________________
આપ્તવાણી-૫
છે, ત્યાં સુધી ભગવાન કોઈ દહાડોય ભેગા થાય નહીં. આ નિયમ જ છે. ભગવાનનો નિયમ એવો છે કે પક્ષમાં પડેલાની સાથે ભેગા થવું નહીં. ભગવાન પોતે જ નિષ્પક્ષપાતી છે. તે નિષ્પક્ષપાતી ભાવ ઉત્પન્ન થશે ત્યારે એ વાત સમજાશે. પક્ષમાં પડેલો ને સંસારમાં પડેલો, એ બેમાં ફેર શું છે ?
૩૩
આડાઈઓ
પ્રશ્નકર્તા : આડાઈ શું કહેવાય છે ?
દાદાશ્રી : અજ્ઞાનતામાં પોતાની ભૂલ થઈ હોય તેની પોતાને ખબર પડે કે આ ભૂલ થઈ ગઈ તોય બીજું કોઈ પૂછે કે આવું કેમ કર્યું, ત્યારે એમ કહે કે આવું કરવા જેવું હતું. એટલો બધો આડો હોય કે ન પૂછોને વાત. લોકો કહેય ખરાં કે તમે તો આડા છો. લોકો એવું કહે કે ના કહે કે ‘તમે આડું બોલો છો કે ?'
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એ જ બધી આડાઈ. ભૂલની ખબર ના હોય ને એને ઢાંકીએ, એ વાત જુદી છે. ખબર હોય ને ઢાંકે એ મોટામાં મોટી આડાઈ. બીજી આડાઈ એ કે રાત્રે કોઈની જોડે આપણને ભાંજગડ પડી હોય અને સવારમાં ચા મૂકવા આવે તો કહે, ‘મારે તારી ચાયે ના જોઈએ ને કંઈ ના જોઈએ.' પાછો આડો થાય. અલ્યા, રાતની વાત રાતે ગઈ. ગઈકાલે શનિવાર હતો, આજ તો રવિવાર છે. પણ શનિવારની વાત રવિવારે ખેંચી લાવે. શનિવારની વાત નિવારમાં ગઈ. રવિવારની વાત નવી પાછી.
પ્રશ્નકર્તા : શનિવારની વાત રવિવારે રહી. એનો જે તાંતો રહ્યો એ આડાઈને તોડવાનો રસ્તો શું ?
દાદાશ્રી : આડાઈને તોડવાની જરૂર નથી. આપણે દાદાની આજ્ઞા પાળવાની છે. ‘વ્યવસ્થિત' જાણ્યું એટલે બોલવા-ચાલવાનું ના રહ્યું. ‘વ્યવસ્થિત'નો અર્થ શું ? આપણને એની જોડે તકરાર, ઝઘડો કશું જ
આપ્તવાણી-પ
રહ્યું નહીં, આનું નામ ‘વ્યવસ્થિત’. ‘વ્યવસ્થિત’ એટલે ‘વ્યવસ્થિત' ! ‘વ્યવસ્થિત’ને પૂરેપૂરું સમજવું પડે અને આ જગતમાં બીજાની તો ભૂલ જ નથી. જેટલી ભૂલો છે તે બધી જ પોતાની ભૂલોનું પરિણામ છે. નહીં તો ગજવું કાપનારો આટલાં બધાંને ભેગો ના થયો ને મને કઈ રીતે ભેગો થઈ ગયો ? આપણી ભૂલ વગર ભેગું થાય નહીં.
૩૪
બે પ્રકારનાં ઇનામ. એક તો લોટરીમાં લાખ રૂપિયાનું ઇનામ આવે તેય ઇનામ છે અને આપણા એકલાનું ગજવું કાપી ગયો ને તેય ઇનામ. બધું ‘વ્યવસ્થિત’ છે.
આત્મા - એક કે પ્રત્યેક !
બ્રહ્મસ્વરૂપ થયું ક્યારે કહેવાય કે કોઈ જાતનો મતભેદ ના રહ્યો. પહેલાં બ્રહ્મસ્વરૂપનો દરવાજો આવે છે. આ બધા મત ત્યાં ભેગા થાય છે. ત્યાં મોટો દરવાજો છે. બ્રહ્મસ્વરૂપ થયા કોને કહેવાય કે જેની વાણી મતવાળી ના હોય, ગચ્છવાળી ના હોય, ફક્ત આત્મા સંબંધની જ વાણી હોય, જુદાઈ ના પડે. એ બ્રહ્મસ્વરૂપ થયા કહેવાય. બ્રહ્મસ્વરૂપ થયા પછી તો આત્મા તો પરમાત્મા જ છે. શુદ્ધાત્માની વાત જ ક્યાં કરવાની ?
પ્રશ્નકર્તા : બ્રહ્મસ્વરૂપ એક છે કે અનેક ભાસે છે ?
દાદાશ્રી : એક અને અનેક બેઉ છે. અમુક અપેક્ષાએ એક છે અને અમુક અપેક્ષાએ અનેક છે. એ તો બ્રહ્મસ્વરૂપની વાત છે. બ્રહ્મસ્વરૂપને તમે શુદ્ધાત્મા સાથે સરખાવો છો ? આત્મા ખરી રીતે પ્રત્યેક છે. એટલે જે આત્મા ત્યાં મોક્ષે ગયા તેમને મોક્ષનું સુખ વર્તે અને જે બંધાયેલા છે તેમને બંધનનું સુખ વર્તે. આત્મા જો એક હોત ને તો ત્યાંવાળાને મોક્ષનું અને અહીંનાને ય મોક્ષનું સુખ વર્તે ! એટલે આત્મા પ્રત્યેક છે, જુદા જુદા છે. ને ત્યાંય પણ જુદા જુદા છે. ત્યાં એક જ થતું હોત ને તો ત્યાં જઈને આપણને શું ફાયદો ? આપણી મિલકત બધી એમને આપી દેવાની ? ત્યાં સિદ્ધગતિમાં જઈને તો પોતાના સ્વયંસુખમાં રહેવાનું. ત્યાં જઈને એક થઈ જવાનું હોય, એના કરતાં અહીં શું ખોટું ? બૈરી ભજિયાં-બજિયાં કરીને ખવડાવે તો ખરી ! બહુ