________________
આપ્તવાણી-પ
૧૨૭
૧૨૮
આપ્તવાણી-૫
પ્રશ્નકર્તા : આધારને વળગેલી જે વૃત્તિ, તે છૂટે કેવી રીતે ? દાદાશ્રી : “હું શુદ્ધાત્મા છું' એ લક્ષ રહે છે તમને ? પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : તો પછી આધાર રહ્યો જ નહીં, વૃત્તિ રહે જ નહીં, એ જે વૃત્તિ રહે છે તે નિરાધારની છે, આધારની નથી. જ્યારથી આધારીનો આધારભાવ છૂટી જાય છે, પછી જે નિરાધારી થયો તેની જ એ વૃત્તિઓ છે. આપણને એ લક્ષમાં રહેવું જોઈએ કે એ આપણી વૃત્તિ નથી. આપણામાં વૃત્તિઓ નામનું કશું છે જ નહીં. આપણી તો નિવૃત્તિ, નિજભાવમાં જ રહ્યા કરે છે, સ્વાભાવિક થયા પછી !
અકર્તાપદે મતોમુક્તિ પોતે શુદ્ધાત્મા થયો એટલે અર્જા થયો. પછી મનની ગાંઠ છેદાયા કરે અને ગાંઠ ફૂટે ને કર્તા થાય તો મન ઊભું થઈ જાય. આપણે અકર્તાપદમાં હોઈએ તોય મનની ગાંઠ તો ફૂટ્યા જ કરવાની. મન કૂદાકૂદ કરે તોય નિર્જરા થયા કરે, પણ તે વખતે “આપણે” ઉપયોગમાં રહેવું કે શું થાય છે ને શું નહીં ? ખરાબ વિચાર આવે તો વાંધો નહીં ને સારા વિચાર આવે તોય વાંધો નહિ. કારણ કે જેને દુકાન કાઢી નાખવી છે, તેને પછી એ માલ સડેલો હોય તોય કાઢી નાખવાનો છે ને સારો હોય તોય કાઢી નાખવાનો છે.
“કર્તાપદ છે આગ્રહી, અકર્તાપદ છે નિરાગ્રહી” - નવનીત
શુભ કે અશુભનો હવે આગ્રહ નથી. દાન આપવાનો આગ્રહ નથી. ઉદયમાં આવ્યું હોય ત્યારે દાન આપીએ, તો એની નિર્જરા થઈ જાય.
“અવિચારપદ તે શાશ્વત જ્ઞાન.”
પોતે જ્યાં સુધી વિચારમાં તન્મયાકાર થયો ત્યાં સુધી વિચાર પદ કહેવાય અને પોતે વિચારથી છૂટો પડ્યો એટલે અવિચારપદ કહેવાય.
અંતિમ દર્શન પ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્રમાં કેવી રીતે જવાય ? પુણ્યથી ?
દાદાશ્રી : આ અમારી આજ્ઞા પાળે, તેનાથી આ ભવમાં પુણ્ય બંધાઈ જ રહી છે. તે મહાવિદેહ ક્ષેત્રમાં લઈ જાય છે. આજ્ઞા પાળવાથી ધર્મધ્યાન થાય છે. તે બધું ફળ આપશે.
પ્રશ્નકર્તા : શુભ ધ્યાન જે થાય છે તે પણ ધર્મધ્યાનમાં જાય છે ને?
દાદાશ્રી : હા. પણ શુભ ધ્યાન કે અશુભ ધ્યાન, કર્તા હોય તો થાય. અને આ જ્ઞાન પછી વિચારો આવે, કોઈને દાન આપો તે બધી નિર્જરા છે.
પ્રશ્નકર્તા : અહીંયાં સત્સંગમાં આપણે પદો ગાઈએ, એનું શું?
દાદાશ્રી : એ બધું અમારી આજ્ઞામાં આવી ગયું. જ્ઞાનીની આજ્ઞારૂપી ધર્મધ્યાનનું ફળ ઊંચામાં ઊંચી મનુષ્યગતિ આવે. તેનાથી આવતો ભવ બહુ સુંદર આવે, તીર્થકરો આપણને મળે, પછી શું જોઈએ ? આપણને આત્મા તો પ્રાપ્ત થઈ ગયેલો છે. ખાલી છેલ્લાં તીર્થંકરનાં દર્શન કરવાનાં રહે છે તે એક જ વખત થાય તો બહુ થઈ ગયું. કેવળજ્ઞાન અટકેલું હોય તે પૂરું થાય. ‘જ્ઞાની પુરુષ' તો પોતે જ્યાં સુધી પહોંચ્યા હોય ત્યાં સુધી લઈ જાય. એથી આગળ ના લઈ જાય. આગળ તો આગળનાં જે હોય તેની પાસે લઈ જાય, એમાં ચાલે જ નહીં ને ?
એસિડતો બર્ત કે મુક્તિતું આસ્વાદત ?
આપણે ત્યાં પેલાં એક ભાઈ આવે છે ને, તેમનો ભત્રીજો એસિડથી દાઝયો હતો. દેવતામાં પડવું સારું પણ એસિડ બહુ વસમું. ડૉક્ટરો બધા ગભરાઈ ગયેલા કે આ છોકરો ત્રણ કલાકથી વધારે નહીં જીવે. એ છોકરાને અમે જ્ઞાન આપેલું. તે ડૉક્ટરોને હસતાં હસતાં એ શું કહે કે, “તમારે મને જ્યાંથી કાપવું હોય ત્યાંથી કાપો. હું જુદો ને રાજુ જુદો !” આ