________________
આપ્તવાણી-પ
૪૫
આપ્તવાણી-પ
મોક્ષના હક્કદાર પ્રશ્નકર્તા : મોક્ષ પ્રાપ્તિ પ્રત્યેક માનવીનો હક્ક છે ?
દાદાશ્રી : મોક્ષ પ્રાપ્તિનો દરેક માનવીનો નહીં, દરેક જીવનો હક્ક છે. કારણ કે દરેક જીવ સુખને ખોળે છે. એ સુખ ‘આમાં મળશે, આમાં મળશે’ એવી આશામાં ને આશામાં અનંત અવતારથી ભટક ભટક કરે છે. તે કાયમનું સુખ ખોળે છે. કાયમનું સુખ, એનું નામ જ મોક્ષ. આ ‘ટેમ્પરરી’ સુખ, સુખ જ ના કહેવાય. આ તો બધી ભ્રાંતિ છે, આરોપિત ભાવ છે. જો શ્રીખંડમાં સુખ હોય ને તમે શ્રીખંડ ખાઈને આવ્યા હો, તો તે તમે ખાવ ? તમને તે દુ:ખદાયી થઈ પડેને ? માટે એમાં સુખ નથી. જેવું આરોપણ કરો તેવું સુખ. એટલે મોક્ષપ્રાપ્તિનો દરેક જીવને અધિકાર છે.
પ્રશ્નકર્તા : આ માર્ગે જવા માટે જ્ઞાનીના ચરણે બેસવું, એ રાહ
પ્રશ્નકર્તા : તો પછી જગતે શું કરવું ? દાદાશ્રી : કશું ના કરવું. જે કરતા આવ્યા છે તે જ કર્યા કરે છે.
પ્રશ્નકર્તા : એવા કોઈ ઉપદેશકો ના નીકળ્યા કે જે દેખાડે, જ્ઞાની ના હોય તો આટલું કરજો એમ દેખાડે ?
દાદાશ્રી : અત્યારે શાના ઉપદેશકો ખોળો છો ? આ કળિયુગ આવ્યો. હવે છે તે લુંટાઈ જવાનો વખત આવ્યો ત્યારે ઉપદેશક ખોળે છે ? અંધારું ઘોર થવાનો હવે તો વખત આવ્યો. અત્યારે હવે ચોક્સીની દુકાન ઊઘડે ? જ્યારે ચોક્સીની દુકાન ઊઘાડી હતી ત્યારે માલ લીધો નહીં. હવે જગતને માલ અપાવવા નીકળ્યા છો ? હવે તો ભયંકર યાતનાઓ અને ભયંકર પીડામાંથી સંસાર પસાર થશે. આ તો છેલ્લું અજવાળું આ ‘અક્રમ વિજ્ઞાન’નું છે. તેમાં જેનું કામ થઈ ગયું એનું થઈ ગયું. બાકી રામ તારી માયા !
આયુષ્યતું એક્સટેરાત ! પ્રશ્નકર્તા : ‘સચ્ચિદાનંદ સ્વરૂપ’ કોઈ મહાત્મા હોય, બ્રહ્મનિષ્ઠ કોઈ મહાત્મા હોય, તો તે પોતાનું આયુષ્ય લંબાવી શકે ખરા કે ?
દાદાશ્રી : આયુષ્ય લંબાવી શકું છું એવું જે કહે છે એ એક જાતનો અહંકાર છે. કુદરતનું એના આયુષ્યનું જે પ્રમાણ છે એ પ્રમાણના આધારે એને પોતાને એમ લાગે છે કે હું આયુષ્ય વધારીશ તો વધશે. આયુષ્ય વધવાનું છે એટલે એને આ જાતનો ‘ઇગોઈઝમ' ઊભો થાય છે. બાકી કોઈ કંઈ વધારી શકે નહીં. આ જગતમાં કોઈના હાથમાં સંડાસ જવાની શક્તિ નથી.
પ્રશ્નકર્તા : વિધાતાને ‘સપુરુષ’ ફેરવી શકે ?
દાદાશ્રી : કશું ફેરવી ના શકે. વિધાતા આમને ફેરવે છે ! કોઈ કશું ફેરવી ના શકે. ખાલી ‘ઈગોઈઝમ' છે આ બધો ! આવું તો ચાલ્યા કરે છે. આપણે કોઈને ખોટા ના કહેશો; કારણ કે એ તમારી ઉપર
દાદાશ્રી : જ્ઞાની પોતે મુક્ત છે, માટે આપણને તે મુક્ત કરી શકે. સંસારની કોઈ ચીજમાં એ ના રહે માટે આપણને એ સર્વ રીતે મુક્ત કરી શકે. જેને જેને ભજીએ તેવા રૂપ થઈએ.
જ્યાં અહંકાર ના હોય ત્યાં આગળ તમે બેસી રહો તો તમારો અહંકાર જાય. અત્યારે તમારા મનમાં એમ છે કે લાવ, દાદાની પાસે બેસી રહું. પણ પાછલા જે સંસ્કારો છે, ‘ડિસ્ચાર્જ સંસ્કારો છે તેનો ઉકેલ તો લાવવો પડશેને ? એનો ઉકેલ આવતો જશે તેમ આ પ્રાપ્તિ થતી જશે. ભાવના તો એ જ રાખવી કે નિરંતર જ્ઞાનીના ચરણમાં જ રહેવું છે. પછી સર્વ મુક્તિ થાય. અહંકારની મુક્તિ જ થઈ જાય !
ઉઠાવી લ્યો આ છેલ્લી તક ! પ્રશ્નકર્તા : ‘જ્ઞાની” ના મળે તો શું કરવું? માથું ફોડીને મરી જવું?
દાદાશ્રી : ના, એવું કોઈ મરવાનું કહેતા જ નથી અને મર્યું મરાય એવુંય નથી.