________________
૨૨૪
આપ્તવાણી-૬
આપ્તવાણી-૬
૨૨૫
બાકી બધાને માટે આપણને કઈ કશું હોતું નથી. રોજ ચોરી કરતો હોય તો આપણે એને ચોર છે, એવો અભિપ્રાય બાંધવાની જરૂર જ શી છે ? એ ચોરી કરે છે, એ એના કર્મનો ઉદય છે ! અને જેનું લેવાનું હોય તે તેના કર્મનો ઉદય છે ! આમાં આપણે શું લેવાદેવા? પણ આપણે એને ચોર કહીએ તો એ અભિપ્રાય જ છે ને ? અને ખરેખર તો એ આત્મા જ છે ને ?
ભગવાને સહુને નિર્દોષ જોયેલા. કોઈને દોષિત તેમણે જોયેલા નહીં અને આપણી એવી ચોખ્ખી દૃષ્ટિ થશે ત્યારે ચોખ્ખું વાતાવરણ થશે. પછી જગત આખું બગીચા જેવું લાગ્યા કરે. ખરેખર કંઈ લોકોમાં દુર્ગધ નથી. લોકોનો પોતે અભિપ્રાય બાંધે છે. અમે ગમે તેની વાત કરીએ પણ અમારે કોઈનો અભિપ્રાય ના હોય કે, તે આવો જ છે !
પાછું અનુભવેય થાય કે આ અભિપ્રાય કાઢી નાખ્યા તેથી આ ભાઈમાં આ ફેરફાર થઈ ગયો ! અભિપ્રાય બદલવા માટે શું કરવું પડે કે એ ચોર હોય તો આપણે શાહુકાર છે, એવું કહીએ. મેં આમને માટે આવો અભિપ્રાય બાંધ્યો હતો, તે અભિપ્રાય ખોટો છે, હવે એ અભિપ્રાય હું છોડી દઉં છું. એવું “ખોટો છે, ખોટો છે’ કહેવું. આપણો અભિપ્રાય
ખોટો છે એવું કહેવાનું, એટલે આપણું મન ફરે. નહીં તો મન ફરે નહીં !
કેટલાકની વાણી બધી બગડી ગઈ હોય છે, તે પણ અભિપ્રાયને લીધે હોય છે. અભિપ્રાયને લીધે વાણી કઠોર નીકળે, તંતીલી નીકળે ! તંતીલી એટલે પોતે એવું તંતીલું બોલે કે સામો પણ લતે ચઢે !
અનંત અવતારથી લોકસંજ્ઞાથી ચાલ્યા છે, તેનો આ બધો ભરેલો માલ છે ! એટલે અભિપ્રાય જે ભર્યા છે, તેની ભાંજગડ છે. જે અભિપ્રાય નથી રાખ્યા, તેની ભાંજગડ હોતી નથી !
કમિશન ચૂકવ્યા વિણ તપ
ફેરો કોઈ સામો આવીને બાઝી પડે તો, આપણે જાણવું કે આ આવી પડેલું તપ આવ્યું ! કે “ઓહોહો ! મને ખોળતું ખોળતું ઘેર આવ્યું ?” માટે તપ કરવાનું તે વખતે. ભગવાન મહાવીર પ્રાપ્ત તપ સિવાય બીજું કોઈ તપ કરતા નહોતા. જે પ્રાપ્ત તપ આવી પડ્યું હોય, તે તપને ખસેડવાનું નહીં ! આ તો શું કરે, ના આવ્યું હોય તેને બોલાવે કે પરમ દહાડાથી મારે ત્રણ ઉપવાસ કરવા છે અને આવ્યું હોય તેને “છી છી કરે. કહેશે, “મારો પગ રહેતો નથી, શી રીતે સામાયિક કરું ? આ પગ જ આવો છે.' તે પગને ગાળો હઉ દે પાછા ! “મારો પગ આવો છે' એવું કેમ કરીને કોઈ જાણે ? કોઈનેય જાણવા દીધું, એટલે એ તપ ના કહેવાય. એવું જાણી ગયો એટલે એ તપમાં ભાગ પડાવી ગયો કહેવાય. તપ આપણે કરવાનું. ને બે આની પેલો નફામાંથી ખાઈ જાય એ કામનું શું ? એણે આપણી વાત સાંભળી તે બદલ એને બે આની મળી જાય. એવું આશ્વાસન લઈને કમિશન કોણ આપે ?
મુંબઈથી વડોદરા કારમાં આવવાનું હતું ને બેસતાં જ કહી દીધું કે, સાત કલાક એકની એક જગ્યાએ બેસી રહેવાનું છે. તપ આવ્યું છે ! અમે તમારી જોડે તો વાતો કરીએ, પણ અમારે મહીં અમારી વાત ચાલુ જ હોય કે “આજે તમને પ્રાપ્ત તપ આવ્યું છે. એટલે એક અક્ષરેય બોલવાનો નહીં.' લોક તો દિલાસો આપવા માગે કે, ‘દાદા, તમને ફાવ્યું કે નહીં ?” તો કહીએ, ‘બહુ સરસ ફાવ્યું.’ પણ કમિશન અમે કોઈને આપીએ નહીં, કારણ ભોગવીએ અમે ! એક અક્ષરેય બોલે એ દાદા બીજા ! એને પ્રાપ્ત તપ કર્યું કહેવાય !
ઉદ્દીરણા-પરાક્રમે પ્રાપ્ય ! પ્રશ્નકર્તા: આ ઉદીરણા કરે છે ને, એ ખરા તપમાં ના કહેવાય ?
દાદાશ્રી : ઉદીરણા, એ તો પુરુષાર્થ ગણાય છે ! પણ પુરુષ થયા પછીનો પુરુષાર્થ છે ! ખરેખર તો એ પરાક્રમમાં જાય છે ! સાતમા ગુઠાણા નીચે કોઈ કરી શકે નહીં, એ પરાક્રમભાવ છે ! તમારે આ જ્ઞાન પછી હવે બધી ઉદીરણા થઈ શકે ! તમને કંઈ વીસ વર્ષ પછી કર્મ આવવાનાં છે, તો આજે તમે એ બધા ભસ્મીભૂત કરી શકો !
આપણે તપ કરવાનાં ખરાં, પણ ઘેર બેઠાં આવી પડેલાં, બોલાવવા જવું ના પડે ! પુણ્યશાળીને બધી ચીજો ઘેર બેઠાં આવે. ગાડીમાં કોક