________________
આપ્તવાણી-૫
એક ફેરો જો સાચા દિલથી કરે ને તોય બહુ થઈ ગયું !
પ્રશ્નકર્તા : જ્ઞાન વેચી શકાય ? કેટલાક લોકો એમનાં પ્રવચનોની ટિકિટ રાખે છે.
૧૬૭
દાદાશ્રી : એવું છે કે જ્યાં પૈસાની લેવાદેવા છે, ત્યાં જ્ઞાન જ નથી. એ સંસારી શાન હોય. એ મોક્ષનું જ્ઞાન નથી.
પ્રશ્નકર્તા : જીવનો એવો કોઈ ક્રમ છે કે મનુષ્યમાં આવ્યા પછી મનુષ્યમાં જ આવે કે બીજે ક્યાંય જાય ?
દાદાશ્રી : હિન્દુસ્તાનમાં મનુષ્યજન્મમાં આવ્યા પછી ચારેય ગતિઓમાં ભટકવું પડે. ફોરેનના મનુષ્યને એવું નથી. એમાં બે-પાંચ ટકા અપવાદ હોય. બીજા બધા ઊંચે ચઢ્યા જ કરે છે.
પ્રશ્નકર્તા : આ લોકો જેને વિધાતા કહે છે, એ કોને કહે છે ?
દાદાશ્રી : એ કુદરતને જ વિધાતા કહે છે. વિધાતા નામની કોઈ દેવી નથી. ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિલ એવિડન્સ' (વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા) એ જ વિધાતા છે. આપણા લોકોએ નક્કી કરેલું કે છઠ્ઠીના દિવસે વિધાતા લેખ લખી જાય. વિકલ્પોથી આ બધું બરોબર છે અને વાસ્તવિક જાણવું હોય તો, આ બરાબર નથી.
પ્રશ્નકર્તા : નિર્દોષ બાળકને શારીરિક વેદના ભોગવવી પડે છે, તેનું શું કારણ ?
દાદાશ્રી : બાળકના કર્મના ઉદય બાળકને ભોગવવાના અને ‘મધર’ને એ જોઈને ભોગવવાના. મૂળ કર્મ બાળકનું, એમાં ‘મધર’ની અનુમોદના હતી, એટલે ‘મધર’ને જોઈને ભોગવવાનું. કરવું, કરાવવું ને અનુમોદવું, આ ત્રણ કર્મબંધનાં કારણો છે.
પ્રશ્નકર્તા : સ્વસ્તિકનો અર્થ શો ?
દાદાશ્રી : સ્વસ્તિકનો ‘સિમ્બોલ’ (ચિહ્ન) એ ગતિસૂચક છે, એનાં ચાર પાંખિયાં ચાર ગતિ સૂચવે છે અને સેન્ટરમાં મોક્ષ છે. ચાર ગતિમાંથી
૧૬૮
આપ્તવાણી-૫
છેવટે મોક્ષમાં જ જવું પડશે. ચાર ગતિ એટલે મનુષ્યગતિ, દેવગતિ, તિર્યંચ(પશુ)ગતિ અને નર્કગતિ. આ ચાર ગતિ પુણ્ય અને પાપને આધારે છે અને પુણ્ય-પાપથી રહિત થયો ને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું તો મોક્ષની ગતિ થાય. ત્યાં ‘ક્રેડિટે’ય નહીં ને ડેબિટે'ય નહીં, અહીં ‘ક્રેડિટ’ થાય એટલે દેવગતિમાં જાય અગર તો વડાપ્રધાન થાય. આ તમે ‘એસ. ઈ.’ થયા તો તે ‘ક્રેડિટ’ને લીધે. અને ‘ડેબિટ’ હોય તો ? પેલી મિલમાં નોકરી
કરવી પડે ! આખો દહાડો મહેનત કરો તો ય પૂરું ના થાય અને ‘ક્રેડિટડેબિટ' ના થયું તો મોક્ષ થાય.
મંદિરોનું મહત્ત્વ
પ્રશ્નકર્તા : જો દેરાસર ના હોત, મંદિરો ના હોત, તો પછી જેવી રીતે આપણે માટે દાદાશ્રી ઊભા થયા છે, પ્રગટ થયા છે, એવી રીતના એમના માટે કોઈને કોઈ ઊભું થયું હોત ને ?
દાદાશ્રી : એ તો બરોબર છે. એ એક જાતનો વિકલ્પ છે. આમ બન્યું છે, એ ના હોત તો બીજો કોઈ ઉપાય તો હોત ને ? બીજું કંઈનું કંઈ મળત. પણ આ મંદિરોનો ઉપાય ઘણો જ સારો છે. હિન્દુસ્તાનનું આ મોટામાં મોટું ‘સાયન્સ' છે. એ સારામાં સારી પરોક્ષ ભક્તિ છે, પણ જો સમજે તો ! અત્યારે તો મહાવીર ભગવાનને દેરાસરમાં જતી વખતે હું પૂછું છું કે, “આ બધા લોકો તમારાં આટલાં બધાં દર્શન કરે છે, તો ય આટલી બધી અડચણો કેમ પડે છે ?’’ ત્યારે મહાવીર ભગવાન શું કહે છે ? “આ લોકો દર્શન કરતી વખતે મારો ફોટો લે છે, બહાર એનો જોડો મૂક્યો છે એનો ફોટો લે છે અને સાથે સાથે દુકાનનોય ફોટો લે છે ! માટે આવું થાય છે. હમણાં કો'ક જોડો લઈ જશે, તેનો પણ ફોટો લે છે !'’
અંતિમ પળે રામ તામ
પ્રશ્નકર્તા : આ મનુષ્યને જન્મ-મરણનો ફેરો ટાળવા માટે લોકોએ રામ, શ્રીકૃષ્ણ એ બધાં નામ આપ્યાં હોય છે. પણ છેલ્લી ઘડીએ કશું