________________
આપ્તવાણી-૫
૯૮
આપ્તવાણી-૫
ના ખવડાવે ને સંસાર ચાલ્યા કરે. રસ વગર ‘સમભાવે નિકાલ’ કરવો.
પ્રશ્નકર્તા : એ સારું કહેવાય ?
દાદાશ્રી : એ ‘જ્ઞાની’ કહેવાય, ‘ઇન્ટરેસ્ટ’ સિવાય કરે એ “જ્ઞાની’ કહેવાય.
પ્રશ્નકર્તા : રસ વગર કોઈ વસ્તુ કરીએ તો તેની શરીર ઉપર અસર ના થાય ?
દાદાશ્રી : જે “ઇન્ટરેસ્ટ’ હતો, તે શરીર પર મોહનો માર ખવડાવતો હતો. તેની શરીર પર અસર પડતી હતી. આનાથી તો શરીર સારું થાય. ગુલાબની પેઠ ખીલે. પેલું તો મોઢા પર દિવેલ ફરી વળેલું હોય.
સહજતા અને દેહાધ્યાસ પ્રશ્નકર્તા : દેહ સહજ થાય, એને દેહાધ્યાસ કહેવાય ?
દાદાશ્રી : સહજ તમે શેને સમજ્યા ? સહજની ભાષામાં સહજ સમજ્યા છો કે તમારી ભાષામાં ? ગજવું કાપી લે ને તમને અસર ના કરે તો દેહાધ્યાસ ગયો. દેહને કોઈ કંઈ પણ સળી કરે ને જો પોતે સ્વીકારે તો તે દેહાધ્યાસ છે. “મને કેમ કર્યું ?” તો તે દેહાધ્યાસ.
જ્ઞાનીઓની ભાષામાં દેહ સહજ થાય એટલે દેહાધ્યાસ ગયો. પ્રશ્નકર્તા : દેહ સહજ થયો ક્યારે ગણાય ?
દાદાશ્રી : આપણા દેહને કંઈ પણ કરે તો ય આપણને રાગદ્વેષ ના થાય તેનું નામ સહજ. આ અમને જોઈને સમજી લો ને કે સહજ કોને કહેવાય ? સહજ એટલે સ્વાભાવિક, કુદરતી, વિભાવિક દશા નહીં. પોતે ‘હું છું’ એવું ભાન નહીં.
પ્રશ્નકર્તા : સહજ ક્યારે થાય ?
દાદાશ્રી : આ ‘જ્ઞાન’ પરિણામ પામે ને કર્મો બધાં ઓછાં થઈ જાય એટલે સહજ થતો જાય. અત્યારે અંશે અંશે કરીને સહજ થઈ રહ્યો
છે તે સંપૂર્ણ સહજ થઈ જાય. દેહાધ્યાસ તૂટે એટલે સહજ ભણી જાય, જેટલા અંશે સહજ થાય એટલા અંશે સમાધિ થાય. હવે તમને ખાતરી થઈ ગઈ છે ને કે માર્ગ મળી ગયો છે ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : જેને એ ખાતરી થઈ જાય તેનો અંત આવે. દરેક વસ્તુનો અંત આવે; વિચારનો અંત આવે; જ્ઞાનનો અંત આવે. બધાંનો અંત આવે. પણ એક અજ્ઞાનનો અંત ના આવે !
દ્રષ્ટામાં દૃષ્ટિ પડી એવું જે કહે છે ને એ તો દ્રષ્ટાથી ઘણાં છે. છે. એમને દ્રષ્ટા પ્રાપ્ત કરતાં કરતાં તો ઘણો કાળ જશે. આ તો આપણને દ્રષ્ટા પ્રાપ્ત થઈ ગયેલો છે. જેને જગત ખોળે છે તે આપણી પાસે છે. હવે એનો ઉપયોગ, શુદ્ધ ઉપયોગ કેમ કરવો એ આપણું કામ, એ પુરુષાર્થ કહેવાય.
તમે ઘરમાંથી બહાર નીકળો એટલે શુદ્ધ ઉપયોગ મૂકો એટલે રિયલ ને રિલેટિવ બધું જોતાં જોતાં આગળ જવાય. તે વખતે શુદ્ધ ઉપયોગ રહે. અહીં કોઈની જોડે વાતચીત કરવા માંડી તે ઘડીએ વાતચીત કરતા રહીએ અને શુદ્ધ ઉપયોગ મહીં રાખ્યા કરાય. વાતચીત કરે એ ‘ચંદુલાલ’ કરે ને “આપણે” બધું જોયા કરીએ. ઉપયોગ એ રીતે રહી શકે એમ છે. કંઈ બહુ અઘરી વસ્તુ નથી.
મનમાં તન્મયાકાર પરિણામ ના હોય, વાણીમાં તન્મયાકાર પરિણામ ના હોય, વર્તનમાં તન્મયાકાર પરિણામ ના હોય, એનું નામ શુદ્ધ ઉપયોગ. જાગૃતિ આવતાં વાર લાગે. ધીમે ધીમે જેમ જેમ કષાયો ઉપશમ થાય, નિકાલી કષાયો – ‘ડિસ્ચાર્જ કષાયો ઓછા થાય તેમ તેમ જાગૃતિ વધે. હવે નવા કષાય ચાર્જ થાય નહીં, પણ જે ‘ડિસ્ચાર્જ કષાયો છે તેનું ‘ડિસ્ચાર્જ થયા જ કરવાનું.
અમે તમારે ઘેર આવ્યા ને તમે વાઈફ જોડે અકળાયા હો તો અમે કંઈ નોંધ ના કરીએ કે તમે આ ખોટું કરો છો. એ અકળામણ તમારી ‘ડિસ્ચાર્જ થતી છે. તમને ‘જ્ઞાન આપ્યું છે એટલે તમે કાચા