________________
આપ્તવાણી-૫
૧૦૦
આપ્તવાણી-૫
ના પડો. પણ ‘ડિસ્ચાર્જ તો થાય જ ને ? અમે એટલું જ જોઈ લઈએ કે ઉપયોગ હતો કે નહીં.
પ્રશ્નકર્તા : દૃષ્ટિનો દ્રષ્ટા ગોતવાની વાત હજુ મને સમજાઈ નથી, તે મને જરા સમજાવો.
દાદાશ્રી : આપણે દ્રષ્ટા ગોતીને બેઠા છીએ પણ જેને સ્વરૂપનું ભાન ના હોય તેને કહીએ કે “તારી દૃષ્ટિ પડે છે એ તો દેશ્ય છે. પણ ત્યાં દ્રષ્ટા કોણ છે, તેની તપાસ કર.” એવું અમે કહેવા માંગીએ
છીએ.
બહાર તો આ ઇન્દ્રિયદૃષ્ટિ છે. પણ જ્યારે મનની બધી ક્રિયાઓમન શું શું બોલે છે ? શું વિચારે છે ? પછી બુદ્ધિની ક્રિયા-બુદ્ધિ શું શું દેખાડે છે ? પછી ચિત્ત ક્યાં ક્યાં ભટકે છે ? અહંકાર ‘ડિપ્રેસ થાય છે કે “એલીવેટ’ થાય છે ? આ બધાને જોયા કરવું એ જ આપણો દ્રષ્ટા. દષ્ટિનો વિષય એ દૃશ્ય ને આપણે દ્રષ્ટા.
પ્રશ્નકર્તા: બહારના કે અંદરના કોઈ પણ પ્રસંગમાં, કોઈ પણ ઉદય હોય ત્યારે આપણે જાણીએ કે આ મારો સ્વભાવ નથી, ત્યારે અનુભવ થાય ને ?
દાદાશ્રી : હા, થાય ને ! મારો સ્વભાવ આ નથી એવું જે સમજે છે તે પોતાના સ્વભાવમાં સ્થિર થાય છે. ગમે તેટલા ‘ચંદુલાલ' અકળાયા હોય તોય ‘તમારી” જાગૃતિ જાય નહીં એવું આ જ્ઞાન છે અને અકળામણ તો થયા વગર રહેવાની જ નહીં, કારણ કે મહીં ભરેલો માલ છે ને ?
‘ડિસ્ચાર્જ એટલે ઊલટી થાય છે એના જેવી વાત ! કોઈ માણસની ઊલટી આપણા પર થઈ તેથી કરીને તેને વઢાય નહીં, કારણ કે એને બિચારાને કરવું નથી પણ થઈ જાય. તેને એ શું કરે ? એમ આ કષાયો ઊલટીની જેમ ‘ડિસ્ચાર્જ થાય છે. પછી સારું થઈ જાય, ભૂમિકા ચોખ્ખી થતી જાય.
ઉપયોગ કોને કહેવાય કે હજાર હજારની નોટ ગણતો હોય ત્યાંથી
એનો ઉપયોગ બીજી જગ્યાએ જાય ખરો ? એનું નામ ઉપયોગ કહેવાય. એવો ઉપયોગ અમારો નિરંતર રહેવાનો. અમારી હાજરીમાં રહો તો તમારેય ઉપયોગ રહે.
પ્રશ્નકર્તા: આ પદમાં કે બીજામાં જુદા જુદા પ્રમાણમાં રસ હોય છે એટલે એવું થાય છે ?
દાદાશ્રી : રસને કેળવવાની જરૂર નથી. આપણે તો ઉપયોગ દેવાનો છે. આપણે કહી દેવાનું, “ચંદુલાલ, દાદાના દરબારમાં બેઠા છો. હવે અહીં જે જે ચાલે તેમાં તમે ઉપયોગ દઈને ચાલો.' પછી આપણે ‘જોયા” કરવાનું, ઉપયોગ ચૂકો તો તરત કહેવાનું, “ચંદુલાલ ચૂક્યા, આવું ના હોવું જોઈએ.”
મને કોઈ પાંચની નોટ કે દસની નોટનું પરચૂરણ આપે તો હું કોઈ દહાડો ગણવા ના બેસું. ૨૫-૫૦ પૈસા ઓછા આપ્યા હશે પણ એટલું ગણતાં મારો ટાઈમ કેટલો નકામો જાય ? લક્ષ્મીજીની બાબતમાં નિઃસ્પૃહ નથી થઈ જવાનું, પણ તેમાં ઉપયોગ ના દેવાય.
ઉપયોગ તો બહુ મોટામાં મોટી વસ્તુ છે.
આ ઉપયોગ ક્યાં સુધી દેવાનો છે ? રાત-દહાડો ‘દાદા’ સાંભર સાંભર કરે. એમના વગર ગમે નહીં. એમનો વિરહ લાગે ત્યારે એમાંથી ‘ઇલેક્ટ્રિસિટી’ ઝરતાં પ્રકાશ મારે, આખો સ્વયં પ્રકાશ !
વિરહીતી વેદના વિરહની વેદના ઉત્પન્ન થાય. વિરહીનો અર્થ શો ? ચેન જ ના પડે. ત્યારે સમજવું કે જંજાળથી છૂટ્યા. નવી પરણેલી હોય તેનો વર ઓફિસે જાય તોય બહેનનું ચિત્ત ધણીમાં ને ધણીમાં જ રમતું હોય – અહીં રસોઈ બધી સરસ બનાવે તોય.
આ તો એવું છે ને કે પરમાત્મા એ અભેદ સ્વરૂપે છે. અભેદ સ્વરૂપના વિરહો લાગે તો સંસાર તો તમારો બહુ જ સુંદર ચાલે. આ તો ડખો કરે ઊલટો. સંસાર સહેજે ચાલે એવી વસ્તુ છે. આ ખાધા