________________
આપ્તવાણી-૫
કહીએ કે બેન, તું તારે પિયર જા. હવે મારે તારું કામ નથી. તારી સલાહેય સાંભળવી નથી.’ મનની સલાહ સાંભળવામાં વાંધો નહીં, પણ બુદ્ધિ એકલીની સલાહ ના સંભળાય.
૮૧
બુદ્ધિ સંસારની બહાર નીકળવા ના દે. મોક્ષે જવા ના દે, એનું નામ બુદ્ધિ ! બુદ્ધિ નફો-તોટો દેખાડે. આમ થઈ જશે, તેમ થઈ જશે. પાછી એ મતાગ્રહવાળી. અભિગ્રહ શાનો ? મતનો. આત્માનો અભિગ્રહ કરવાને બદલે મતનો અભિગ્રહ કર્યો. બોલો, હવે એ ક્યારે ને કયે ગામ પહોંચે ? લાખ અવતાર થાય તોય કશું વળે નહિ. અંતરદાહ બળતો બંધ ના થાય. અને ‘જ્ઞાની પુરુષ'ની પાસે અંતરદાહ કાયમનો મટી જ
જાય.
જેટલી બુદ્ધિ વધે તેમ બળાપો વધતો જાય. બુદ્ધિ સંસારાનુગામી છે. સંસારમાં હિતકારી છે. પણ મોક્ષે જતાં વાંધો ઉઠાવે. મન તો ખાલી વિચાર જ કર્યા કરે છે. ડિસિઝન ના હોય, એનું નામ મન. ‘અનિડસાઈડેડ’ વિચારો, એનું નામ મન અને ‘ડિસાઈડડ’ વિચારો, એનું નામ બુદ્ધિ ! અહીં બેઠો હોય ને ખોવાઈ જાય તો જાણવું કે ચિત્ત ભટકવા ગયું છે. ‘જ્ઞાની પુરુષ’ પાસે બેસે ત્યારે બુદ્ધિ સમ્યક્ થાય. ત્યારે એ બુદ્ધિ સાચી. સમ્યક્ બુદ્ધિ કેવી હોય ? મત ના હોય, ગચ્છ ના હોય, જુદાઈ ના હોય, બીજી કોઈ ભાંજગડ ના હોય અને ગચ્છમતવાળી બુદ્ધિ મિથ્યાબુદ્ધિ કહેવાય. ‘આ અમારું ને આ તમારું' એમ જુદાઈ કરાવે !
આઉટર બુદ્ધિ - ઈતર બુદ્ધિ
‘આઉટર’ બુદ્ધિ એ ‘મિકેનિકલ’ છે અને ‘ઈનર’ એ સ્વતંત્ર બનાવનારી છે. એ બુદ્ધિ પણ મિકેનિકલ છે.
પ્રશ્નકર્તા : સ્વતંત્ર એટલે ?
દાદાશ્રી : સ્વતંત્ર એટલે આ વર્લ્ડમાં કોઈ આપણો ઉપરી ના હોય. ‘નો બોસ.’ ભગવાનેય ઉપરી નહીં, એવું જોઈએ ! આ ઉપરીપણું કેમ પોસાય ? એક પણ ઉપરી હોય ત્યાં સુધી પરવશપણું કહેવાય ! પરવશપણું કેમ પોસાય ? એ ગમે ત્યારે ડફળાવે, એનું શું કહેવાય ?
આપ્તવાણી-૫
માટે ઉપરી ના જોઈએ. તારી અણસમજણથી બધાં ઉપરી છે. એ સમજણ આપવા હું આવ્યો છું. મારો ઉપરી કોઈ નથી રહ્યો. એટલે હું એમ કહેવા માગું છું કે તમારો ઉપરી પણ કોઈ છે નહીં; માટે વાતને સમજો ! પ્રશ્નકર્તા : ‘મિકેનિકલ' બુદ્ધિથી માણસ શું પામી શકે ? દાદાશ્રી : ‘મિકેનિકલ’ બુદ્ધિથી આ બધી સંસારની બાહ્ય ચીજો
એને મળે.
૮૨
પ્રશ્નકર્તા : જો ‘મિકેનિકલ' બુદ્ધિ હોય તો બધાંને સરખા પ્રમાણમાં જ બાહ્યવસ્તુ મળવી જોઈએ ને ?
દાદાશ્રી : મિકેનિકલ બુદ્ધિ દરેકને જુદા જુદા પ્રમાણમાં હોય પાછી. સરખી હોતી જ નથી. આ આફ્રિકનને એના ‘ડેવલપમેન્ટ' પ્રમાણે બુદ્ધિ હોય. એટલે મનુષ્ય મનુષ્ય ‘ડેવલપમેન્ટ' જુદું.
પ્રશ્નકર્તા : આમાં ‘મિકેનિકલ’ ક્યાં આવ્યું ?
દાદાશ્રી : આ તું પોતે તારી જાતને જે માને છે તે બધું જ ‘મિકેનિકલ’ છે. તું પોતે જ ‘મિકેનિકલ’ છે. જ્યાં સુધી તારી ‘સેલ્ફ’ નહીં જાણે ત્યાં સુધી ‘મિકેનિકલ’ છે, પરવશપણું છે. આ શરીરેય ‘મિકેનિકલ’ છે અને ‘મિકેનિકલ’નો તો કાલે સવારે એકાદ ‘પાર્ટ’ ઘસાઈ ગયો કે ખલાસ ! ‘મિકેનિકલ' એટલે પરવશતા. ખરેખર, તું પોતે જુદો છે. આ મિકેનિકલ વસ્તુથી.
આપણે રોજ પેટમાં ખાવાનું નાખવું પડે છે ને ? જો ‘મિકેનિકલ’ ના હોય ને તો એક જ ફેરો ખાધું એટલે એ કામ પૂરું થઈ જાય. એક ફેરો ખાધા પછી ફરી ખાવું ના પડે. આ તો પૂરણ કરીએ ને પાછું ગલન થાય. બધું ‘મિકેનિકલ’ છે. તું ‘પોતે’ આનાથી જુદો છે. તું પોતે આ ‘મિકેનિકલ’નો ‘જાણનાર’ છે. આ મશીનરી એક પ્રયોગ છે અને તું પ્રયોગી છે. આ પ્રયોગોનો તું ‘જાણકાર’ છે કે આ શું પ્રયોગ થઈ રહ્યો છે, ‘ચંદુલાલ’માં શું શું ફેરફાર થઈ રહ્યો છે ! તેના બદલે તું કહે છે કે ‘હું ચંદુલાલ છું', તે એટલી બધી ભૂલ કેમ પોસાય ?