________________
આપ્તવાણી-પ
૮૮
આપ્તવાણી-૫
તો ‘ઈગોઈઝમ’ બિલકુલ ખલાસ કરવો જોઈએ. ‘જ્ઞાની પુરુષ’ હોય તો, તે જ્ઞાન આપે તો ઈગોઈઝમ બધું ખલાસ થઈ જાય.
પ્રશ્નકર્તા : લાચારી એ શું ?
દાદાશ્રી : લાચાર થયેલ માણસને પૂછીએ તો લાચારી સમજાય. અગર તો દેવું બહુ થઈ ગયું હોય, વસ્તુઓની મુશ્કેલી પડતી હોય, વાઈફ કહે કે ‘પેલું કેમ લાવતા નથી ?” પાસે પૈસા ના હોય તે નરી પરવશતા લાગે.
પરવશતામાંથી ‘સ્વવશ' થવા માટે આ મહાવીરનું વિજ્ઞાન છે. અને પરવશતામાંથી ‘સ્વવશ’ થયા તો પરવશતા પછી અડતી જ નથી.
પ્રશ્નકર્તા : આત્માને પરવશતા થતી નથી ને ? દાદાશ્રી : ના, આત્માને પરવશતા નથી. પ્રશ્નકર્તા : તો શરીર લાચારી અનુભવે છે ?
દાદાશ્રી : ના, શરીરેય લાચારી અનુભવતું નથી. અહંકાર લાચારી અનુભવે છે.
દાદાશ્રી : તને પોતાને તું તારી “સેલ્ફ' જેને જાણે છે, તેને થાય છે. ‘શરીર મારું છે' એવું જે માને છે, તેને ચિંતા થાય છે.
પ્રશ્નકર્તા: ‘હું બોલ્યો, પણ તેમાં મને કંઈ લાગતું-વળગતું નથી.’ એમ હું કહી દઉં તો પછી ચિંતાનો કંઈ સવાલ જ નથી ને ?
દાદાશ્રી : જો તને આ સંસાર અસરકારક ના હોય તો વાંધો જ નથી. આ જ્ઞાન સમજવાની જરૂર નથી. પણ તને કોઈ પણ રસ્તે આ સંસાર ‘ઈફેક્ટિવ' (અસરકારક) છે ? આ બધું ‘રિલેટિવ’ છે. તને પોતાને અસર થાય છે ને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : તે અસર થાય છે ત્યાં સુધી નિર્બળતા છે. ભયંકર નિર્બળતા ! માણસને અસર ના જ થવી જોઈએ.
આ તો આવા બંગલા, મોટરો બધાં સાધનો હોય છે તોય અસર થાય છે, તો સાધન તૂટી જાય તો શું થાય ? માણસ કલ્પાંત કરી કરીને જિંદગી કાઢે ! માટે આજુબાજુ શું છે ? એ પહેલું જાણી લીધું હોય તો પછી આપણને એ અસરકારક રહે નહીં અને જાણ્યા વગર આપણે બધું માથે લેવું પડે. રાત્રે લોકો દુઃખો માથે મૂકીને સૂઈ જાય છે ને ઊંઘ આવતી નથી. જ્યારે શરીર થાકે છે ત્યારે ઊંઘ આવે છે. એ ‘લાઈફ' કેમ કહેવાય ?
‘તું કોણ છે ? શેના આધારે ‘તું' છે ? એની ખબર નથી. “આ શેના આધારે છે' એની ખબર તો હોવી જ જોઈએ ને ? આધાર- આધારીનો સંબંધ પણ સમજવો જોઈએ ને કે આપણે શેના આધારે છીએ ? પોલીસવાળા આવે છે એવું ખાલી કોઈ કહે તો તેના આવતાં પહેલાં પોતે ફફડે ! આટલી બધી નિર્બળતા કેમ હોવી જોઈએ ? જગત તો બહુ ઊંડું છે. ઘણા અવતારનું જોયેલું છે. પણ યાદ રહે નહીં ને ? એટલે જાણવા જેવું જગત છે !
વળી આ જગતમાં શું કરવા જેવું છે ને શું કરવા જેવું નથી,
આધાર-આધારી પ્રશ્નકર્તા : જે થવાનું છે તે થયા જ કરે છે, ગમે તેટલું કરો.
દાદાશ્રી : જે થવાનું છે એ થયા કરે છે એવું બોલાય જ નહીં. કો'ક ગાળ ભાંડે તે ઘડીએ ચિંતા ના થતી હોય તો એ જ્ઞાન કામનું છે. તને ચિંતા તો થઈ જાય છે. આખા હાલી જાઓ છો. નિર્બળતા ઊભી થઈ જાય.
પ્રશ્નકર્તા : ચિંતા કોને થાય છે ? મને કે મારા આત્માને ? દાદાશ્રી : તને થાય છે. પ્રશ્નકર્તા : એટલે શરીરને થાય છે એમ ?