________________
આપ્તવાણી-૫
માટે ક્ષત્રિય થઈ જાવ. જે સ્વરૂપ આપણું નથી ત્યાં શી પીડા ? જે સ્વરૂપ આપણું નથી એવું ‘જ્ઞાની પુરુષે’ તમને કહ્યું, તે તમને બુદ્ધિથી સમજાયું, પછી શી પીડા ?
૬૩
તમારું એકનું એક મકાન હોય, તે તોડવાનું ગમે નહીં. પણ દેવું થઈ ગયું હોય એટલે વેચી નાખો, તેના દસ્તાવેજ પણ થઈ ગયા હોય, પછી તે ઘર તૂટે ને તમે બૂમો પાડો કે ‘આ ઘર મારું, આ ઘર મારું, તો તે કેવું ખરાબ લાગે !
પ્રશ્નકર્તા : શબ્દમાં કહેવામાં વાંધો નથી આવતો, પણ જ્યારે વેદનીય હાજર થાય છે ત્યારે એનો પરચો બતાવે છે.
દાદાશ્રી : વેદનીય તો તમને શી થઈ છે ? વેદનીય તો જ્યારે પક્ષાઘાત થાય ત્યારે વેદનીય કહેવાય. આને વેદનીય કેમ કહેવાય ? પેટમાં દુખ્યું, માથું દુખ્યું કે સણકા થયા એને વેદનીય કેમ કહેવાય ? એક આપણા મહાત્માને પક્ષાઘાત થયેલો. તે કહે કે “દાદા, આ ‘મંગળદાસ’ને બધાં જોવા આવે છે, તેમને ‘હું' પણ જોઉં છું !''
પ્રશ્નકર્તા : જ્યાં સુધી આત્માનું સ્પષ્ટ વેદન ના હોય, અનંત સ્વરૂપનું વેદન ના હોય ત્યાં સુધી બીજું કંઈ ને કંઈ તો વેદન હોય ને? જેમ કે શાતા-અશાતા.
દાદાશ્રી : એવું છે ને કે વેદનાનો સ્વભાવ કેવો છે કે જો એને પારકી જાણે તો એ જાણ્યા કરે કે આ પારકી છે. પછી ખાલી જાણ્યા જ કરે અને, વેદે નહીં. પણ આ વેદના મને થઈ’ કહે તો વેદે અને આ ‘સહન થતી નથી’ એમ બોલ્યા એટલે વેદના દસ ગણી લાગે. આ ‘સહન થતી નથી’, એમ તો બોલાય જ નહીં.
આ પગ તો તૂટતો હોય તો બીજાનેય કહીએ કે તું પણ તૂટ. નાદારી જ કાઢવી. હવે મોક્ષમાર્ગ હાથમાં આવ્યો છે એટલે જરાક હિંમત દાખવવી પડશે. જૂઓ પડવાથી ધોતિયું શાનું કાઢી નંખાય ? એને તો વેણી નાખવાની.
૬૮
કે ?
આપ્તવાણી-૫
કોઈ કષાયી વાણી બોલે તમારી જોડે તો તે તમારાથી સહન થાય
પ્રશ્નકર્તા : એ જરા દૂર છે એટલે બહુ ના લાગે.
દાદાશ્રી : સામાન્ય રીતે આ મનુષ્યનો સ્વભાવ કેવો હોય ? પેલું શારીરિક દુ:ખ સહન કરે, પણ કષાયી વાણી સહન ના કરે ! માની બેઠાં છે કે આ મને અડેલું જ છે. હવે એટલું અડેલુંય નથી ત્યાં આગળ. ખાલી સ્પર્શ જ છે. ખાલી આત્માનો ને પુદ્ગલનો બેનો સ્પર્શ થાય છે. એકાકાર કોઈ દહાડો થયું નથી. હવે આત્માનો એવો ગુણ છે કે બોલતાંની સાથે જ જેવું બોલે તેવી અસર થઈ જાય. માટે ક્ષત્રિયપણું વાપરવું પડે. થોડો વખત અમારા ટચમાં રહેવું પડે.
આત્માનો સ્વભાવ કેવો છે ? જેવું ચિંતવે એવો તરત જ થઈ જાય. સુખમય ચિંતવ્યો તો સુખમય થઈ જાય ને દુઃખમય ચિંતવ્યો તો તેવું થઈ જાય. એટલે બહુ જાગૃત રહેવાનું છે. આમાં બીજી કોઈ ચિંતવના ના થાય. જેમ કે, મારું માથું દુખ્યું !
પ્રશ્નકર્તા : ચિંતવના થતી નથી, પણ હવામાન બગડી જાય છે.
દાદાશ્રી : હવામાનની અસર થાય પણ આપણાથી બોલાય નહીં કે મને દુખ્યું. આપણે તો એમ કહેવું પડે કે ‘ચંદુભાઈ’ને માથું દુઃખે
છે.
આ તો ખાલી ભડક છે. એક માણસથી કડવી દવા નહોતી પીવાતી. તે મેં તેના દેખતાં, ચા ને ભાખરી ખાઈએ તેમ કડવી દવા ને ભાખરી નિરાંતે ખાધી. તે પેલો માણસ તો ભડકી ગયો કે આ તો તમે ચાની જેમ ખાવ છો. અલ્યા, ચાની જેમ જ પીવાય. આ તો તને ખાલી ભડકાટ પેસી ગયો છે. ત્યાર પછી એ રીતે એ માણસ કડવી દવા પીતો થઈ ગયો. સામો દેખાડતો હોય તો થઈ શકે એમ છે. કોઈ દેખાડનાર જોઈએ. એક ફેરો હું અગ્નિમાં આંગળી ધરીને બતાવું તો તમે હઉ ધરો. દેખાડનાર જોઈએ. આત્માને કશું અડતુંય નથી ને નડતુંય નથી. માટે તે રૂપે રહેવું.