________________
આપ્તવાણી-૫
૪૩
દાદાશ્રી : ના, જિજ્ઞાસા હોય તોય ના થાય. એ તો ફક્ત બેપાંચ જણ આવે. તેને સુધારે, સેવા બધાંની કરે અને પોતાનુંય ચાલ્યા
કરે.
પ્રશ્નકર્તા : હવે એમને આત્મજ્ઞાનમાં જવું હોય તો શું થાય ? દાદાશ્રી : એ તો ધીમે ધીમે કો’ક ફેરો એવા સંજોગો ભેગા થશે, ત્યાં પાછું હૃદયમાં બીજું પેસી જશે ત્યારે માર ખાશે. ત્યારે પાછું ‘ઇન્વેન્શન’ ચાલુ થશે. આ મારું ‘ઇન્વેન્શન’ શાથી થયેલું છે ? માર ખાવાથી થયેલું છે. હું એવી એવી ખાઈઓમાંથી નીકળ્યો છું, એવા એવા ‘હીલ સ્ટેશન’ ઉપર ચઢ્યો છું... બીજું, મારે જગતની કોઈ ચીજ જોઈતી નથી, જગતમાં તમેય ચઢેલા છો. આ બધા જ ચઢેલા છે. પણ એમને જ્ઞાતા-દ્રષ્ટાપણું ના હોય, પોતાનું નિરીક્ષણ ના હોય, ખાવામાં-પીવામાં, મસ્તીમાં તન્મયાકાર હોય. તેથી પેલું બધું ભૂલી જાય. અમારું નિરીક્ષણ કેટલાય અવતારનું છે !
એટલે આ મન-વચન-કાયાની બધી શક્તિ શેમાં જાય ? બધી સ્થૂળમાં વપરાયા કરે. જે કામ મજૂર કરી શકે તેમાં વપરાય. હવે એવી મારી શક્તિ જો કદી બગીચામાં વપરાય તો મારી શી ‘વેલ્યૂ’ રહે ? એક કલાકમાં તો કેટલું બધું કામ થઈ જાય ? સ્થૂળમાં શક્તિઓ વપરાય એટલે સૂક્ષ્મમાં ‘ઇન્વેન્શન’ બંધ થઈ જાય. સેવાભાવી થયા એટલે ત્યાંથી એ લાઈનમાં એને ‘ઈન્ટરેસ્ટ’ પડ્યા કરે. જ્યાં હોય ત્યાં ‘આવો પધારો, પધારો' મળ્યા કરે. એટલે પ્રગતિ બંધ થઈ જાય. ‘ઇન્વેન્શન’ ક્યારે થાય છે ? માથામાં ત્રણ તમાચા મારે ને ત્યારે આખી રાત જાગીને ‘ઇન્વેન્શન’
ચાલે.
પ્રશ્નકર્તા : દાદા, સીધા, સરળ ને સેવાભાવી માણસોનો વિકાસ ખરાબ માણસો કરતાં કેમ ઓછો પડી જાય છે ?
દાદાશ્રી : ખરાબ માણસોનો વિકાસ થાય જ નહીં. પણ ખરાબ માણસની ખરાબી વધતી જાય પછી એને માર પડે. ત્યારે એનું ‘ઇન્વેન્શન’ ચાલે. ત્યાર બાદ ખરાબ માણસ પેલા સીધા માણસ કરતાં આગળ વધી
આપ્તવાણી-૫
જાય અને પેલો સીધો માણસ ધીમે ધીમે આગળ વધ્યા કરતો હોય. એનું તો બે કલાકેય બોરસદ ના આવે ! એને કંઈ અડચણેય ના આવે. ભૂલો પડ્યો, કંઈ ના જડ્યું, ત્યારે ‘ઇન્વેન્શન’ થાય.
૪૪
કુદરતનો નિયમ એવો છે કે જેટલા મોક્ષે ગયેલા, તેમાંથી એંસી ટકા નર્કે ગયા પછી જ મોક્ષે જાય છે ! નર્કમાં ના ગયો હોય તો મોક્ષે જવા ના દે ! માર પડવો જ જોઈએ. ખાવાનું, પીવાનું બધું મળ્યા કરે, ‘આવો પધારો, પધારો' બધાં કરે તો ‘ઈન્વેન્શન’ અટકી જાય.
પ્રશ્નકર્તા : ઘણાંને એમ લાગે કે “હું ધર્મને રસ્તે જ જઈ રહ્યો છું.' મારે બીજું કશું જાણવાની જરૂર નથી. એ શું ?
દાદાશ્રી : દરેક પોતપોતાની ભાષામાં આગળ જઈ જ રહ્યા છે. પણ ધર્મ શેને કહેવો એ સમજવું બહુ મુશ્કેલ છે. આ જગતમાં જે ચાલે છે એ ધર્મ ‘રિયલ’ ધર્મ નથી, ‘રિલેટિવ’ ધર્મ છે. તે રિલેટિવ ધર્મમાં જઈ રહ્યા છે. આખો દહાડો ધર્મ જ કર્યા કરે છેને ?
સીધા માણસને સેવાભાવ એટલે જ ધર્મ લાગે. સેવાભાવ એટલે કોઈને સુખ આપવું, કોઈની અડચણો દૂર કરવી, એનું નામ ધર્મ. પણ તે ખરો ધર્મ નથી ગણાતો.
જ્યાં ‘હું કરું છું’, ‘હું કર્તા છું’, ‘હું ભોક્તા છું’- જ્યાં સુધી આ ‘હુંપણું છે’, ત્યાં સુધી સધર્મ નથી ઉત્પન્ન થતો. આ લૌકિક ધર્મ
ઉત્પન્ન થાય. અલૌકિક ધર્મ તો માર ખાય ને તો જ મહીં ‘ઇન્વેન્શન’ થાય. નહીં તો શી રીતે ‘ઇન્વેન્શન’ થાય ?
આત્મા જડે એવો જ નથી કોઈને, ફક્ત તીર્થંકર સાહેબોને જડેલો ! જગતે જે આત્મા માન્યો છે તેવો આત્મા નથી. આત્મા સંબંધી જે જે કલ્પનાઓ કરેલી છે તે બધી કલ્પિત છે. પણ જે છે એમની ભાષામાં એમને માટે બરોબર છે. કુદરતે એમને માટે હિસાબ ગોઠવેલા છે, તે પ્રમાણે ભોગવે છે. શાસ્ત્રોમાં આત્માનું શબ્દજ્ઞાન આપેલું છે તે સંજ્ઞા જ્ઞાન છે. જો સંજ્ઞા જ્ઞાની પાસેથી સમજી જાય તો આત્માની પ્રતીતિ થાય અને છેવટે કેવળજ્ઞાન થાય.