________________
આપ્તવાણી-પ
પ૯
૬૦
આપ્તવાણી-પ
જાણે અલોપ થઈ ગયો છે. અત્યારે સંસારમાર્ગેય સાચો રહ્યો નથી.
પ્રશ્નકર્તા : મોક્ષમાર્ગમાં ક્રિયાની જરૂર ખરી ?
દાદાશ્રી : મોક્ષમાર્ગમાં આવી ક્રિયા હોતી નથી, ત્યાં તો જ્ઞાનક્રિયા કરવામાં આવે તો મોક્ષે જાય. અજ્ઞાનક્રિયાથી મોક્ષ ના થાય. આખો દહાડો સામાયિક કરે તોય મોક્ષ ના થાય, કારણ કે ક્રિયા ‘હું કરું છું” એમ કહે છે. ‘હું કરું છું' એ બંધન છે. આ કાળમાં તો ફરી મનુષ્ય અવતાર આવે તોય ઘણું સારું. રૌદ્રધ્યાન ને આર્તધ્યાન સિવાય બીજું કશું કર્યું નથી. નર્કગતિના જીવો પણ ઓછા છે. “મીસાવાળા' એકલા જ નર્કગતિમાં જવાના છે. થોડું આર્તધ્યાન ને ધર્મધ્યાન હોય તોય મનુષ્યમાં આવે. આ તો ધર્મધ્યાન પણ જાણતો નથી. ધર્મધ્યાન જાણે તોય કામ થઈ જાય.
પ્રશ્નકર્તા : સવારમાં ઊઠ્યા ત્યારથી દુકાન ને ઘરાક સાંભરે તેમાં ધર્મધ્યાનમાં કેવી રીતે રહેવું ?
દાદાશ્રી : આમાં કોઈનો દોષ નથી. ના છૂટકે કરવું પડે છે. પ્રશ્નકર્તા : આમાંથી છૂટવું કેવી રીતે ? દાદાશ્રી : પુસ્તકમાં તમે વાંચ્યું નથી ? પ્રશ્નકર્તા : પૂરું વાંચ્યું નથી.
દાદાશ્રી : જાતે છૂટાય એવું નથી. જે બંધનથી મુક્ત થયેલો હોય તે છોડી આપે. પોતે જ ડૂબતો હોય તે બીજાને તારી ના શકે. જેને મોક્ષ પ્રાપ્ત થયો હોય તે બીજાને મોક્ષ આપી શકે.
અત્યારે દસેક ટકા મનુષ્યમાં આવશે. બીજા બધા તિર્યંચગતિનાં મહેમાન છે.
પ્રશ્નકર્તા : જૈન ધર્મ અને મનુષ્યગતિ મળે એવો નિશ્ચય કર્યો હોય તો ?
દાદાશ્રી : એ તો કોનો નિશ્ચય ના હોય ? પણ આર્તધ્યાન ને
રૌદ્રધ્યાન હોય તો તિર્યંચમાં જ જાય ને ? રૌદ્રધ્યાન એટલે શું કે પોતે સામાને કંઈ પણ જાતનું દુ:ખ પહોંચાડવું અને આર્તધ્યાન એટલે પોતાને જ પીડા થાય. બીજાને કિંચિત્માત્ર દુઃખ ના કરે. | ગમે તેટલા નિશ્ચય કરે, ગમે તેટલું કરે, ભટકભટક કરે તોય કશું ના વળે. અનંત અવતારથી રઝળપાટ જ કરે છે ને ? જ્યારે “મુક્ત પુરુષો' મળ્યા ત્યારે સાંભળસાંભળ કર્યું, પણ તેમની આજ્ઞાવશ રહે નહીં. આજ્ઞાવશ રહેવું એનું નામ જ ધર્મ. ‘મુક્ત પુષ’ પોતે મોક્ષે લઈ જઈ શકે. તેઓ ‘લાયસન્સદાર’ છે. ‘જ્ઞાની પુરુષ' પાસે વાતને સમજી લેવાની છે.
આપણે અહીં બે માર્ગ છે : ‘રિલેટિવ' માર્ગ અને ‘રિયલ’ માર્ગ. કેટલાય લોકો ધર્મધ્યાન શિખવાડે છે પણ કોઈને આવડતું નથી. એટલે આપણે અહીં ધર્મધ્યાન શિખવાડીએ છીએ, પણ એ બહુ ઊંચી જાતનું છે. કોઈ એને અમારી પાસેથી પકડી લે તો એનું કામ કાઢી નાખે.
પ્રશ્નકર્તા : ધર્મધ્યાનમાં જાય પછી એમાં આગળ વધે એમ એમ શુક્લધ્યાન તરફ વધે ને ?
દાદાશ્રી : ના. ધર્મધ્યાનમાં ગયો એટલે શુક્લધ્યાન તરફ પોતે ના જઈ શકે. શુક્લધ્યાન એવું નથી કે પોતે પોતાથી પ્રગટ થાય. ‘જ્ઞાની પુરુષ’ કે ‘કેવળજ્ઞાની'નાં દર્શન કર્યા વગર શુકલધ્યાન પ્રગટ ના થાય. એ નિર્વિકલ્પ પદ છે. અતીન્દ્રિય પદ છે. એટલે બીજી રીતે મેળ ખાય નહીં. અમે તમને ધર્મધ્યાન પણ આપીએ ને શુક્લધ્યાન પણ આપીએ છીએ.
જ્ઞાતીની વિરાધતા પ્રશ્નકર્તા : આ બોલવા-ચાલવામાં, તમને પ્રશ્નો પૂછવામાં કોઈ ઠેકાણે અવિનય થતો હોય. અંતરમાં એવો અવિનય કરવાનો કોઈ ભાવ ના હોય, છતાંય બોલવા-ચાલવામાં અવિનય થઈ જતો હોય તો તે અમે વિરાધના તો નથી કરતા ને ?
દાદાશ્રી : વાત કરતાં તમે વિરાધક થાઓ તો અમે વાત બંધ