________________
આપ્તવાણી-પ
દાદાશ્રી : બહુ ફેર. નિર્વિચાર એટલે વિચારરહિતપણું અને નિર્વિકલ્પ એટલે વિકલ્પરહિતપણું. વિચાર ખલાસ થઈ ગયા એટલે શૂન્ય થઈ ગયો. વિચારશૂન્ય બાવા થઈ જાય, કેટલાક માણસોય થઈ જાય. વિચારો કરવાનું બંધ રાખે પછી વિચારોનું ધ્યાન ના આપે. એટલે પછી દહાડે દહાડે વિચારશૂન્ય એટલે પથરા જેવો થઈ જાય. આમ ઉપરથી રૂપાળો બંબ જેવો દેખાતો હોય, શાંત મૂર્તિ લાગે, પણ મહીં જ્ઞાન ના હોય !
૧૬૧
પ્રશ્નકર્તા : નિર્વિકલ્પનો અર્થ કેટલાક નિર્વિચાર કરે છે.
દાદાશ્રી : ‘જ્ઞાની’ સિવાય નિર્વિકલ્પ હોય જ નહીં. નિર્વિચારી ઘણા હોઈ શકે. વિચારશૂન્યતામાંથી ફરી પાછી એને વિચારની ભૂમિકા ઉત્પન્ન કરવી પડશે. મન વિચાર કરતું બંધ થઈ જાય એટલે બધું ‘સ્ટેન્ડસ્ટીલ’ થઈ જાય. એટલે કૃપાળુદેવે એવું કહ્યું છે કે ‘કર વિચાર તો પામ’. એટલે વિચાર તો ઠેઠ સુધી જોઈશે અને ‘પામ્યા’ પછી વિચારની જરૂર નથી પાછી. પછી વિચારો શેય થાય અને પોતે શાતા થયો.
પ્રશ્નકર્તા : મહાવીર સ્વામીએ છેલ્લી દેશના આપી, તો તે વખતે પણ એમને વિચાર તો હતા જ, એવો અર્થ થાય ને ?
દાદાશ્રી : ભગવાન મહાવીરને પણ ઠેઠ સુધી વિચાર રહેવાના. પણ તેમના વિચાર કેવા હોય કે સમયે સમયે એક વિચાર આવે ને જાય. એને નિર્વિચાર કહી શકાય. આપણે લગ્નમાં ઊભા હોઈએ ત્યારે બધા ‘જે જે’ કરવા આવે છે ને. જે જે’ કરીને આગળ ચાલવા માંડે. એટલે એક કર્મનો ઉદય થયો અને તેનો વિચાર આવે પછી એ કર્મ જાય, પછી પાછું બીજું કર્મ ઉદયમાં આવે. આમ ઉદય અને અસ્ત થયા કરે. કોઈ જગાએ અટકે નહીં. એમની મનની ગ્રંથિ બધી ખલાસ થઈ ગયેલી હોય. એટલે એમને વિચાર હેરાન ના કરે ! અમને પણ વિચાર હેરાન ના કરે !
વિચાર એ તો મનનો ધર્મ છે. એક વિચાર આવે ને જાય અને કશું અડે નહીં, એને મનોલય જ કહેવાય. મનનું તોફાન ના હોય. મન
આપ્તવાણી-પ
બગીચા જેવું લાગે, ઉનાળામાં ફુવારા ઊડ્યા કરતા હોય એવું લાગે અને નિર્વિકલ્પ તો બહુ ઊંચું પદ છે. કર્તાપદનું ભાન તૂટ્યું એ નિર્વિકલ્પ થયો. દેહાધ્યાસ જાય પછી નિર્વિકલ્પ પદ થાય.
૧૬૨
પ્રશ્નકર્તા : સમાધિ અને સુષુપ્ત અવસ્થા વિશે કહો.
દાદાશ્રી : આજે આપણા દેશમાં જે સમાધિ માને છે તે સુષુપ્ત અવસ્થાને જ સમાધિ કહે છે. કેટલાક મહાત્માઓ મનના ‘લેયર્સ’માં ઊંડા ઊતરી જાય છે. કોઈ બુદ્ધિના ‘લેયર્સ’માં ઊતરી જાય છે. તે વખતે બહારનું ભાન ભૂલે છે. એને લૌકિક સમાધિ કહેવાય.
સમાધિ કોનું નામ કહેવાય ? અખંડ જાગૃતિપૂર્વકની સમાધિ એનું નામ સમાધિ ! શરીર ઉપર ધૂળની એક રજકણ પણ પડી હોય તો ખબર પડી જાય, એનું નામ સમાધિ કહેવાય. આપણા લોકો ‘હેન્ડલ’ મારીને સમાધિ કરવા જાય છે. એને સમાધિ ના કહેવાય. એ ‘કલ્ચર્ડ’ સમાધિ કહેવાય. સાચી સમાધિ મને નિરંતર રહે છે. આધિ, વ્યાધિ, ઉપાધિની મહીં પણ સમાધિ રહે, એનું નામ સાચી સમાધિ ! અત્યારે મને જેલમાં લઈ જવા પકડી જાય તોય મારી સમાધિ જાય નહીં ! એની એ જ દશા રહે ! અહીં મુક્ત છે તેમાંય સમાધિ છે, ત્યાં જેલમાંય સમાધિ છે.
પ્રશ્નકર્તા : ધ્યાન કરવાથી પ્રકાશનો અનુભવ થાય છે, એ માનસિક હોય છે કે ખરેખર ?
દાદાશ્રી : એ પ્રકાશ જ ન હોય. એ તો કલ્પના છે. આ બધી
કલ્પનાને જ સત્ય માન્યું છે.
હું ૧૭-૧૮ વર્ષનો હતો ત્યારે આંખ દબાવીને મેં એક પ્રયોગ કરેલો. તે મોટો ઝબકારો થયો ને અજવાળું અજવાળું દેખાયું ! હું વિચારમાં પડ્યો કે આ શું થયું ! પછી મને સમજાયું કે આ તો આંખનું લાઈટ જતું રહ્યું.
જે ભૌતિક છે એ કોઈ દહાડોય આત્મા થવાનો નથી, જે આત્મા