________________
આપ્તવાણી-પ
કોઈ અમને ગાળો ભાંડે, અપમાન કરે, પૈસાની ખોટ જાય તેની અમને જરાય અસર ના થાય. અમને માનસિક અસર બિલકુલ હોય નહીં. શરીરને લગતું હોય તો તે તેના ધર્મ મુજબ અસર બતાડે. પણ ‘અમે’ પોતે તેના ‘જ્ઞાતા-દ્રષ્ટા’ જ હોઈએ. એટલે અમને દુઃખ અડે નહીં.
૪૧
પ્રશ્નકર્તા : આને વીતરાગ પુરુષનું તાદાત્મ્યપૂર્વકનું તાટસ્થ્ય કહેવાય ? કે એકલી તટસ્થતા કહેવાય ?
દાદાશ્રી : અમને તાદાત્મ્ય બિલકુલ ના હોય. અમને આ દેહ જોડેય પાડોશી જેવો સંબંધ હોય એટલે દેહને અસર થાય તો અમને કંઈ અડે નહીં. મન તો અમને આવું હોય જ નહીં. એ કેવું હોય ? ક્ષણે ક્ષણે ફર્યા જ કરે. એક જગ્યાએ સ્થિર ના હોય.
પ્રશ્નકર્તા : એટલે કે ‘પડોશી'ના દુઃખે પોતે દુઃખી ના થાય. દાદાશ્રી : કોઈનાય દુ:ખે દુ:ખી ના થાય. પોતાનો દુઃખનો સ્વભાવ જ નથી, ઊલટું એના સ્પર્શથી સામાને સુખ થઈ જાય.
જગતમાં અધ્યાત્મ જાગૃતિ
પ્રશ્નકર્તા : છેલ્લાં પાંચ વર્ષથી લોકોમાં અધ્યાત્મ તરફની પ્રગતિ વધતી દેખાય છે, તો એ શું સૂચવે છે ?
દાદાશ્રી : એ શું સૂચવે છે કે પહેલાં આધ્યાત્મિક વૃત્તિ સાવ ખલાસ થઈ ગઈ હતી, એટલે હવે વધતી દેખાય છે. આ બધું કાળના પ્રમાણે બરોબર જ છે. બીજું એ છે કે આ દુઃખો એટલાં બધાં વધવાનાં છે કે આમાંથી લોકોને નીકળવું મુશ્કેલ પડશે ! એટલે લોકોને વૈરાગ્ય આવશે. એમ ને એમ તો લોકો વલણ છોડે એવા નથીને ?
પ્રશ્નકર્તા : એને સતયુગ કહેવામાં આવશે ?
દાદાશ્રી : એ લોકોને જે યુગ કહેવો હોય તે કહે, પણ પલટો આવશે. સતયુગ તો ગયો, એ ફરી આવે નહીં. એટલે કળિયુગમાં જે ના દેખ્યું હોય એવા સુંદર સુંદર વિચારો દેખાશે !
આપ્તવાણી-૫
આજે મનુષ્યોની બુદ્ધિ જે ‘ડેવલપ' થઈ રહી છે, એ દસ લાખ વર્ષમાં કોઈ દહાડોય કોઈ વખત થઈ નથી. આ બુદ્ધિ વિપરીત થઈ રહી છે પણ વિપરીત બુદ્ધિ પણ ડેવલપ છે, તેને સમ્યક્ થતાં વાર ના લાગે. પણ પહેલાં તો બુદ્ધિ ખાસ ‘ડેવલપ' નહોતી.
૪૨
પ્રશ્નકર્તા : એટલા માટે જ પહેલાંના કાળમાં આત્મસાક્ષાત્કાર મેળવવા માટે ખૂબ લાંબી લાંબી તપશ્ચર્યા કરવી પડતી હતી. એનું કારણ એ જ ને ?
દાદાશ્રી : એ જ હતું. અત્યારે બહુ તપશ્ચર્યા કરવી ના પડે. બધાં તપેલાં જ છે ! એક દીવાસળી સળગાવો તે પહેલાં ભડકો થઈ જાય. તપેલાંને શું તપાવવો ? નિરંતર તપ જ કર્યા કરે છે બિચારાં. અધ્યાત્મમાં ઈન્વેન્શત
ચોખ્ખા હૃદયવાળાને બહુ પૂછવાનું હોય નહીં અને એ ધર્મ બહુ પામે પણ નહીં.
પ્રશ્નકર્તા : એટલે વાંકા લોકોને લાભ છે ખરો ?
દાદાશ્રી : વાંકાને જ લાભ છે. હૃદયશુદ્ધિવાળા આમના જેવા મેં બધા બહુ જોયેલા. એમને હું કહું કે તમે તો સુખી જ છો, પછી તમારે શું ? તમે સીધા માણસો દુનિયાનું નુકસાન કરતા નથી. પણ આત્મદશાએ પહોંચતાં બહુ ટાઈમ લાગે, કારણ કે એમને ‘ઇન્વેન્શન’ બંધ રહે છે. એમનું ધીમું ધીમું ઈન્જીન ચાલ્યા કરે છે.
આ હું કહું છું એવી વાત કોઈએ કરેલી જ ના હોય. સહુ કોઈ એમ કહે કે આ હૃદયશુદ્ધિવાળા જ ધર્મને પામે, આ બીજા ના ફાવે. હવે મારું શું કહેવાનું છે કે હૃદયશુદ્ધિવાળાને જરૂરિયાતની ચીજો મળી આવે એટલે બસ, થઈ રહ્યું. પછી એમનું ‘ઇન્વેન્શન’ બંધ થઈ જાય છે.
પ્રશ્નકર્તા : પણ દાદા, એમની અંદર હૃદયની કે બુદ્ધિની જિજ્ઞાસા હોય તો થાય ?