________________
આપ્તવાણી-પ
૫૫
પ૬
આપ્તવાણી-૫
આપણે “જ્ઞાન” આપીએ છીએ ત્યારે ‘શુદ્ધાત્મા’ અને ‘પ્રતિષ્ઠિત આત્મા’, એમ બે વિભાગ પડે છે. આપણે ‘શુદ્ધાત્મા’ થયા ને બીજો ભાગ શું રહ્યો? ‘પ્રતિષ્ઠિત આત્મા’. આપણે પ્રતિષ્ઠા કરીને ઊભું કરેલું કે, “આ હું છું, આ હું છું.’ તેનો પ્રતિષ્ઠિત આત્મા ઊભો થયેલો. તે હવે ‘ડિસ્ચાર્જ) સ્વરૂપે રહે છે. જેને જ્ઞાન ના હોય, એ પણ “મારો આત્મા-મારો આત્મા પાપી છે” એવું તેવું બધું બોલે છે તે પણ પ્રતિષ્ઠિત આત્મા છે. પણ તેમને ‘શુદ્ધાત્મા’ અને ‘પ્રતિષ્ઠિત આત્મા’નો ભેદ પડેલો હોતો નથી.
પ્રશ્નકર્તા : જ્ઞાન પ્રાપ્ત થયા પછી અપૂર્વ અવસર પ્રાપ્ત થયો છે એવું ભાન થાય. તો એ અપૂર્વ અવસરને વિસ્તારથી સમજાવો.
દાદાશ્રી : અપૂર્વ અવસર એટલે પૂર્વે કોઈ કાળેય નહીં આવેલો એવો અવસર. એમાં પોતાની જાતનું ભાન પ્રગટ થાય. એ અપૂર્વ અવસર કહેવાય.
પ્રશ્નકર્તા : આ જીવો ક્યાંથી પેદા થયા ?
દાદાશ્રી : એ પેદા થયા જ નથી. આત્મા અવિનાશી છે, કાયમને માટે છે. અવિનાશી પેદા થાય જ નહીં. જેનો નાશય ના હોય તે પેદાય ના થાય. આ દેખાય છે તે બધી ભ્રાંતિ છે. આ અવસ્થાઓ છે, અવસ્થાઓનો નાશ થાય છે. પૈડપણની અવસ્થા, યુવાનીની અવસ્થા એ બધી નાશ થયા કરે, એમાં આત્મા હતો તેનો તે જ રહ્યા કરે છે.
પ્રશ્નકર્તા : જીવાત્મા મરે પછી પાછો આવે ને ?
દાદાશ્રી : એવું છે કે આ ‘ફોરેન’વાળાને, મુસ્લિમોને પાછો આવતો નથી, પણ તમારો પાછો આવે છે ! એટલી તમારા ઉપર ભગવાનની કૃપા છે ! અહીં મર્યો ત્યાં બીજી યોનિમાં પેસી ગયો હોય. ‘ફોરેન'વાળાનો આત્મા પાછો નથી આવતો એ ખરેખર એવું નથી. એ તો એમની માન્યતા એવી છે કે અહીંથી મર્યો એટલે મર્યો ! ખરેખર પાછો જ આવે છે પણ એમને સમજણ પડતી નથી. એ લોકો પુનર્જન્મને જ સમજતા નથી.
પ્રશ્નકર્તા : એવો કોઈ પ્રસંગ બને કે આપણી બહેન કે વાઈફને
કોઈ ઉઠાવી જતું હોય તો આપણે શું કરવાનું ? વીતરાગ રહેવાનું ? જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું ?
દાદાશ્રી : તમારા હાથમાં જ ક્યાં છે તે ? આ ‘ડિસ્ચાર્જ છે. તે વખતે શુંનું શુંય થઈ જાય ! શુંને શુંય ગાળો દઈ દો ! એ તો અમારું ઉઠાવી જાય તો અમે વીતરાગભાવે રહીએ. તમારું તો ગજું જ નહીં ને? તમે તો હાલી ઊઠો.
પ્રશ્નકર્તા : આપણી પાસે ‘ટાઈમ’ હોય, ઇચ્છા હોય છતાં આળસ થાય એમ કેમ ?
દાદાશ્રી : બે જાતના લોક હોય છે. કામમાં આળસ કરે એવા લોક હોય છે અને કામમાં રઘવાટ કરે એવા લોક હોય છે. રઘવાટવાળામાં ય ભલીવાર ના આવે. ‘નોર્માલિટી'માં રહે એ સારું.
- તમારે તો ‘ચંદુલાલ'ને ઠપકો આપવો : ‘તમે આવી આળસ કેમ કરો છો ? વગર કામના ટાઈમ બગાડો છો.’ આપણે ‘ચંદુલાલ'ને ઠપકો આપીએ, એને જેલમાં ન ઉતારી દેવાય કે ઉપવાસ ઉપરેય ન ઉતારી દેવાય. ખાઓ-પીઓ પણ ઠપકો આપવાનો.
પ્રશ્નકર્તા : આપણી સામે જે કામ આવે તે કરવું તો પડે ને ?
દાદાશ્રી : એ વાતો એની મેળે થઈ જ જાય. એને પપલાવાની જરૂર નથી. આપણે મુશ્કેલીઓને પપલાયા કરીએ કે, ‘ના, મારે તો જોવું જ પડે ને’, તો તે ચઢી બેસે ! કામ તો તમારું થઈ જ જશે. તમે એને ‘જોયા’ કરો ને તે તો નિયમથી થઈ જાય. એટલા બધા ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' (વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવા) છે કે તમારે કશી માથાકૂટ ના કરવી પડે. ફક્ત તમારે એવી ભાવના રાખવાની કે મારે વ્યવહારમાં આદર્શ રહેવું છે. વ્યવહાર બગડવો ના જોઈએ. પછી બગડ્યો એનો ‘સમભાવે નિકાલ’ કરી નાખવો જોઈએ.
પ્રશ્નકર્તા : આ જ્ઞાનનો અપચો એટલે શું ? એનાં લક્ષણ શું ? દાદાશ્રી : અપચો એટલે અજીર્ણ.