________________
આપ્તવાણી-૫
૧૦૭
૧૦૮
આપ્તવાણી-૫
દાદાશ્રી : ‘કેવળજ્ઞાન” અબુધ થયા વગર ઉત્પન્ન થાય જ નહીં. હંમેશાં બુદ્ધિ હોય ત્યાં વ્યવહારિક અહંકાર હોય, જ્ઞાની હોય તો પણ અને બુદ્ધિ ના હોય ત્યારે વ્યવહારિક અહંકાર પણ ના હોય.
પ્રશ્નકર્તા : તો પછી બુદ્ધિ હોય તે સારું કે ના હોય તે સારું?
દાદાશ્રી : મોક્ષે જવું હોય તો બુદ્ધિ કામની જ નહીં. બુદ્ધિ તો સંસારમાં રઝળપાટ કરાવનારી છે. જ્યાં જાય ત્યાં નફો-તોટો દેખાડે. ગાડીમાં બેસવામાંય બુદ્ધિ વપરાય કે અહીં બેસું તો નફો છે ને ત્યાં ખોટ છે ! બુદ્ધિની ભૂખ એવી છે કે કોઈ દહાડોય મટે નહીં. એ તો અંતવાળું જોઈએ. જગત આખું બુદ્ધિજ્ઞાનમાં છે.
પ્રશ્નકર્તા: બુદ્ધિની આગળ જવું જોઈએ ?
દાદાશ્રી : બુદ્ધિની આગળ ગયા વગર છૂટકો જ નથી. ત્યાં સુધી મોક્ષ થાય જ નહીં.
જ્ઞાતીની આજ્ઞા - પ્રત્યક્ષ મોક્ષ વર્તતા પ્રશ્નકર્તા : એવું કેમ કહેવામાં આવ્યું છે કે જ્ઞાનીની આજ્ઞામાં જ વીતરાગ સમાયેલો છે ?
દાદાશ્રી : એ આજ્ઞા સિવાય બીજો રસ્તો જ નથી ને ? જ્ઞાનીની આજ્ઞા જે પાળતો નથી તે મોક્ષે જવાને લાયક નથી. જ્યારે લાયક થશે ત્યારે એ આજ્ઞા પાળી શકશે. નહીં તો સ્વચ્છેદ ઊભા થાય. તેથી શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે :
રોકે જીવ સ્વછંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે, ભાખ્યું જીન નિર્દોષ. પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી સ્વચ્છેદ તે રોકાય,
અન્ય ઉપાય કર્યા થકી પ્રાયે બમણો થાય.”
જાતે રોકવા જશે તો બમણો થશે અને ‘જ્ઞાની પુરુષ’ની પાસે એમની આજ્ઞાનું આરાધન કરવું એ જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી.
જ્ઞાતી, બાળક જેવા ! આ નાનો છોકરો રડે છે તે બુદ્ધિપૂર્વકનું નથી રડતો અને ૨૦૨૫ વર્ષની ઉંમરનો માણસ રડે તે બુદ્ધિપૂર્વકનું રડે અને ‘જ્ઞાની પુરુષ' રડે તે બુદ્ધિપૂર્વકનું ના રડે. બાળક ને જ્ઞાની બેઉ સરખા હોય. બેઉ અબુધભાવે હોય. બાળકને ઊગતો સૂર્ય ને જ્ઞાનીને આથમતો સૂર્ય. બાળકને અહંકાર છે પણ તેમને જાગૃતિ નથી અને અમે અહંકારશૂન્ય હોઈએ.
જ્યાં બુદ્ધિ વાપરે છે ત્યાં જ પાપ બંધાય છે.
પ્રશ્નકર્તા : દાદા, અમે ચોવીસેય કલાક તમારું નામ દઈને બોલ્યા કરીએ તો પાપ બંધાય નહીં ને ? - દાદાશ્રી : દાદાનું નામ દેવું તે પોતાના જ ‘શુદ્ધાત્મા'નું નામ દીધા બરાબર છે. આ પદો ગાય તે પોતાના જ શુદ્ધાત્માનું કીર્તન ગાય, એના જેવું છે. અહીં બધું જ પોતાનું છે. આ આરતી પણ પોતે પોતાની જ છે, અમારું કશું નહીં. જેને જેટલું કરતાં આવડ્યું એટલું ફાવશે.
ઓપન માઇન્ડ ‘માઇન્ડ ઓપન’ ના રહે, ગૂંચવાયેલું રહે ને ગૂંચવાયેલું રહે એટલે મુક્ત હાસ્ય ઉત્પન્ન ના થાય.
પ્રશ્નકર્તા : ‘ઓપન માઈન્ડ” એટલે શું કહેવા માંગો છો ?
દાદાશ્રી : આ ગોળની પાછળ માખી ફરફર કર્યા કરે, એના જેવું મન એવી એક જગ્યાએ કશી ચીજની પાછળ ભમ્યા કરતું હોય એ ‘ઓપન માઇન્ડ' ના કહેવાય. ‘ઓપન માઇન્ડ' જે વખતે જે હોય તેમાં એકતાલ હોય. હસવાની વખતે હસે, વાત કરવાની વખતે વાત કરે, ગાવાની વખતે ગાય, બધામાં ‘ઓપન માઇન્ડ' હોય.
| યોગસાધતાથી પરમાત્મદર્શન પ્રશ્નકર્તા : યોગસાધનાથી પરમાત્મદર્શન થાય ?