________________
આપ્તવાણી-પ
૫૮
આપ્તવાણી-૫
પ્રશ્નકર્તા : એને અટકાવવાના ઉપાય શું ? એનાં લક્ષણો શું ? આપનું જ્ઞાન લીધા પછી અપચો થાય ખરો ?
દાદાશ્રી : કો'કને જ થઈ જાય. બધાને ના થાય. જ્ઞાનનું અજીર્ણ થયું કોને કહેવાય કે એક પક્ષમાં પડી જાય. વ્યવહારમાં કાચો પડી જાય. કોલેજોમાં જાય નહીં, જાય તો ધ્યાન આપે નહીં. ‘આપણે તો આત્મા છીએ, આત્મા છીએ” એમ કર્યા કરે. એટલે આપણે સમજીએ કે અજીર્ણ થયું છે. અજીર્ણ થયું કોને ના કહેવાય ? વ્યવહારમાં ‘કમ્પ્લીટ’ હોય. પોતાની બધી ફરજો બજાવવી પડે ને એ ફરજો બધી ફરજિયાત છે. તેમાં આવા અવળા ભાવ કરો તો એ ચાલે નહીં.
પ્રશ્નકર્તા : સર્વ જીવ શુદ્ધાત્મા હોય તો આ વિશ્વસંચાલનમાં વિક્ષેપ ના પડે ?
દાદાશ્રી : સર્વ શુદ્ધાત્મા હોય તો સંચાલન થાય જ નહીં. આમાંથી સિદ્ધ થવાનું છે. આ મનુષ્યોમાંથી ધીમે ધીમે સિદ્ધ થવાનું છે. તેમાં કો'ક, આખી દુનિયામાં એકાદ-બે સિદ્ધ થાય. વળી પાછા થોડા વખત પછી એકાદ-બે સિદ્ધ થાય. એટલે સિદ્ધ થવું એ એવું સહેલું હોતું નથી. સિદ્ધ થઈ શકે એમ છે. માણસ પરમાત્મા થઈ શકે છે ! પણ ‘પોતાનું જ્ઞાન થવાથી, આત્માને વ્યક્ત કરવાથી, એ થઈ શકે છે ! આત્મા જ પરમાત્મા થઈ શકે છે !
પ્રશ્નકર્તા : અમારે ત્યાં એક સંત આવેલા તે “ઓહમ્ ને સોહમ્ બોલતા હતા, તે શું છે ?
દાદાશ્રી : ૐ ને સોહમ્, બે શબ્દો છે, ઓહમ્ નામનો કોઈ શબ્દ નથી. આપણો જે ૐ છે ને તે ઊંચામાં ઊંચો મંત્ર છે. તેના બોલવાથી ઘણો લાભ થાય એમ છે અને સોહમૂનો અર્થ શું કે “તે હું છું, જે મહીં છે તે હું છું.’ એ બન્ને મંત્રી લાભકારી છે.
જિંદગી શું છે ? પ્રશ્નકર્તા: આપના હિસાબે જિંદગી શું છે ?
દાદાશ્રી : મારા હિસાબે જિંદગી એ જેલ છે, જેલ ! તે ચાર પ્રકારની જેલો છે. દેવલોકો નજરકેદમાં છે. આ મનુષ્યો સાદી કેદમાં છે. પછી આ મનુષ્યો સિવાય બીજા જે ધરતી પર દેખાય છે, જેને તિર્યચલોક કહે છે, તે બધા સખત મજૂરીની કેદમાં છે અને ચોથું આજીવન કેદ. એ નર્કગતિના લોકોને છે. તને આ જેલમાં ગમે છે ખરું?
પ્રશ્નકર્તા : ગમતું તો નથી પણ ગમાડવું પડે છે.
દાદાશ્રી : હા, શું કરે ? ક્યાં જાય છે ? આવી ફસાયા પછી ક્યાં જાય છે ? અને તને એકલાને નહીં, સાધુ, આચાર્યો, મહારાજો બધાય ફસાયા છે. તે હવે કયાં જાય ? દરિયામાં પડતું નાખે તો ત્યાંય પોલીસવાળો પકડે છે ! “કેમ આપઘાત કરો છો ?’ એમ કહે. તે આપઘાતેય કરવા નથી દેતા ! આ સરકાર એવી સરસ આવી છે કે આપઘાતેય કરવો હોય તો બીજો ગુનો લાગુ કરે. ‘અહીં કરમ પૂરાં ભોગવી લો’ એમ કહે છે.
પ્રશ્નકર્તા : જિંદગીમાં સુખી થવા માટે શું કરવું જોઈએ ?
દાદાશ્રી : તારે સુખ કેવું જોઈએ છે ? વિનાશી જોઈએ છે કે ઈટર્નલ” જોઈએ છે ?
પ્રશ્નકર્તા : ‘ઈટર્નલ” (શાશ્વત).
દાદાશ્રી : જો ‘ઈટર્નલ’ સુખ જોઈતું હોય તો તું અહીં આવજે અને વિનાશી જોઈતું હોય તો તેનો હું તને રસ્તો બતાડું. અહીં કોઈ કોઈ દિવસ આવતો રહેજે ને દર્શન કરી જજે. હું આશીર્વાદ આપ્યા કરીશ. તારું વિનાશી સુખ વધતું જશે અને જો ‘ઈટર્નલ’ સુખ જોઈતું હોય તો તે માટે મારી પાસે આવજે. એ મળ્યા પછી તારી પાસેથી એ સુખ જાય જ નહીં. તારે ‘ઈટર્નલ' સુખ જોઈતું નથી ને ? પ્રશ્નકર્તા : કાયમનું જોઈએ છે. હું આવીશ તમારી પાસે.
મોક્ષમાર્ગ અત્યારે આ કાળમાં મોક્ષમાર્ગ રહ્યો નથી. એક છાંટોય રહ્યો નથી.