________________
૧૭૮
આપ્તવાણી-૬
આપ્તવાણી-૬
૧૭૯
વિશ્વાસ ના મૂકાય અને એનો પછી સંગેય ના રખાય. છતાં સંગ રાખ્યો ને પછી વિશ્વાસ ન મૂકો તો તે પણ ગુનો છે. ખરી રીતે સંગ રાખવો નહીં ને રાખો તો એના માટે પૂર્વગ્રહ રહેવો જ ના જોઈએ. ‘જે બને તે ખરું’ એમ રાખવું.
આ તો બહુ ઝીણું “સાયન્સ” છે. અત્યાર સુધી આવું “સાયન્સ” પ્રગટ નથી થયું. દરેક વાત તદન નવી ડિઝાઈનમાં છે ને પાછું આખા ‘વર્લ્ડ'ને કામ લાગે એવું છે.
પ્રશ્નકર્તા : આનાથી આખો વ્યવહાર સુધરી જાય ?
દાદાશ્રી : હા, વ્યવહાર સુધરી જાય અને લોકોનો “મોક્ષમાર્ગ સરળ થઈ જાય. વ્યવહાર સુધારવો, એનું નામ જ સરળ મોક્ષમાર્ગ. આ તો મોક્ષમાર્ગ લેવા જતાં વ્યવહાર બગાડ બગાડ કરે છે ને દહાડે દહાડે વ્યવહાર ગૂંચવી નાખ્યો છે.
વડોદરાથી અમદાવાદ ૮૦ માઈલ ઉત્તરમાં જતા થાય, એમ કહ્યું હોય. પણ લોક દક્ષિણ તરફ ચાલે, તો કેટલા માઈલ વધી જાય ? હેઠ કન્યાકુમારી સુધી કેટલા થઈ જાય ? ગમે તેટલી મોટરની સ્પીડ વધારે પણ અમદાવાદ દૂર જાય કે નજીક આવે ?
પ્રશ્નકર્તા : આદું જાય.
દાદાશ્રી : આવી રીતે લોકોએ વ્યવહાર ગૂંચવી નાખ્યો છે. જાતજાતનાં જપ, તપ શેને માટે છે ? તેથી તો અખો બૂમ પાડી ઊઠ્યો હતો કે ‘ત્યાગ-તપ એ આડી ગલી'. આડી ગલીમાં પેઠો કે ખલાસ થઈ ગયો. હવે એ આડી ગલીવાળાને પૂછીએ તો એ કહે કે, “ના, અમે મોક્ષમાર્ગમાં છીએ.’ આ બાજુ ભગવાન આવે ને તેમને પૂછીએ કે, “આ કેમનું છે સાહેબ ? આ બેઉ જણ જુદું જુદું બોલે છે. એમાં કોણ સાચું છે ?” ત્યારે ભગવાન કહે, ‘આડી ગલી કહે છે તેય ખોટું છે અને આ લોકો મોક્ષમાર્ગ સાચો છે, એમ કહે છે તેય ખોટો છે !'
ભગવાનનો કહેવાનો ભાવાર્થ શો છે કે, ભાઈ આડી ગલીમાં હોય તો તેમાં તમારું શું ગયું ? તું તારી મેળે દર્શન કરવા જાને ? ભગવાન
બહુ ડાહ્યા હતા. એમનામાં બહુ ડહાપણ હોય. સહેજેય ગાંડપણ ના હોય !
કષાયોથી કર્મબંધી પ્રશ્નકર્તા : નામનો મોહ શા માટે ?
દાદાશ્રી : કીર્તિને માટે ! તેનો તો બધો માર ખાધો છે, અત્યાર સુધી ? નામનો મોહ એટલે કીર્તિ કહેવાય. કીર્તિ માટે માર ખાધો. હવે કીર્તિ પછી અપકીર્તિ આવે, ત્યારે ભયંકર દુ:ખ થાય. એટલે કીર્તિઅપકીર્તિથી આપણે પર થવાનું. નામનોય મોહ ના જોઈએ. પોતાની જાતમાં જ પાર વગરનું સુખ છે !
માન અને ક્રોધ, એ બેઉ દ્વેષ છે. અને લોભ અને માયા, રાગ છે. કપટ રાગમાં જાય.
પ્રશ્નકર્તા : કોઈના ભયથી કપટ કરવું પડે તો ?
દાદાશ્રી : તેનો વાંધો નહીં. એમાં બીજાને બહુ નુકસાન કરનારું નથી ને ? કપટ ‘સામાને કેટલું નુકસાન કરે છે ?” તેના પર આધાર રાખે છે. અત્યારે તમે સત્સંગમાં જવા માટે કપટ કરો તો તે કપટ ગણાય નહીં, કારણ કુસંગ તો ભરપટ્ટે પડેલો જ છે.
પ્રશ્નકર્તા : આ કપટનું નિમિત્ત આવ્યું, ત્યારે કપટનો ભાવ પડ્યો ને ?
દાદાશ્રી : ના, એવું નથી. પ્રશ્નકર્તા: ભાવકર્મ બંધાવા કપટનું નિમિત્ત આવે ?
દાદાશ્રી : કપટ એકલું જ નથી. એમાં ક્રોધ-માન-માયા-લોભ, ચારેય ભેગાં થાય. તેનાથી એનું આંધળું દર્શન ઊભું થાય. એટલે એવા દર્શનના આધારે એ બધું કામ કરે છે. આ અમે જ્ઞાન આપીએ છીએ ત્યારે એ દર્શન તોડીએ છીએ. કેટલાંય પાપ ભસ્મીભૂત થાય, ત્યારે એ દર્શન તૂટે અને એ દર્શન તૂટ્યું કે કામ થઈ ગયું !