________________
આપ્તવાણી-૫
૯૩
આપ્તવાણી-૫
પ્રશ્નકર્તા : શુદ્ધતા લાવવા શું કરવું ?
દાદાશ્રી : કરવા જશો તો કર્મ બંધાશે. ‘અહીં’ કહેવાનું કે અમારે આ જોઈએ છે. કરવાથી કર્મ બંધાય છે. જે જે કરશો, શુભ કરશો તો શુભનાં કર્મ બંધાશે, અશુભ કરશો તો અશુભનાં બંધાશે અને શુદ્ધમાં તો કશું જ નથી. જ્ઞાન એની મેળે જ ક્રિયાકારી છે. પોતાને કશું કરવું ના પડે.
પોતે મહાવીરના જેવો જ આત્મા છે પણ ભાન થયું નથી ને ? આ ‘અક્રમ વિજ્ઞાન’થી એ ભાન થાય છે. જાગૃતિ ખૂબ વધી જાય છે. ચિંતા બંધ થઈ જાય, મુક્ત થઈ જવાય ! સંપૂર્ણ જાગૃતિ ઉત્પન્ન થાય છે. આ ‘કેવળજ્ઞાન' વિજ્ઞાન છે. જેવું તેવું નથી. એટલે આપણું કામ નીકળી જાય.
પ્રશ્નકર્તા : આપ જેટલા ‘જ્ઞાની’ છો તેટલું જ્ઞાન મેળવવા શું કરવું જોઈએ ?
કર્મ બંધાય નહીં. શુદ્ધ ભાવ હોય તેને કર્મ ના બંધાય. અશુભ ભાવથી પાપ બંધાય ને શુભ ભાવથી પુણ્ય બંધાય. પુષ્યનું ફળ મીઠું આવે અને પાપનું ફળ કડવું આવે. ગાળો ભાંડે ત્યારે મોટું કડવું થઈ જાય છે ને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : અને ફૂલહાર ચઢાવે તે ઘડીએ ? મીઠું લાગે. શુભનું ફળ મીઠું ને અશુભનું ફળ કડવું અને શુદ્ધનું ફળ મોક્ષ !
પ્રશ્નકર્તા : જીવ મુક્તિ ક્યારે પામે ?
દાદાશ્રી : શુદ્ધ થાય તો મુક્તિ પામે. શુદ્ધતાને કશું અડે જ નહીં. શુભને અડે. આ શુભનો માર્ગ જ નથી. આ શુદ્ધનો માર્ગ છે. એટલે નિર્લેપ માર્ગ છે.
આ વિજ્ઞાન’ છે. ‘વિજ્ઞાન' એટલે બધી રીતે મુક્ત કરાવડાવે. જો શુદ્ધ થયો તો કશું અડે નહીં અને શુભ છે તો અશુભ અડશે. એટલે શુભવાળાને શુભ રસ્તો લેવો પડે. એટલે શુભમાર્ગી જે કરતા હોય તે બરાબર છે. પણ આ તો શુદ્ધનો માર્ગ. શુદ્ધ ઉપયોગી બધા. એટલે બીજી કશી ભાંજગડ જ નહીં.
આ માર્ગ જુદી જ જાતનો છે. વિજ્ઞાન છે આ ! વિજ્ઞાન એટલે જે જાણવાથી જ મુક્ત થવાય. કરવાનું કશું જ નહીં. જાણવાથી જ મુક્તિ ! આ બહાર છે તે જ્ઞાન છે. જ્ઞાન એટલે ક્રિયાકારી ના હોય અને આ વિજ્ઞાન ક્રિયાકારી હોય. આ ‘વિજ્ઞાન’ પ્રાપ્ત થયા પછી અંદર તમને ક્રિયા કર્યા જ કરે. શુદ્ધ ક્રિયા કરે. અશુદ્ધતા એને અડે જ નહીં. આ વિજ્ઞાન જુદી જ જાતનું છે. “અક્રમ વિજ્ઞાન’ છે !!
પ્રશ્નકર્તા : નિષ્કામકર્મ કહ્યું છે તે આ ?
દાદાશ્રી : નિષ્કામકર્મ એ જુદી જાતનું છે. નિષ્કામકર્મ એ તો એક જાતનો રસ્તો છે. એમાં તો કર્તાપદ જોઈએ. પોતે કર્તા હોય તો નિષ્કામકર્મ થાય. અહીં કર્તાપદ જ નથી. આ તો શુદ્ધ પદ છે. જ્યાં કર્તાપદ છે ત્યાં શુદ્ધ પદ નથી, શુભ પદ છે.
દાદાશ્રી : એમની પાસે બેસવું. એમની કૃપા પ્રાપ્ત કરવી. બસ બીજું કશું કરવાનું નથી. ‘જ્ઞાની'ની કૃપાથી જ બધું થાય. કૃપાથી ‘કેવળજ્ઞાન” થાય. કરવા જશો તો તો કર્મ બંધાશે, કારણ કે ‘તમે કોણ છો ?” એ નક્કી થયેલું નથી. ‘તમે કોણ છો ?” એ નક્કી થાય તો ર્તા નક્કી થાય.
સાપેક્ષ વ્યવહાર ‘વ્યવહાર શું છે” એટલું જ જો સમજે તોય મોક્ષ થઈ જાય. આ વ્યવહાર બધો ‘રિલેટિવ' છે અને ઓલ ધીસ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ્સ એન્ડ રિયલ ઈઝ ધી પરમેનન્ટ એડજસ્ટમેન્ટ !
નાશવંત વસ્તુમાં પોતાપણાનો આરોપ કરવો એ ‘રોંગ બીલિફ' છે. ‘હું ચંદુભાઈ છું, આનો ધણી છું” એ બધી ‘રોંગ બિલીફ’ છે. તમે ‘ચંદુભાઈ છો એમ નિશ્ચયથી માનો છો ? પુરાવો આપું ? ‘ચંદુભાઈને ગાળ ભાંડે તો અસર થાય છે ?