________________
૧૯૮
આપ્તવાણી-૬
આપ્તવાણી-૬
૧૯૯
પ્રશ્નકર્તા : સામા માણસમાં શુદ્ધાત્મા જોઈએ, તો સામા માણસને આનંદ થવો જોઈએ ને ?
દાદાશ્રી : ના થાય. કારણ કે એની વૃત્તિઓ તે ઘડીએ શેમાય પડેલી હોય ! એ શેના વિચારમાં પડેલો હોય ! હા, એનામાં ‘શુદ્ધાત્મા’ જોવાથી તમને બહુ ફાયદો થાય. સામાને ફાયદો તો ‘જ્ઞાની પુરુષ' એકલાં જ કરી
શકે !
દાદાશ્રી : એ તો જેને જેવું આવડે એવું એ કરે. સ્થળમાં હોય તો, ‘હું શુદ્ધાત્મા છું', ‘હું શુદ્ધાત્મા છું' બોલ્યા કરે, અગર તો ચોપડી લઈને ‘હું શુદ્ધાત્મા છું' એવું લખ્યા કરે. એનાથી શું થાય, તો કે દેહ હઉ રમણતા કરે છે, વાણી હઉ રમણતા કરે છે, મન પણ મહીં આવી જાય.
પહેલું જાડું કરેને એટલે પુદ્ગલ રમણતા છૂટવા માંડે. એમ કરતાં કરતાં ઝીણું થાય અને જો એનાં ગુણ જ બોલ્યા કરે, એ સાચી રમણતા કહેવાય. એ તરત જ “ઓન ધ મોમેન્ટ’ ફળ આપે ! પોતાનું સુખ અનુભવમાં આવે.
પ્રશ્નકર્તા : જેવા આ પુદ્ગલના રસો છે તેમ આત્માના રસો, આનંદ પ્રગટ થવા જોઈએ ને ?
દાદાશ્રી : એવું છે કે તમે અપરિગ્રહી શાના આધારે છો ? અક્રમ વિજ્ઞાન'ના આધારે ! પણ વ્યવહારથી અપરિગ્રહી નથી, એટલે અપરિગ્રહી દશા’ જ્યાં સુધી ના થાય, ત્યાં સુધી છેલ્લી ‘વસ્તુ’ હાથમાં ના આવે !
પ્રશ્નકર્તા ત્યાં સુધી સાચો રસ, આનંદ મેળવવા અમારે શું કરવું ?
દાદાશ્રી : ‘હું અનંત જ્ઞાનવાળો છું’, ‘હું અનંત દર્શનવાળો છું', હું અનંત સુખનું ધામ છું, ‘હું અનંત શક્તિવાળો છું'... બોલો, એટલે સાચો રસ ઉત્પન્ન થઈ જાય ! આત્મા તો પોતે આનંદમય જ છે, એટલે એ વસ્તુ સર્વરસમય જ છે ને તે પોતાને હોય છે જ. પણ પોતાની જાગૃતિની કચાશને લીધે એ ક્યાંથી આવે છે, એ ખબર પડતી નથી.
પ્રશ્નકર્તા : પુદ્ગલના રસોને દબાવીએ, તો આત્માના રસો ઉત્પન્ન થાય ?
દાદાશ્રી : ના, દબાવવાનો અર્થ જ નથી. એ તો એની મેળે ફિક્કા થઈ જાય. આત્માના ગુણો કલાક-કલાક સુધી બોલો તો તરત ઘણું ઘણું ફળ આપે. આ તો રોકડું ફળવાળી વસ્તુ છે, અગર તો દરેકની મહીં ‘શુદ્ધાત્મા’ જોતાં જોતાં જાવ તોય આનંદ થાય એવું છે.
પ્રશ્નકર્તા : દાદા, આપે ચાર પ્રકારની આત્મરમણતા કહી. તે જરા ફરીથી કહો ને !
દાદાશ્રી : કેટલાક ‘હું શુદ્ધાત્મા છું’, ‘હું શુદ્ધાત્મા છું' બોલે. કેટલાક ‘હું શુદ્ધાત્મા છું' એમ લખીને કરે, તો એમાં દેહ પણ રમણતામાં પેઠો કહેવાય. દેહ, વાણી અને મન ત્રણેય લખવામાં હાજર હોય અને કેટલાક બહારનો વ્યવહાર ચાલતો હોય, છતાંય મનથી જો ‘શુદ્ધાત્મા’ની ખરેખર રમણા કરે છે અને શુદ્ધાત્માના ગુણોમાં રમણા કરે; જેમ કે, હું અનંત જ્ઞાનવાળો છું, હું અનંત શક્તિવાળો છું. એ સિદ્ધ સ્તુતિ કહેવાય. એ બહુ ફળ આપનારી છે !
પ્રશ્નકર્તા : દાદા, આપ જેવી રીતે બીજાના સુખને માટે પ્રયત્ન કરો છો, અને કેટલાંયને ભયંકર દુ:ખની યાતનામાંથી પરમ સુખી બનાવી દો છો, તો એવું અમારે થવું હોય તો થઈ શકીએ કે નહીં ?
દાદાશ્રી : હા, થઈ શકો. પણ તમારી એટલી બધી ‘કેપેસિટી” આવવી જોઈએ. તમે નિમિત્ત રૂપ બની જાવ. એટલા માટે હું તમને તૈયાર કરી રહ્યો છું. બાકી તમે કરવા કે બનવા જાવ, તો કશું બને એવું નથી !
પ્રશ્નકર્તા : તો નિમિત્ત રૂપ બનવા માટે અમારે શું કરવું જોઈએ ?
દાદાશ્રી : આ જ બધું હું કહું છું તે અને નિમિત્ત રૂપ બનાવતાં પહેલાં અમુક જાતનો ‘કાટ’ નીકળી જવો જોઈએ.
એમાં કોઈના ઉપર ગુસ્સે થવાનો, કોઈની પર ચિડાવાનો એવાં બધા હિંસકભાવ થવા ના જોઈએ. જો કે ખરેખર તમને આ હિંસકભાવ નથી. આ તમારા ‘ડિસ્ચાર્જ હિંસકભાવ છે, પણ જે ‘ડિસ્ચાર્જ’ હિંસક