યના આધારે ! આ બધું જે પુણ્ય દેખાય છે એ પાપાનુબંધી પુણ્ય છે. પાપાનુબંધી પુણ્ય એટલે બંગલા, મોટરો, ઘેર બધી સગવડો, એ બધું એ પુણ્યના આધારે હોય, પણ એ પુણ્યમાંથી વિચાર ખરાબ આવે. કોનું લઈ લઉં, ક્યાંથી લૂંટી લઉં, ક્યાંથી ભેળું કરું, કોનું ભોગવી લઉં ! એમને અણહક્કનું ભોગવી લેવાની તૈયારી
હોય, અણહક્કની લક્ષ્મી પણ પડાવી લે, એ બધું પાપાનુબંધી પુણ્ય કહેવાય. પુણ્યના આધારે સુખ ભોગવે છે, પણ નવા અનુબંધ પાપના નાખે છે !
અને જે પુણ્યથી સુખસગવડો બહુ ના હોય, પણ વિચારો ઊંચા આવે છે, કેમ કરીને કોઈને દુઃખ ના થાય એવું વર્તન કરે, ભલે પોતાને થોડી અડચણ પડતી હોય, તેને વાંધો નહીં, પણ કોઈને ઉપાધિમાં ના મૂકું એ પુણ્યાનુબંધી પુર્વે કહેવાય. એટલે નવા અનુબંધ પણ પુણ્યના થાય.
પ્રશ્નકર્તા : મારે આપની પાસે “જ્ઞાન” લેવું છે પણ અમે પહેલાના ગુરુ કરેલા, એમાં કઈ મુશ્કેલી નહીં આવે ને ?
દાદાશ્રી : ના, ગુરુ તમારા રહેવા દેવાના, ગુરુ વગર શી રીતે ચાલે ? એ ગુરુ આપણને સાંસારિક ધર્મો શીખવાડે. ‘શું સારું કરવું અને શું ખરાબ છોડી દેવું” એ બધી વાતો આપણને સમજણ પાડે. પણ સંસાર તો ઊભો રહેવાનો ને ? અને આપણે તો મોક્ષે જવું છે ! એ માટે ‘જ્ઞાની પુરુષ' જુદા જોઈએ, ‘જ્ઞાની પુરુષ' એ ભગવાનપક્ષી કહેવાય. પેલા વ્યવહારમાં ગુરુ અને નિશ્ચયમાં આ જ્ઞાની ! બન્ને હોય તો કામ થાય માટે તમારા ગુરુ છે તેને રહેવા દેવાના. ત્યાં દર્શન કરવા હલ જવાનું !
પ્રશ્નકર્તા : આ સત્પુરુષ તો વરસાદ બધાને સરખો વરસાવે છે, પણ મારો લીમડો હોય અને બીજાને આંબો હોય તો, બીજમાં ફેર પડી જાય ને ? પછી સરખું પરિણામ કેવી રીતે પામે ?
દાદાશ્રી : આપણે અહીં તો બીજનો વાંધો નથી. અહીં આગળ તો તમારે વિનયપૂર્વક મને કહેવું કે સાહેબ, મારું કલ્યાણ કરો. અહીં પરમવિનયથી મોક્ષ છે.
આ પાંચમા આરાનો પૌલિક સડો છે, આ કોઈ દહાડો ‘રિપેર’ થાય નહીં. આમથી રિપેર કરો તો તેમથી તૂટશે ને તેમથી ‘રિપેર' કરો તો આમથી તૂટશે. એના કરતાં ‘અક્રમ વિજ્ઞાન' એ અંદરથી ચોખું કરી નાખે અને તમને છૂટા રાખે !