________________
૨૨૬
આપ્તવાણી-૬
આપ્તવાણી-૬
૨૨૭
પ્રશ્નકર્તા : પણ એ કેવી રીતે ખબર પડે, વીસ વર્ષ પછી આવવાનું છે ?
દાદાશ્રી : કેમ, એ ગાંઠ ઓગળી ગઈ એટલે પછી ખલાસ, પછી તો ‘એવિડન્સ’ ભેગો થાય એટલું જ, પણ દુઃખકારક ના રહ્યું !
પ્રશ્નકર્તા આપણે આ પ્રતિક્રમણ કરીએ છીએ, એ ઉદીરણા થાય
દાદાશ્રી : એમાં ઉદીરણા જ થવાની. કારણ આજે અડચણ નથી આવી, છતાં પણ શાને માટે કરું છું ? એ મોજ-શોખ માટે નથી ! છતાં પ્રતિક્રમણ કરતાં કરતાં જે આનંદ થાય એ વધારાનો લાભ.
આપણી આ ‘અક્રમ'ની ‘સામાયિકો’ તમે કરો છો, તેમાં બધી કર્મની ઉદીરણાઓ થઈ જાય એવું છે. આપણે ચરમ શરીરી નથી, એટલે જેને આ કર્મો રહેવા દેવાં હોય તે રહેવા દેજો. પણ ચરમ શરીરીને તો ઉદીરણા કરવી જ પડે. કારણ કે એને લાગતું હોય કે હવે આયુષ્ય નજીકમાં આવે છે ને દુકાનમાં માલ ઢગલે બંધ પડેલો દેખાય ! હવે એ માલ ખપાવ્યા વગર શી રીતે જવાય ? એક બાજુ મુદત પૂરી થાય છે, માટે ભગવાન કંઈક ઉપાય કરો. ત્યારે ભગવાન કહે, ‘કર્મનો વિપાક કરો. વિપાક એટલે એને પકવો. જેમ આપણે કેરીને પરાળમાં ઘાલીને પકવીએ છીએને, તેમ કર્મને તમે પકવો. એટલે એ ઉદયમાં આવશે. ઉદીરણા એટલે કર્મોનો ઉદય આવ્યા પહેલાં કર્મોને બોલાવીને ખપાવી દેવાં.
પ્રશ્નકર્તા : એને પરાક્રમ કહેવાય ને ?
દાદાશ્રી : એ મોટું પરાક્રમ કહેવાય. પુરુષાર્થમાં તો પોતે છે જ, પણ આ પરાક્રમ કહેવાય. આ તો વધારાનું છે.
પ્રશ્નકર્તા ઃ આપે જે કહ્યું ને કે કર્મોનો નાશ કરી નાખીએ છીએ, તો સંચિત કર્મો છે, એનું શું કરવું ?
દાદાશ્રી : સંચિત કર્મ તો ટાઈમ થાય એટલે એની મેળે પરિપક્વ થાય એટલે સામું આવીને ઊભું રહે. આપણે એને કશી ખોળવાની જરૂર
નથી. સંચિતકર્મ એનું ફળ આપીને જતું રહે. અને પુરુષ થયા હોય તે અમુક યોગ માંડીને અમુક કર્મોને ઉડાડી શકે છે, પણ તે પુરુષ થયા પછી જ. તમે અત્યારે જે દશામાં છો તે દશામાં તેવું ના થાય. અત્યારે તમને તેવો તાલ ના ખાય. અત્યારે તો તમને પ્રકૃતિ નચાવે છે ને તમે નાચો છો. પુરુષ થયા પછી જે યોગ માંડીને કર્મો ઉડાડે તેને ઉદીરણા કહેવાય.
ઉદીરણા એટલે શું ? કાચાને પકવીને ખંખેરી નાખવા. કર્મનો વિપાક થયા સિવાય, ખીચડી કાચી હોય તો શું કરીએ ? તેવું કર્મ કાચાં હોય ને જવાનું થાય તો શું કરે ? એટલે એને પછી પકવી નાખે. ને એ કર્મોની ઉદીરણા થાય છે. પણ પુરુષ થયા પછી જ આ પુરુષાર્થ થઈ શકે. પુરુષાર્થ થયા પછી આટલો રાઈટ છે એને !
ઉદીરણાથી બે લાભ થાય. એક તો ઉદીરણા કરવા માટે તમારે આત્મસ્વરૂપ થવું પડે. ને બીજું કર્મોની ઉદીરણા થાય છે !
આત્મસ્વરૂપ થવાય ક્યારે ? સામાયિક અને કાયોત્સર્ગ, બેઉ થઈ જાય ત્યારે આત્મસ્વરૂપ થવાય. આપણે તો અહીં આ એકલું જ સામાયિકથી આત્મસ્વરૂપ થઈ જાય છે, તેથી ઉદીરણા થઈ જાય છે. આ અક્રમ જ્ઞાન’ છે, તેથી તમે આત્મસ્વરૂપ થઈ શકો છો અને ત્યારે જ પુરુષાર્થ ને પરાક્રમ થાય !
બાકી જગત જે પુરુષાર્થ માને છે, તેને આ દાદા કહે છે કે, તેને તો જરા વિચારો. આ લીમડો પાને પાને કડવો હોય છે, ડાળે ડાળે કડવો હોય છે, એમાં લીમડાનો શું પુરુષાર્થ ? તેમ આ તપ, ત્યાગ કરે છે, તેમાં શો એનો પુરુષાર્થ ?
પોતે છે ભમરડો, તે ઉદીરણા કરવા કેમનો બેઠો ? પુરુષ થયા નથી, એટલે ભમરડો કહ્યો. પછી ભમરડાને અને ઉદીરણાને, બેનો મેળ કેમનો જામે ?
| નિકાચિત કર્મ તો હંમેશાં કડવાં લાગે. મીઠું નિકાચિત કર્મ હોય પણ તે જ્યારે છેવટે કંટાળીને કડવું લાગે, ત્યારે ભાન થાય કે આ અહીંથી હવે ખસે તો સારું !