________________
૨૦૨
આપ્તવાણી-૬
આપ્તવાણી-૬
૨૦૩
શેનાથી આ લોકોની કર્મરૂપી ફાચર ઉત્પન્ન થઈ છે તેની ખબર પડી જાય. એ તો ભાઈના અભ્યાસ ઉપરથી ઓળખાય કે આ ભાઈને પહેલાંની ફાચરો કેવી છે. અત્યારનો અભ્યાસ એવું કહે કે આ ખોટું છે. બધું. આ આપણી ભાંજગડ જ ન હોય. પણ પહેલાંની ફાચરોના સિક્કા વાગી ગયેલા, તેનું શું થાય ? એ તો ભોગવ્યે જ છૂટકો ! એ ફાચરો કડવા, મીઠા રસો ચખાડીને જાય ! ઘડીકમાં મીઠો રસ આપે, તો ઘડીકમાં કડવો રસ આપે ! મીઠો રસ ગમે ખરો તમને ?
જ્યાં સુધી મીઠો રસ ગમે છે, ત્યાં સુધી કડવાનો અણગમો લાગે. મીઠું ગમતું બંધ થઈ જાય ને, તો કડવાનો અણગમોય બંધ થઈ જાય! આ મીઠું ગમે છે ક્યાં સુધી ? તો કે, હજી મોક્ષમાં જ સુખ છે એવો પૂરેપૂરો અભિપ્રાય મજબૂત થયો નથી. હજુ અભિપ્રાય કાચો રહે છે. માટે એવું બોલ બોલ કરવું કે, “ખરું સુખ મોક્ષમાં જ છે, ને આ બધું ખોટું છે, આમ છે, તેમ છે.’ એમ થોડી થોડી વારે ‘તમારે’ ‘ચંદુભાઈને સમજાય સમજાય કરવું. કોઈ રૂમમાં ના હોય, એકલા હોવ ત્યારે ઉપદેશેય અપાય કે, ‘ચંદુભાઈ ! બેસો, વાતને સમજી જાવને !' કોઈ ના હોય ત્યારે આપણે આવું કરીએ તો કોઈને શી ખબર પડે કે આપણે શું નાટક કરીએ છીએ ? કોઈ હોય ત્યારે તો એ આપણને શું કહે કે આ ચક્રમ થઈ ગયો છે કે શું ? અલ્યા, ચક્રમ નથી થયો. ચક્રમપણું થયેલું તેને હું કાઢું !!! તોય એ તો એવું જ કહે કે ‘તમે ચંદુભાઈ જોડે વાત કરો છો, તે તમે કેવા માણસ છો ?! તમે પોતે જ ચંદુભાઈ નહોય ?” એટલે આપણે તો એકલા હોઈએ ત્યારે રૂમ બંધ કરી ચંદુભાઈને કહેવું, ‘બેસો ચંદુભાઈ, આપણે થોડી વાતચીત કરીએ. તમે આમ કરો છો, તેમ કરો છો, તેમાં તમને શો ફાયદો ? અમારી જોડે એકાકાર થઈ જાવને ? અમારી જોડે તો પાર વગરનું સુખ છે !!! આ તો એમને જુદાઈ છે, માટે આપણે કહેવું પડે છે. જેમ આ નાનાં છોકરાંને સમજાવવું પડે-કહેવું પડે, તેમ ‘ચંદુભાઈનેય કહેવું પડે, તો જ પાંસરું પડે.
આપણે અરીસામાં ચંદુભાઈને સામા બેસાડીને કહીએ કે, ‘તમે ચોપડીઓ છપાવી, જ્ઞાનદાન કર્યું, એ તો બહુ સારું કામ કર્યું, પણ તમે બીજું આમ કરો છો, તેમ કરો છો, તે શા માટે કરો છો ?” આવું પોતાની જાતને કહેવું પડે કે નહીં ? દાદા એકલા જ કહે કહે કરે ? એના કરતાં તમે પણ કહો તો એ બહુ માને, તમારું વધુ માને ! હું કહું ત્યારે તમારાં મનમાં શું થાય ? મારી જોડે પાડોશમાં છે ‘તે’ મને નથી કહેતા ને આ દાદા મને શું કરવા કહે છે ? માટે આપણે જાતે જ ઠપકો આપીએ.
પારકાંની ભૂલો કાઢતાં બધીય આવડે અને પોતાની એકુય ભૂલ કાઢતાં નથી આવડતી. પણ તમારે તો ભૂલો કાઢવાની નથી. તમારે તો ‘ચંદુભાઈને વઢવાનું જ છે જરા. તમે તો તમારી બધી ભૂલો જાણી ગયા છો. એટલે હવે ‘તમારે' ચંદુભાઈને ઠપકો આપવાનો છે, એ નરમ પણ છે, પાછા માની પણ એવા જ છે, બધી રીતે “માનવાળું' છે. એટલે એને જરા પટાવીએ તો બધું કામ થાય.
હવે આ વઢવાનો આપણે ક્યારે અભ્યાસ કરીએ ? આપણે ઘેર એક-બે માણસો વઢનારા રાખીએ, પણ એ સાચું વઢનારા ના હોય ને ? સાચું વઢનારા હોય તો કામનું, તો જ પરિણામ આવે. નહીં તો જઠં બનાવટી વઢનારું હોય તો કામનું પરિણામ ના આવે. આપણને કોઈ વઢનારું હોય તો આપણે તેનો લાભ લેવો જોઈએ ને ?! આ તો આવું ગોઠવતાં આવડતું નથી ને ?
પ્રશ્નકર્તા : વઢનારા હોય તો આપણને ગમે નહીં.
દાદાશ્રી : એ નથી ગમતા. પણ રોજના વઢનારા લાગુ થયા હોય પછી તો આપણને નિકાલ કરતાં આવડે ને બળ્યું કે આ રોજનું લાગ્યું છે, તો ક્યાં પત્તો પડશે ? એના કરતાં આપણે આપણી ‘ગુફામાં પેસી જાવ ને ?
અરીસામાં ઠપકા સામાયિક
અરીસા સામાયિક
તમે કોઈ દહાડો અરીસામાં જોઈને ચંદુભાઈને ઠપકો આપો છો ?
પ્રશ્નકર્તા : આપે કહ્યું છે કે, હું જીવ નથી, પણ શિવ છું.” પણ એ જુદું પડતું નથી.