________________
આપ્તવાણી-પ
૧૩૭
૧૩૮
આપ્તવાણી-૫
પ્રશ્નકર્તા : ‘ઈગો'થી ફાયદો નથી, એ તો ખબર પડી છે. દાદાશ્રી : એટલે આ ‘ઈગોલેસ’ હોય તો કંઈ ઉત્તમ ફળ મળે ? પ્રશ્નકર્તા : પોતાનો અંદરનો આનંદ, પરમાનંદ પછી પ્રગટે.
દાદાશ્રી : એવું છે કે “ઈગોલેસ' કરવાની જરૂર નથી. “આપણે કોણ છીએ? એ જાણવાની જ જરૂર છે. આપણે જે સ્વરૂપ છે એમાં ‘ઈગોઈઝમ’ છે જ નહીં. ‘તમે’ ચંદુભાઈ નથી, છતાં ‘ચંદુભાઈ છું” એમ માનો છો એનું નામ “ઈગોઈઝમ”.
અજ્ઞાતનો આધાર મહીં ચીડ ઊભી થાય અને પોતે વાળવા પ્રયત્ન કરે, પણ ચીડ એ ‘ઈફેક્ટ' છે ને વાળવા પ્રયત્ન કરે છે એ “કૉઝિઝ' છે. કેટલાક માણસો ચિડાય પણ એને વાળે નહીં ને ઉપરથી કહે કે “હા, ગુસ્સો કરવા જેવો જ હતો.” તે પણ ‘કૉઝિઝ' છે. સમજાયું તમને ?
પ્રશ્નકર્તા : ચિડાવાનું કારણ શું ?
દાદાશ્રી : અજ્ઞાનતા. અજ્ઞાનતાને લઈને રાગ-દ્વેષ કર્યા કરે. આ સારું, આ ખોટું એમ કર્યા કરે. ખરેખર તો આની ‘ઈફેક્ટ' છે. તેને ‘આપણે' સ્વીકારી લઈએ છીએ, એને આધાર આપીએ છીએ. ‘મને ટાઢ વાઈ, મને થયું, મને ભાવતું નથી.” એ આધાર આપ્યો કહેવાય. હવે કઢી ખારી લાગી, તે જીભના તાબાની વસ્તુ છે. તેને આપણે કહેવાની જરૂર શું? આ રીતે આધાર અપાય છે ને કૉઝિઝ કરે છે. આખી જિંદગી રાગ-દ્વેષ કર્યા કરે છે. ગમતી વસ્તુઓ પર રાગ ને ના ગમતી ઉપર દ્વેષ કરે છે.
પ્રશ્નકર્તા : આ રાગ-દ્વેષ કરનાર કોણ છે ? અજ્ઞાનતા ?
દાદાશ્રી : “ઈગોઈઝમ'. અજ્ઞાનના આધારથી ‘ઈગોઈઝમ' ઊભો રહ્યો છે ને ‘ઇગોઇઝમ” આ બધું કર્યા કરે છે. જો અજ્ઞાનનો આધાર તૂટી જાય તો ‘ઈગોઈઝમ” પડી જાય.
સંસારતું “રૂટ કોઝ' આ કૉઝિઝનું તમને સમજાયું કે ના સમજાયું ? કોઈ તમારો ગમતો ભાઈબંધ આવ્યો તો તમે ખુશ ખુશ થઈ જાવ એ રાગ છે ને ના ગમતો માણસ આવે ત્યારે ?
પ્રશ્નકર્તા : એકદમ એને કાઢી તો ના મૂકાય, પણ મન મારીને બેસી રહીએ.
દાદાશ્રી : એ દ્વેષ કહેવાય. આમ રાગ-દ્વેષ ર્યા કરો છો.
વેદાંત શું કહે છે કે આ મનુષ્યો પરમાત્મા કેમ થઈ શકતા નથી ? કારણ મળ, વિક્ષેપ ને અજ્ઞાન છે તેથી. જૈનોની ‘થિયરી’ એમ કહે છે કે રાગ, દ્વેષ ને અજ્ઞાન છે તેથી. બન્નેના મૂળમાં અજ્ઞાનતા છે જ. એટલે અજ્ઞાનતા જાય એટલે આધાર તૂટી જાય.
‘ઈફેક્ટ’ તો તેની મેળે થયા જ કરે છે. પણ પોતે અંદર ‘કૉઝિઝ' કરે છે, આધાર આપે છે કે “મેં કર્યું. હું બોલ્યો', ખરી રીતે “ઈફેક્ટ’માં કોઈને કરવાની જરૂર જ નથી. ‘ઈફેક્ટ’ એની મેળે સહજભાવે થયા જ કરે છે. પણ આપણે તેને ટેકો આપીએ છીએ કે ‘હું કરું છું” એ ભ્રાંતિ છે અને એ જ ‘કૉઝિઝ' છે.
પ્રશ્નકર્તા : એ ‘કૉઝ'નું કૉઝ' શું છે ?
દાદાશ્રી : અજ્ઞાનતા. ‘રૂટ કૉઝ' અજ્ઞાનતા છે. ‘જ્ઞાની પુરુષ' અજ્ઞાનતા દૂર કરે.
લક્ષ્મીની લિંક પૈસાવાળો કોણ ? મનનો જે રાજેશ્રી છે તે. હોય તો વાપરે ને ના હોય તોય વાપરે.
આ અનાજ છે તે ત્રણથી પાંચ વર્ષમાં નિર્જીવ થઈ જાય, પછી ઊગે નહીં. અગિયાર વરસે પૈસા બદલાય. પચીસ કરોડનો આસામી હોય, પણ અગિયાર વરસ જો એની પાસે એક આનોય આવ્યો ના હોય તો