________________
૨%
આપ્તવાણી-૬
ભાવ છે તે ખલાસ થશે ત્યારે આ બધી શક્તિઓ છે તે ‘ઓપન' થશે. ‘ડિસ્ચાર્જ ચોરીઓ', ‘ડિસ્ચાર્જ અબ્રહ્મચર્ય', એ બધાં ‘ડિસ્ચાર્જ ખાલી થાય. ત્યાર પછી પારકાંને માટે નિમિત્ત બનવાની શક્તિ ઉત્પન્ન થાય! આ બધું ખાલી થાય એટલે તમે પરમાત્મા જ થયા ! આ અમારે ખાલી થઈ ગયું છે, તેથી તો અમે નિમિત્ત બન્યા છીએ !
પ્રશ્નકર્તા ઃ એટલે પહેલાં ‘કાટ’ ખાલી કરવાની વાત અમારે કરવી ?
દાદાશ્રી : પુરુષાર્થ કરીને બધું થાય ! પુરુષ થયો એટલે પુરુષાર્થમાં આવી શકે, એવું અમે બધું કરી આપ્યું છે ! હવે તમે તમારી મેળે જેટલો પુરુષાર્થ માંડો એટલો તમારો !
પ્રશ્નકર્તા : હું મારા શુદ્ધાત્મામાં રહું, પણ જોડે જોડે સામાના શુદ્ધાત્માનું અનુસંધાન થવું જોઈએ ને ?
દાદાશ્રી : સામાના શુદ્ધાત્મા જોવામાં ફાયદો શો છે કે, આપણી પોતાની શુદ્ધિ વધારવા માટે છે, નહોય કે સામા માણસને લાભ કરાવવા માટે ! પોતાની શુદ્ધ દશા વધારવા માટે સામાના શુદ્ધાત્મા જુઓ એટલે પોતાની દશા વધતી જાય !
પ્રશ્નકર્તા : એક શુદ્ધાત્માનું બીજા શુદ્ધાત્મા જોડે અનુસંધાન થાય કે નહીં ?
દાદાશ્રી : અનુસંધાન કશું નહીં, આ સ્વભાવ છે. આ ‘લાઈટ', આ ‘લાઈટ’, આ ‘લાઈટ' - આ ત્રણ ‘લાઈટો” ભેગી કરીએ, તેમાં દરેક ‘લાઈટ’નું પોતાનું વ્યક્તિત્વ તો જુદું રહેશે. એમાં એકબીજાને કશો ફાયદો કોઈ કરતું નથી.
પ્રશ્નકર્તા : તો પછી સામાના માટે આપણને જે ખોટા ભાવ છે, ખરાબ ભાવ છે, તે પ્રતિક્રમણ કરવાથી ઓછા થાય ખરા ?
દાદાશ્રી : આપણા ખરાબ ભાવ તૂટી જાય. આપણા પોતાના માટે જ છે, આ બધું. સામાને આપણી જોડે કશી લેવાદેવા નથી.
[] શુદ્ધાત્મા તે કર્મરૂપી ફાચર સ્વરૂપજ્ઞાન’ પ્રાપ્ત થયા પછી બાકી શું રહ્યું ? બધામાં શુદ્ધાત્મા દેખાય છે, પોતાનામાં શુદ્ધાત્મા દેખાય છે, ત્યારે હવે બાકી શું રહ્યું ? કર્મરૂપી ફાચર. પોતે પરમાત્મા થઈ ગયા, બધુંય જાણે છે, પણ શું થાય છે ? ત્યારે કહે કે કર્મરૂપી ફાચર નડે છે. કર્મરૂપી ફાચર શેનાથી નીકળી જાય ? ‘ફાઈલ'નો સમભાવે નિકાલ કરવાથી.
રાગ-દ્વેષ કર્યા વગર આવી પડેલી ‘ફાઈલો’નો સમભાવે નિકાલ કરવો એ જ એનો, કર્મરૂપી ફાચરો કાઢવાનો ઉપાય છે. ફાચરની ક્રિયાઓ આપણાથી બધી જ થાય. અરે, કોઈને આપણો હાથ પણ વાગી જાય, પણ રાગ-દ્વેષ થાય નહીં. ફાઈલ આવતાં પહેલાં જ આપણે નક્કી કરેલું હોય કે આનો સમભાવે નિકાલ કરવો છે. પોતે પૂર્વે ચીતરેલા ચોપડા એ જ કર્મરૂપી ફાચર કહેવાય છે. કર્મરૂપી ફાચર જે ઘડીએ ફરી વળને, તે ઘડીએ વગર કામનું આપણને ગૂંચાય, ગૂંચાય કર્યા કરે. તે આપણે જાણીએ” આજે એણે ચંદુભાઈને બહુ ગૂંચવ્યા, આપણને ના ખબર પડે ?
કર્મરૂપી ફાચર બધાને જુદી જુદી હોય કે એક જ જાતની ? જુદી જુદી હોય. કારણ કે બધાનાં મોઢાં જુદી જુદી જાતનાં હોય. આ માજી, આ બેનને શીખવાડવા જાય, તો એમાં એનો મેળ શું ખાય ? દાદા સમજી જાય કે માજીમાં આ ફાચર છે ને બેનમાં આ ફાચર છે. અમને તો