________________
આપ્તવાણી-પ
‘શું જાણવા જેવું છે ને શું જાણવા જેવું નથી’, એટલું જ સમજવાનું
છે.
કર્તાભાવ એ કુસંગ
પોતાનો દોષ દેખાય ત્યારથી સમક્તિ થયું કહેવાય.
પ્રશ્નકર્તા : એનામાં નમ્રતા આવી જાય ?
દાદાશ્રી : નમ્રતા આવે કે ના આવે, પણ સમકિત ત્યારથી ગણાય જ્યારથી પોતાના દોષ દેખાય. નહીં તો પોતાનો એકેય દોષ ના દેખાય. ‘હું જ કર્તા છું’ એમ રહે !
આપણા ‘જ્ઞાન’ને માટે કર્તાભાવ એ કુસંગ છે. ઊલટો એનો કેફ ચઢે. જ્યાં કર્તાપદ છે ત્યાં સમકિતૈય નથી. સમકિત નથી ત્યાં મોક્ષની વાત કરવી એ ખોટી છે, નિરર્થક છે !
જેવું નિદિધ્યાસન કરો...
પ્રશ્નકર્તા : દાદા, આપના સ્મરણ અને નિદિધ્યાસનમાં કંઈ ફેર ખરો ?
દાદાશ્રી : નિદિધ્યાસન તો મુખારવિંદ સાથે રહે અને સ્મરણ મુખારવિંદ વગર રહી શકે. નિદિધ્યાસન, મુખારવિંદ સાથેનું બહુ કામ કાઢી નાખે. ‘દાદા’ ‘એક્ઝેક્ટ’ ના દેખાય તેનો વાંધો નથી. આંખો ના દેખાય તો ય વાંધો નથી. પણ મૂર્તિ દેખાવી જોઈએ. જેનું નિદિધ્યાસન કરીએ તે રૂપ થવાય. ‘દાદા’ પોતે સ્વભાવના કર્તા છે. દાદા ‘એક્ઝેક્ટ’ દેખાય તો તે સ્વરૂપ થવાય, આપણે પણ સ્વભાવના કર્તા થઈએ ! દાદાનું સ્મરણ રહે તોય સારું ને નિદિધ્યાસન રહે તો ય સારું.
પ્રશ્નકર્તા : સતત નિદિધ્યાસન નથી રહેતું.
દાદાશ્રી : દાદાના સ્મરણમાં મનની ચંચળતા રહે, ચિત્તની ચંચળતાય હોય અને નિદિધ્યાસનમાં ચંચળતા ના રહે. નિદિધ્યાસનમાં ચિત્તને ત્યાં રહેવું પડે. ચિત્ત હાજર હોય ત્યાં સુધી જ કામ ચાલે. મનની
આપ્તવાણી-પ
ચંચળતાનો વાંધો નથી. પણ ચિત્તને ત્યાં હાજર જ રહેવું પડે અને જ્યાં ચિત્ત હાજર રહે ત્યાં મનને બેસી રહેવું પડે. છતાંય આખો દહાડો દાદાનું સ્મરણ રહે તો બહુ થઈ ગયું. પણ જોડે જોડે થોડું નિદિધ્યાસન રહે તો સારું.
૯૦
સ્વપ્નમાં તો દાદા એક્ઝેક્ટ’ દેખાય. જેને ભજીએ તે રૂપ થયા કરીએ. જેનું નિદિધ્યાસન કરીએ તે રૂપ થવાય. ચિત્ત ઠેકાણે રહે તો નિદિધ્યાસન થાય.
અધ્યાત્મનું વાતાવરણ
પ્રશ્નકર્તા : કોઈ રાજા-મહારાજાને ત્યાં અગર કોઈ સારી અનુકૂળ જગ્યામાં જન્મે, તો અધ્યાત્મમાં આગળ વધે ને ?
દાદાશ્રી : હા. રાજા-મહારાજાઓને ત્યાંય જન્મે અને બીજું અહીં સારાં ઘરોમાં જન્મે કે જ્યાં આગળ, જ્યાં જાય ત્યાં માનભેર હોય. સાસરીમાં જાય તો ત્યાંય માનભેર હોય. જેને નાનપણથી અપમાન થયા કરે તે મનમાં નક્કી કરે કે મારે ગમે તે રસ્તેથી આ લોકોની પાસેથી માન લેવું છે. તે એનું ધ્યેય બદલાઈ ગયું હોય અને તે માનમાં ભળી ગયો હોય. તેને આ માનનો માલ પોસાય. બાકી બીજી ભીખ હોય તેને એ ના પોસાય.
આ હિન્દુસ્તાનમાં જન્મ થયો એ અનંત અવતારના આધારે થયો છે. બાકી ફોરેનવાળા તો અધ્યાત્મમાં પુનર્જન્મ સમજતા નથી. વિકલ્પોથી વિશ્વતી વણઝાર
અહીં અરીસાભુવન હોય ને ત્યાં આપણે એકલા ઊભા હોઈએ તો આપણે દોઢસો દેખાઈએ ! એવું છે આ જગત ! વિકલ્પ કરે કે દેખાયું. વિકલ્પના પડઘા પડે છે આ.
પ્રશ્નકર્તા : વિકલ્પના પડઘા પડે છે, તો પછી સંકલ્પનું શું પરિણામ ?