________________
આપ્તવાણી-૫
૧૪૭
૧૪૮
આપ્તવાણી-૫
પ્રશ્નકર્તા : ભૂખ તો લાગે જ ને ? દાદાશ્રી : ઓલવાતી નથી ? પ્રશ્નકર્તા : ના, ખાધા પછી ઓલવાઈ જાય.
દાદાશ્રી : હા, એટલે ભૂખ એ અગ્નિ જ કહેવાય ને ? પેટમાં અગ્નિ લાગે ત્યારે શું ખાય છે ? આ મોટરનો ખોરાક તો પેટ્રોલ છે અને આપણે ઘી-તેલનું ઇંધણ છે. તને ભૂખ એકલી લાગે છે કે તરસ હઉ લાગે છે ?
પ્રશ્નકર્તા : તરસ હઉ લાગે ને ?
દાદાશ્રી : એટલે તરસ પણ મહીં સળગે છે એમ ને ? તું એને પાણી રેડું ત્યારે એ ઓલવાય ને ?
પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : તને થાક હઉ લાગે ? પ્રશ્નકર્તા : હા, થાકેય લાગે. દાદાશ્રી : થાક લાગે એટલે કલાકેક આરામ કરે. નીંદ લાગે કે ? પ્રશ્નકર્તા : હા, લાગે છે. દાદાશ્રી : એટલે આ બધું લાગે છે.
ભગવાને શું કહ્યું'તું કે આ મનુષ્યનો અવતાર લાગતું ઓલવવા માટે છે. ત્યારે આપણે કહીએ, ‘સાહેબ લાગતું ઓલવી નાખ્યું. હવે બીજું મારે શું કરવાનું ?” ત્યારે ભગવાન કહે કે, ‘તમે તમારે મારું નામ દીધા કરો ને છૂટવાની તૈયારીઓ કરો.’ હિન્દુસ્તાનમાં આર્યપ્રજા તરીકે જન્મ્યો માટે છૂટવાને લાયક થયો.
એક જણને મેં પૂછ્યું કે તારી પોળ તો બહુ શાહુકારોની છે, તે ચોરીઓ થતી નહીં હોય ! ત્યારે એણે કહ્યું કે જો આ સામેની પોલીસચોકી ઉઠાવી જુઓ. પછી અમારાં આડોશી-પાડોશી સંડાસમાં લોટો હોય તેમ
ના રહેવા દે ! એટલે તેં કહ્યું એના જેવું, બીકના માર્યા ! કોઈ બીક ના હોય તો વાંધો નહીં ને ?
પ્રશ્નકર્તા : તો વાંધો ના આવે. દાદાશ્રી : તું ચોરી લાવે, તને ગમતી હોય તે ચીજો ? પ્રશ્નકર્તા : ગમતી ચીજો તો લઈ આવું. દાદાશ્રી : સોનાની લગડીઓ પડી હોય તો લાવે કે ? પ્રશ્નકર્તા : એવું હોય તો બધાનું મન લલચાઈ જાય.
દાદાશ્રી : આ લોકોનાં મન એવાં ‘સ્ટેડી' નથી. આ તો ભયનાં માય સીધાં રહે એવાં છે. આ કવિરાજે એક દહાડો મને કહ્યું કે આ નાલાયકોને માટે સરકાર ને લશ્કર ને પોલીસવાળા રાખવા પડે છે અને એનો કરે છે તે લાયક પાસેથી લે છે ! એવા ઘણા લોકો હશે કે જેમને માટે પોલીસવાળાની જરૂર ના હોય.
અથડામણથી અટકણ મેજિસ્ટ્રેટ સાહેબ ઘેર બાઈ જોડે બબ્બે મહિનાથી બોલતા ના હોય ને ત્યાં કોર્ટમાં સાત વરસની સજા ઠોકી બેસાડે ! અલ્યા, મોઢાં ચઢાવીને ઘરમાં શું ફરો છો ? નિકાલ કરી નાખો ને.
મારે કોઈ જોડે સહેજેય મતભેદ થયો નથી. શાથી એમ હશે ?
પ્રશ્નકર્તા : મતભેદ થાય એવું બોલીએ, ચાલીએ ને વર્તીએ નહીં, તો મતભેદ ના પડે.
દાદાશ્રી : મતભેદ એટલે શું ? અથડામણ. આમ સીધેસીધા જતા હોય અને વચ્ચે ઇલેક્ટ્રિકનો થાંભલો આવતો હોય તો તમારે સમજવું જોઈએ. આપણે એને કહીએ કે તું કોણ વચ્ચે અટકાવનાર, તો ? સામે ભેંસનો પુત્ર-પાડો આવતો હોય તો આપણે શું એને એમ કહેવું કે ખસી જા, ખસી જા !