________________
આપ્તવાણી-પ
૬૪
આપ્તવાણી-પ
પણ “આપણે” તો કહીએ, “ચંદુભાઈ, બહુ માથું દુઃખે છે ? હું હાથ ફેરવી આપું છું. ઓછું થઈ જશે.” પણ “મને દુઃખું કહ્યું કે વળગ્યું ! આ તો બહુ મોટું ભૂત છે !”
પ્રશ્નકર્તા : શાતા મીઠી લાગે છે ને અશાતા અળખામણી લાગે
દાદાશ્રી : તે ‘ચંદુભાઈને લાગે છે ને ? ‘ચંદુભાઈ’ને ‘આપણે’ કહીએ કે ડીક્ષનરી હવે બદલી નાખો. અશાતા સુખદાયી ને શાતા દુઃખદાયી. સુખ-દુઃખ તો બધું કલ્પિત છે. મારો આ એક શબ્દ ગોઠવી જોજો, ઉપયોગ કરી જોજો. જો તમને જરાય અસર થાય તો કહેજો.
પ્રશ્નકર્તા : કંઈક રસ્તો કાઢવા માટે તો આ પ્રશ્ન પૂછું છું.
દાદાશ્રી : તમારે મને પૂછવું. હું કહી દઉં તે પ્રમાણે કરવું. રસ્તો તો આ જ છે. અને માથે તો એવું લેવું જ નહીં કે મને દુ:ખે છે. કોઈ કહેશે કે ‘કેમ, તમને શું થયું છે ?” ત્યારે કહેવું કે ‘પાડોશીને માથું દુઃખે છે તે હું જાણું છું.’ અને ‘આ’ પાડોશી છે એવી ‘તમને’ ખાતરી થઈ ગઈ છેને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : તો પછી દુઃખ શા માટે ? પાડોશી રડતો હોય તો આપણે કંઈ રડવા લાગવું ? પાડોશીને ત્યાં તો વઢવાડો થયા જ કરવાની અને બૈરી જોડે કોને વઢવાડ ના થાય ? “આપણે” વગર પરણેલા, “આપણે” શું કામ રડીએ? પૈણેલો રડે. “આપણે” પૈણ્યા નથી ! રાંડ્યા નથી ! ‘આપણે' શું કામ રડીએ ? આપણે તો પાડોશીને છાના રાખવા જોઈએ કે, ‘ભાઈ, રડશો નહીં, અમે છીએ તમારી જોડે. ડોન્ટ વરી, ગભરાશો નહીં.' એમ કહીએ.
પ્રકૃતિની પજવણી આ ‘વણિકમાલ’ તે આવતાં પહેલાં ભડકે. આપણે તો ચંદુભાઈને કહેવાનું કે, “તમને કશું જ થવાનું નથી.’ મહીં એવો વિચાર આવશે
કે પેલા ભાઈને ચલાતું નથી, તે આપણનેય એવું થઈ જશે તો ? એવા વિચારો આવે તો આપણે કહેવું, ‘ચંદુભાઈ, અમે બેઠા છીએ ને ! કશું જ થવાનું નથી.’ ‘આપણે જુદાપણાના વ્યવહારથી બોલોને. આ તો સાયન્સ છે. ‘મને થયું કહ્યું કે ભૂત વળગે. જગતને તેથી ભૂતાં વળગ્યાં છેને બધાં !
પોતે પરમાત્મા પછી શેને માટે આ બધું હોય ? પરમાત્મપણાની શક્તિ થોડી તમને દેખાઈ છે કે નહીં ? તમને ‘પરમાત્મા છો' એવું ભાન, એવી શક્તિ ઉત્પન્ન થઈ છે કે નહીં ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : પછી શો વાંધો છે ? જેને થોડી શક્તિ ઉત્પન્ન થઈ તેને સર્વ શક્તિ છે એ નક્કી થઈ ગયું. તમને કોઈ અપમાન કરે તો પરિણામ બદલાય નહીં એટલે જાણો કે “ઓહોહો ! આટલી બધી શક્તિ !!' તે હજ થોડીક જ નીકળી છે. હજી તો નીકળશે. અનંત શક્તિઓનો ધીમે ધીમે અનુભવ થશે !
આ ‘એ. એમ. પટેલ’ એ માણસ જ છે ને ? તમારા જેવા એ નથી ? માણસને બધું હોય. શું ના હોય ? પણ અમે તો દુઃખ આવતાં પહેલાં જ આધાર આપીએ, ‘અમે છીએ ને પછી તમારે શો વાંધો છે ? અમે તો પાડોશીના પાડોશીનેય કહીએ કે અમે છીએ ને તમારી જોડે !” ભગવાન છે ત્યાં આગળ શી ખોટ હોય ?
આપણે જુદાપણાથી બોલો તો ખરાં. ક્ષત્રિયોની જેમ હિંમત રાખવી. અત્યાર સુધી તમે નિરાધાર હતા. શાસ્ત્રકારોએ એને અનાથ કહ્યું. તે હવે તમે સનાથ થયા. હવે તમે આમ આધાર ના આપશો કે “મને થયું. આમ આધાર આપશો તો એ દુ:ખ પડી નહીં જાય. મને માથું દુખ્યું એ આધાર તમે આપો તો વસ્તુ પડી જાય કે રહે ?
પ્રશ્નકર્તા : રહે. દાદાશ્રી : આધાર આપો તો રહે. આખું સાયન્સ જ છે. એનો