________________
આપ્તવાણી-૫
દાદાશ્રી : એ પ્રશસ્ત મોહ હતો. જે મોક્ષે જનારા હોય તેની પરેય મોહ થઈ જાય. તેને પ્રશસ્ત મોહ કહ્યો. છેવટે એ પ્રશસ્ત મોહ નુકસાનકારક નથી. એ ‘વસ્તુ’ આપી દેશે. જરાક જ્ઞાન મોડું થાય, પણ તેનો વાંધો શો છે ?
૧૦૩
વીતરાગો ઉપર મોહ, જેનાથી વીતરાગતા આવે એવી બધી વસ્તુ પર મોહ, એનું નામ પ્રશસ્ત મોહ. પછી એ મોહ મૂર્તિ ઉપર કેમ ના હોય, પણ એ વીતરાગતા લાવનારી વસ્તુ છે માટે એ પ્રશસ્ત મોહ કહેવાય.
પ્રશ્નકર્તા : આપના ઉપર મોહ હોય તો તે પ્રશસ્ત કહેવાય ને ?
દાદાશ્રી : હા, ‘જ્ઞાની પુરુષ’ ઉપર મોહ તે તો બહુ ઉત્તમ કહેવાય. કેટલાય અવતાર ત્યાગ કરે, નાગા ફરે ત્યારે એને સંસારનો મોહ ઘટી ગયેલો હોય, ત્યારે એને ‘જ્ઞાની પુરુષ’ મળી આવે. મત, વિરોધાભાસી
પ્રશ્નકર્તા : મન સમજે છે કે આ બાજુ ફસામણ છે, પોસાતું નથી ને બીજી બાજુ સંસારી વિચારો આવ્યા કરે. તે શું છે ?
દાદાશ્રી : એવું છે કે મન વિરોધાભાસી હોય. આપણી સમજણ પ્રમાણે મન કામ કર્યા કરે. આપણે જાણીએ કે અમદાવાદ ‘નોર્થ'માં છે એટલે આપણે આપણી સ્ટીમર હાંકીએ, પણ પછી આપણી સમજણ ફરી ગઈ કે ભૂલથી બીજી બાજુ વાળીએ તો અમદાવાદ આવે કંઈ ? એટલે મન એ સ્ટીમર જેવું છે. આપણે જેવું વાળીએ એવું કામ આપે. એટલે મનને સમજણ બહુ સારી આપવી જોઈએ, આપણા જ્ઞાનથી. પછી મન ‘ફર્સ્ટ કલાસ’ ચાલે. મન આ વાત પકડે નહીં ને પકડ્યા પછી પાછું છોડે નહીં.
પ્રશ્નકર્તા : તો દાદા, એને પકડવા માટે શું કરવાનું ?
દાદાશ્રી : એ અમે કરી આપીએ. અમે જ્ઞાન આપીએ છીએ.
તે જ દહાડે આત્મા જગાડીએ છીએ, તેથી મન આ બાજુ વળી જાય.
૧૦૪
આપ્તવાણી-૫
શંકાનું ઉદ્ભવસ્થાન
વ્યવહારમાં જે શંકા થાય છે, તે મનનું કામ છે. એ મનના ગુણો છે. એમાં મન અને બુદ્ધિ બે ભેગી થાય એટલે જાતજાતના વંટોળે ચઢે. જેમ પવન વંટોળે ચઢે છે ને ચક્રાવો લે છે ને તેવું આ ‘સાયક્લોન’ (વંટોળ) મહીં ચડે.
પ્રશ્નકર્તા : એમાં બુદ્ધિનું શું હોય ?
દાદાશ્રી : હા, બુદ્ધિ ખરી ને. મન હા પાડે ત્યારે બુદ્ધિ કહેશે, ‘ના, આમ છે.’ એટલે પાછી શંકા પડે. એટલે મહીં ‘પાર્લામેન્ટ’ છે. આત્મામાં કોઈ નિઃશંક થયેલો નહીં. આત્મામાં નિઃશંક થાય તો લક્ષ બેસી જાય.
પ્રશ્નકર્તા : મોક્ષ થવા માટે સંપૂર્ણ નિઃશંક થવાની જરૂર છે ?
દાદાશ્રી : આત્મામાં નિઃશંક થવું પડે, પણ આત્મા શું હશે ? આ લોકોનો માનેલો આત્મા બુદ્ધિમાં સમાય એવો નથી. લોકોની પાસે બુદ્ધિ છે અને બુદ્ધિમાં સમાઈ રહે એવો આત્મા નથી; પણ એ અમાપ છે. જ્યાં ‘મેઝર’ (માપ) નથી, તોલમાપ નથી એવો આત્મા જ્ઞાનથી જણાય એવો છે. તેય જ્ઞાનીના જ્ઞાનથી આત્મા લક્ષમાં બેસે, નહિ તો લક્ષમાં બેસે નહિ.
પ્રશ્નકર્તા : ‘કોન્સિયસ માઈન્ડ' કોને કહેવાય ? એ મન છે ?
દાદાશ્રી : એ મનને નથી કહેતા. એ પાછું ચિત્તને કહે છે. ખરું મન જે છે તે તો આત્માના સાંનિધ્યને લીધે ઉત્પન્ન થાય, જેને આપણા લોકો ભાવ કહે છે.
પ્રશ્નકર્તા : આત્માની સાથે એનો સંબંધ કેવી રીતે ?
દાદાશ્રી : ખાલી ‘ટચ'નો જ સંબંધ છે. સામીપ્ય ભાવથી ચાર્જ થયા કરે. જ્યાં સુધી ‘હું ચંદુલાલ છું’ એવા ભાવ છે, આનો ફાધર છું, એ બધા ભાવો હોય ત્યાં સુધી ‘ટચ’ થયા કરે ને ‘ચાર્જ’ થયા કરે.