________________
આપ્તવાણી-૫
૬૫
આપ્તવાણી-૫
ઉપયોગ કરતાં આવડ્યો તો કામ થઈ જશે. સહેજ ચૂકશો તો એની અસર થશે, બીજું કશું નુકસાન નહીં થાય પણ તમને અસર ભોગવવી પડશે.
પ્રશ્નકર્તા: એવા ભાવે, અશાતાભાવે નિર્જરા થાય ને ?
દાદાશ્રી : તે નિર્જરા જ થવા માટે આવ્યું છે, પણ એવું છે ને કે એટલું આપણું સુખ આવતું બંધ થઈ ગયું ને ? આપણા સુખનું વેદન બંધ થઈ જાય. અશાતા વેદનીયનો વાંધો નહીં. એની તો નિર્જરા જ થાય.
રીત બદલો, વેદતતી માટે હવે તમે રીત બદલો તો વેદના ઓછી થશે, તેમ તેમ સુખ અંદરથી વધારે આવશે, કેમ કે બહાર ગૂંચવાય તો અંદરથી સુખ આવતું ઓછું થાય. તમારે ‘ચંદુભાઈને અરીસા સામે દેખાડવું, આમ હાથ-બાથ ફેરવીને કહેવું. ‘અમે છીએ ને તમે છો. બે છીએ એ તો નક્કી છે ને? એમાં બનાવટ નથી ને ?”
પ્રશ્નકર્તા : ના, બે જ છે.
દાદાશ્રી : આ ‘પાડોશી’ કંઈ જાણતા નથી એ વાતેય નક્કી છેને? અને આપણે જાણકાર છીએ. પાડોશીને કંઈ ખબર નથી કે માથું દુખ્યું. ખબર આપણને છે. એટલે આપણે કહેવું કે “માથું દુખ્યું તે અમે જાણીએ છીએ. તે હમણાં ઊતરી જશે. શાંતિ રાખો !” પછી ખભો થાબડી આપવો. પાડોશીને તો આપણે સાચવવું જ જોઈએ ને ? અને વેઢમી (પૂરણપૂરી) સારી હોય, ચોખ્ખું ઘી હોય તો બે ખવડાવી પણ દેવી ! ‘ખાઈને સૂઈ જાવ’ કહીએ. પાડાને વાંકે પખાલીને ડામ શા માટે ?
પ્રશ્નકર્તા : પાડો કોણ આમાં ?
દાદાશ્રી : બધો મનનો દોષ છે આમાં. મનની ચંચળતાને લીધે પેટને બિચારાને ભૂખે મરવું પડે. મન પાડો છે આમાં. પેટ પખાલી છે. દોષ મનનો છે ને લોક પેટને ડામ દે છે. ભજિયાં-જલેબી દેખે એટલે
મન ‘આઉટ ઓફ કંટ્રોલ થાય. એટલે પેટમાં આફરો થાય. પછી બીજે દહાડે તબિયત બગડે એટલે પાછો ઉપવાસ કરવો પડે. પછી ધર્મને નામે ઉપવાસ કરે કે ગમે તે નામે, પણ ઉપવાસ તો કરવો પડે !
સમ્યક્ તપ, ભગવાને ઊણોદરી તપ કેવું સરસ બતાડ્યું છે ! બે ભાગ ખોરાક, એક ભાગ પાણીનો ને એક ભાગ હવાનો. એવું ચાર ભાગ પાડીને જમી લેવું.
ભગવાને જ્ઞાન-દર્શન-ચારિત્ર એમ ત્રણ નથી કહ્યું, ચાર કહ્યાં છે. ચોથું તપ કહ્યું. મોક્ષના ચાર પાયા છે. તે ક્રમિકમાંય ચાર પાયા છે ને અહીં ‘અક્રમમાં પણ ચાર પાયા છે. તપ કર્યું ? જ્યારે વેદના થતી હોય. આ તમારે માથું દુખવું એ વેદના. ખરેખર એ વેદના જ ગણાય નહીં. એ તો જાણ્યા જ કરે, પણ બીજી વેદના એવી કે આમ હાથ કાપતા હોય, ઘસી ઘસીને કાપતા હોય એવા સંયોગોમાં આવ્યા હોઈએ ત્યારે તેને વેદના કહેવાય. તે ઘડીએ તપ કરવાનું છે. ભગવાને કહ્યું કે શું તપ ? તું ‘હોમ ડિપાર્ટમેન્ટમાં છે.' સ્વપરિણતિમાં છે તે પરપરિણતિ ઉત્પન્ન ના થાય, એ તપ કરવાનું છે. આ પરપરિણામ છે અને આ મારાં પરિણામ નથી, એમ સ્વપરિણામમાં મજબૂત રહેવું, એનું નામ તપ.
આવું તપ ગજસુકુમારે કરેલું. તે શુદ્ધાત્માના ધ્યાનમાં હતા ત્યારે એમના સસરાએ એમને માથે માટીની સગડી કરી નિરાંતે અંગારા ભર્યા. તેમણે જોયું કે “ઓહોહો ! આ સસરાજી તો મોક્ષની પાઘડી બંધાવે છે.” તે શુદ્ધાત્માના ધ્યાનમાં શ્રેણીઓ ચઢતાં ચઢતાં કેવળજ્ઞાન પામી મોક્ષ ગયા !
મોક્ષનો માર્ગ છે શૂરાનો.. આ શરીરને આપણે કહેવું કે “હે શરીર ! હે મન ! હે વાણી ! તમને જ્યારે ત્યારે લોક બાળશે. તેના કરતાં અમે જ બાળી મૂકીએ તો શું ખોટું ?”