________________
આપ્તવાણી-૫
૧૪૩
૧૪૪
આપ્તવાણી-૫
બાહ્ય વિચારો તરફ ઝૂકતું નથી, પણ આંતરિક વિચારો તરફ વધારે ઢળે
દાદાશ્રી : એટલે કે જે વૃત્તિઓ પહેલાં બહાર ભટકવા જતી હતી તે હવે પાછી અંદર આવે, પોતાને ઘેર આવે.
પ્રશ્નકર્તા : એમાં મનની લાગણીઓમાં કંઈ ફેરફાર થાય ખરો ?
દાદાશ્રી : કશો જ ફેરફાર થાય એવું નથી. મન જડ છે. બહાર જે જાય છે તે ‘પરમેનન્ટ' વસ્તુ નથી. ક્ષણે ક્ષણે એ બદલાયા કરે. આમાં પરમેનન્ટ' આપણે “પોતે'. બીજું આ બધું તો બદલાયા જ કરે. તમને ખાલી ભાસ થાય કે આ વરસાદ પડશે ને એ ઊડી જાય ! એ ખાલી ભાયમાન પરિણામ છે. એનો લાંબો કશો અર્થ નથી. એટલે આપણને શું ભાસે છે ? કોને એ ભાસે છે ? એની તપાસ કરવાની.
ચિત્ત ‘દાદા ભગવાનને યાદ કરે, જેમાં ને તેમાં ‘દાદા’ દેખાય તે ચિત્ત બહુ સારું કહેવાય. એવું ઘણાંને રહે છે. વત્તા-ઓછા પ્રમાણમાં હોય. ‘દાદા ભગવાન’ એ જ પોતાનો “શુદ્ધાત્મા’ છે એટલે ચિત્ત શુદ્ધાત્મામાં રાખો કે ‘દાદા ભગવાનમાં રાખો, એ સરખું જ છે. બન્ને ચિત્તને શુદ્ધ જ રાખે છે.
સંસારી ચિત્ત એ અશુદ્ધ ચિત્ત કહેવાય. અશુદ્ધ ચિત્ત એ મિશ્ર ચેતન છે. એ શુદ્ધ ચિત્ત થાય છે એટલે શુદ્ધ ચેતન થઈ જાય છે. શુદ્ધ ચિત્ત એટલે શુદ્ધ ચેતન. ‘હું શુદ્ધાત્મા છું’ એ લક્ષ બેઠું એ જ આપણું સ્વરૂપ. એને અંતરાત્મ દશા કહેવાય.
ચિત્ત અને પ્રજ્ઞા પ્રશ્નકર્તા : પ્રજ્ઞાશક્તિ બહાર જાય ? ચિત્તની જેમ ?
દાદાશ્રી : ચિત્ત એકલું જ ભટકવાનું. પછી શુદ્ધ થાય એટલે ભટકે નહીં. અશુદ્ધ ચિત્ત ભટક ભટક કરે. અરે ! મહેફિલમાં હઉ જઈ આવે કે જ્યાં બ્રાંડીની બાટલીઓ ઊડતી હોય ! ચિત્તની શક્તિઓ બહુ ભારે છે. તેથી જ લોકો કંટાળી જાય છે ને !
આ મન લોકોને એટલું બધું હેરાન કરતું નથી, પણ ચિત્ત બહુ હેરાન કરે. મન તો બે કામ કરે છે એક સારા વિચાર ફૂટે ને એક ખરાબ વિચાર ફૂટે - કોઠીમાંથી ફૂટે એમ વિચારો એ શેય વસ્તુ છે. ને “આપણે’ ‘જ્ઞાતા’ છીએ. આ તો ભ્રાંતિને લઈને એમ લાગે છે કે મને વિચાર આવ્યા.
દાદાશ્રી - કળી ખીલવતા દાદાશ્રી : આ આડાઅવળા ધંધા હવે કરીશ ? જાનવર થવું છે તારે ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : આ બે પગથી પડી જવાય, તેના બદલે ચાર પગ હોય તો સારું, પડી તો ના જવાય ! અને વધારામાં પૂંછડું ઇનામમાં મળે તે કૂદતું કૂદતું તો જવાય !!! હવે તારે એવું કંઈ થવું છે કે મનુષ્ય જ થવું છે ?
પ્રશ્નકર્તા : મનુષ્ય થવું છે.
દાદાશ્રી : તો પછી મનુષ્યના ગુણો જોઈશે. જે તને ગમે છે એવું જ સામાને આપીએ તો મનુષ્યપણું આવે. કોઈ તને નાલાયક કહે, તો તને ગમે ?
પ્રશ્નકર્તા : ના ગમે.
દાદાશ્રી : એટલે આપણે સમજી જવું કે આપણે કોઈને નાલાયક કહીએ તો એને કેમ ગમે ? એટલે આપણે એમ કહેવું કે આવો ભાઈ, તમે બહુ સારા માણસ છો. એટલે એને આનંદ થાય.
કોઈ આપણી પાસે જૂઠું બોલે તો આપણને દુઃખ થાય; તેવું આપણે કોઈની પાસે જૂઠું બોલીએ તો તેને કેટલું દુ:ખ થાય ?
અણહક્કનું ભોગવી ના લેવાય. અણહક્કનું ભોગવે છે લોકો ? પ્રશ્નકર્તા : ઘણા જણ ભોગવે.