________________
આપ્તવાણી-પ
૭૧
આપ્તવાણી-૫
જ, વેદે નહીં. જેટલો અજ્ઞાન ભાગ છે એટલું વેદે. તમે શ્રદ્ધાએ કરીને શુદ્ધાત્મા થયા છો, હજી જ્ઞાન કરીને આત્મા થશો ત્યારે જાણવાનું જ રહેશે. ત્યાં સુધી દવાનું ખરું. વેદવામાં તો અમે તમને કહીએ છીએ ને કે આવું બેસવું, આપણા ‘હોમ ડિપાર્ટમેન્ટમાં !” જરાય આઘુંપાછું કરવું નહીં, ગમે તેટલી ઘંટડીઓ મારે તોય ‘હોમ ડિપાર્ટમેન્ટ' છોડવું નહીં. છોને ઘંટડીઓ મારે ! બારસો ઘંટડીઓ મારે તોય આપણે શું કામ આપણી ‘ઓફિસ’ છોડવી ?
શાતા વેદનીય ને અશાતા વેદનીય તો તીર્થકરોને પણ આવે, પણ એ જ્ઞાને કરીને, કેવળજ્ઞાને કરીને જાણે.
મન જો ડિસ્ચાર્જ ના કરીએ તો એ પાછું જોડે આવે, માલસામાન સાથે આવે. એના કરતાં ખાલી થઈ જવા દો ને. એક નિયમ એવો છે કે એ ખાલી થઈ જ જાય. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ, એ ચાર ભેગાં થાય એટલે એ ખાલી થઈ જ જાય, કાયદેસર રીતે.
આત્મા પરમ સુખી છે. અશાતા દેહ આપે, મન આપે, વાણી આપે. કોઈ કશું કહી જાય તોય અશાતા વેદનીય થાય.
પ્રશ્નકર્તા દેહની વેદનીય હોય ત્યારે ચિત્ત તેમાં વધારે જતું રહે.
દાદાશ્રી : હા. ચિત્ત ત્યાંનું ત્યાં જ ભમ્યા કરે. આપણે એને કહીએ કે બહાર જરા ફરવા જા, તો ય ના જાય. ઘરમાં ને ઘરમાં જ રહે.
પ્રશ્નકર્તા : એનાથી ફરી બંધ ના પડે ?
દાદાશ્રી : ના. વેદના ભોગવી લેવાની. ભોગવ્યે જ છૂટકો. બંધ તો કર્તા થાય ત્યારે પડે. કર્તા મીટે તો છૂટે કર્મ.
ચિતતી શુદ્ધતા - સનાતન વસ્તુમાં એકતા
પોલીસવાળો બૂમ પાડતો આવે, હાથકડી લઈને આવે તોય આપણને કશી અસર ના થાય એનું નામ વિજ્ઞાન.
પ્રશ્નકર્તા : તો પછી ચિત્ત શેમાં રાખવું ?
દાદાશ્રી : ચિત્ત પોતાના સ્વરૂપમાં રાખવાનું છે. જે નિરંતરનું હોય તેમાં ચિત્ત રાખો. ચિત્ત સનાતન વસ્તુમાં રાખવાનું છે. મંત્રો એ સનાતન વસ્તુ નથી. એક આત્મા સિવાય આ જગતમાં કોઈ વસ્તુ સનાતન નથી. બીજું બધું ‘ટેમ્પરરી એડજસ્ટમેન્ટ’ છે ! ઓલ ધીઝ રીલેટિઝ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટસ !
‘પરમેનન્ટ’ એક આત્મા એકલો જ છે. સનાતન વસ્તુમાં ચિત્ત બેસી ગયું. પછી એ ભટકે નહીં અને ત્યારે એની મુક્તિ થાય. મંત્રોના જાપ કરતા હોય તેમાં ચિત્ત ક્યાં સુધી રહે ? જ્યાં સુધી પોલીસવાળો આવ્યો નથી ત્યાં સુધી. પોલીસવાળો આવ્યો કે જાપેય ઊડી જાય ને, ચિત્તેય ઊડી જાય. એટલે એ ‘ટેમ્પરરી એડજસ્ટમેન્ટ’ છે. ‘રિલીફ આપે, શાંતિ આપવામાં મદદ કરે, પણ કાયમનું કામ કરે નહીં. આ જપયોગની જરૂર છે ખરી, પણ જ્યાં સુધી સનાતન વસ્તુ ના મળે ત્યાં સુધી. ચિત્ત સનાતનમાં મળી ગયું એ શુદ્ધ ચિત્ત થઈ ગયું અને શુદ્ધાત્મા થઈ ગયો એટલે વિદેહી થઈ ગયો અને વિદેહીં થઈ ગયો એટલે મુક્તિ થઈ ગઈ. વિદેહી થવાની જરૂર છે. આ તો દેહી કહેવાય. ‘હું ચંદુભાઈ છું’ ત્યારથી જ ભ્રાંતિ. “જ્ઞાની પુરુષ” આપણી ઊંઘ ઉડાડે છે. જગત આખું ઉઘાડી આંખે ઊંધે છે. ઊંઘવું એટલે ‘હું આ કરું છું’, ‘હું કર્તા છું' એવું ભાન રહે છે. આ વર્લ્ડમાં કોઈ માણસ એવો જભ્યો નથી કે જેને સંડાસ જવાની સ્વતંત્ર શક્તિ હોય અને પોતાની જે શક્તિ છે તેને પોતે જાણતો નથી. પોતાની શક્તિ સ્વક્ષેત્રમાં છે. પોતાની શક્તિ ક્ષેત્રજ્ઞ છે. એ ક્ષેત્રજ્ઞ શક્તિ ઉત્પન્ન થઈ ગઈ એટલે કામ થઈ ગયું. સંપૂર્ણ શક્તિ ક્ષેત્રજ્ઞ છે. આ બધી ભ્રાંતિ છે..
આ જપયજ્ઞ બહુ સુંદર સાધન છે, પણ જ્યાં સુધી નિષ્પક્ષપાતી ભાવ ઉત્પન્ન ના થાય ત્યાં સુધીનું એ સાધન છે. એ સાધ્ય વસ્તુ નથી. સાધ્ય ક્ષેત્રજ્ઞ છે. પોતાનો સ્વભાવ ક્ષેત્રજ્ઞ છે. એ સ્વભાવ ઉત્પન્ન થાય એ સાધ્ય છે.
પક્ષમાં પડ્યા હોય ત્યાં સુધી ભગવાન ભેગા થાય નહીં. કોઈ વૈષ્ણવ પક્ષમાં, કોઈ શિવ પક્ષમાં, કોઈ મુસ્લિમ પક્ષમાં, કોઈ જૈન પક્ષમાં